Parliament Security Breach :  પત્રકાર હોય કે અન્ય કોઈ, તેઓ કોરિડોરમાં થોડી મિનિટોથી વધારે રોકાઇ શકશે નહીં, બહાર મીડિયાને પણ દૂર કરવામાં આવ્યા

Parliament Security Breach : સંસદની સુરક્ષામાં ભંગની ઘટના બાદ પૂર્વ સાંસદોને પણ સંસદમાં પ્રવેશવા પર રોક લગાવી દેવામાં આવી છે

Written by Ashish Goyal
Updated : December 15, 2023 16:56 IST
Parliament Security Breach :  પત્રકાર હોય કે અન્ય કોઈ, તેઓ કોરિડોરમાં થોડી મિનિટોથી વધારે રોકાઇ શકશે નહીં, બહાર મીડિયાને પણ દૂર કરવામાં આવ્યા
સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી હતી

Parliament Security Breach : સંસદની સુરક્ષામાં ભંગની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. સંસદની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘટના પછી બીજા દિવસથી ઘણા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. હવે સાંસદોના પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ-અલગ દરવાજા હશે, મીડિયાકર્મીઓ અને સંસદ ભવન વચ્ચેનું અંતર વધારી દેવામાં આવ્યું છે. પત્રકારો સહિત કોઈ પણ કોરિડોરમાં થોડી મિનિટોથી વધુ ઊભા રહી શકશે નહીં.

શું – શું બદલાયું?

સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બેઠકોમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે નવી ઇમારતનો એક પ્રવેશ અને બહાર નીકળવાનો દરવાજો હવે ફક્ત સાંસદો માટે જ આરક્ષિત રહેશે. સાંસદો માટે આરક્ષિત દરવાજો તેમને ભીડથી અલગ કરશે. આ સિવાય મીડિયા અને સંસદ ભવન વચ્ચેનું અંતર વધી ગયું છે. ધ હિન્દુમાં છપાયેલા અહેવાલ મુજબ સુરક્ષાકર્મીઓએ પત્રકારોને જૂની ઇમારતની નજીક ધકેલી દીધા છે. સાંસદોના પ્રવેશદ્વારને સાવચેતીપૂર્વક બેરિકેડ કરવામાં આવ્યા છે જેથી કરીને કોઈ તેમના માર્ગમાં ન આવે. પત્રકારો સાથે વાત કરવા માગતા સાંસદોએ હવે અનેક અવરોધો પાર કરવા પડશે. મીડિયાકર્મીઓ સહિત કોઈને પણ કોરિડોરમાં થોડી મિનિટોથી વધુ ઊભા રહેવાની મંજૂરી નથી.

સાંસદોને પણ ધીમે ધીમે આગળ વધવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત ગેટની અંદર અને બહાર ઝડપથી દોડવાની મંજૂરી નથી. બુધવારે રાત્રે પ્રકાશિત થયેલા સંસદીય બુલેટિનમાં ઘટનાના કલાકો પછી સાંસદોને કહેવામાં આવ્યું હતું કે “ધીમે ધીમે ફ્લૅપ બેરિયર પાસે જાય અને ત્યાં સુધી રાહ જોવે જ્યાં સુધી તેમનો ચહેરો ફેસિયલ રિકોગ્નિશન ડિવાઇસ કેપ્ચર ના કરી લે. પૂર્વ સાંસદોને પણ સંસદમાં પ્રવેશવા પર રોક લગાવી દેવામાં આવી છે.

સંસદના કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે પણ નિયમો બદલાયા

સંસદના કર્મચારીઓ માટે પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પણ બદલવામાં આવ્યા છે. ઘણી વખત એવું જોવા મળતું હતું કે નવા બિલ્ડીંગમાં ઘણા કર્મચારીઓ કોરીડોરમાં રસ્તા ભૂલી જતા હતા અને દિશાઓ પૂછતા હતા. ધ હિંદુ સાથે વાત કરતા સંસદ ભવનના એક કર્મચારીએ જણાવ્યું હતું કે અમને મકર ગેટ (લોકસભા અને રાજ્યસભા ચેમ્બર માટેનો એક સામાન્ય દરવાજો) દ્વારા પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી અને અમે તેમાંથી અમારી ઓફિસનો રસ્તો યાદ રાખ્યો હતો. પરંતુ હવે અમે અમારી ઓફિસનો રસ્તો ફરી એકવાર યાદ કરવો પડશે.

આ પણ વાંચો –  મેટ્રો સ્ટેશન પર મુલાકાત, આસિસ્ટન્ટે જુગાડથી અપાવ્યો પાસ, સંસદમાં થયેલા સ્મોક હુમલાની INSIDE STORY

આ ઘટના પહેલા પણ મુલાકાતીઓ ત્રણ સ્તરની સુરક્ષા તપાસમાંથી પસાર થતા હતા. પરંતુ હવે પાસની તપાસ માટે સંસદ ભવનથી ઓછામાં ઓછા 200 મીટરના અંતરે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. વ્યુઇંગ ગેલેરીમાં પ્રવેશ મેળવતા પહેલા માન્ય પાસ ધારકોને બે વાર તપાસ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે બુધવારે ચાર યુવકોએ પીળો ધુમાડો ફેલાવ્યો અને સંસદ ભવનની અંદર અને બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાથી સંસદમાં અરાજકતા સર્જાઈ હતી. આ પછી, સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરવા અને ખામીઓને દૂર કરવા માટે બેઠકોના ઘણા રાઉન્ડ યોજાયા હતા, જેમાં ઘણા ફેરફારો નક્કી કરવામાં આવ્યા હતા.

ઘટના પછી બીજા દિવસે ગુરુવારે સંસદની બહાર વધારે ચહલ પહલ ન હતી. કોઈ ભીડ ન હતી, કોઈ લોકો સેલ્ફી લેતા ન હતા, કોઈ સાંસદ મીડિયા બાઈટ્સ આપતા ન હતા. શાળાના વિદ્યાર્થીઓના જૂથ સિવાય મુલાકાતીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. પહોંચેલા શાળાના વિદ્યાર્થીઓના જૂથે તેમના શિક્ષકો સાથે સુરક્ષા કર્મચારીઓની દેખરેખ હેઠળ કૂચ કરી હતી.

આ ઘટના બાદ સરકાર અને વિપક્ષ વચ્ચે સામસામે

હવે સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે સામસામે છે. ગુરુવારે 14 સાંસદો, જેમણે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબ માંગ્યો હતો અને આ મામલા પર ચર્ચા કરી હતી. તેમને હંગામો કરવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં નવ કોંગ્રેસના, બે સીપીએમ, એક ડીએમકે, એક સીપીઆઈ અને એક ટીએમસી (રાજ્યસભા)ના છે. હવે વિપક્ષી સાંસદો આ સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ ચર્ચાની પણ માંગ કરી રહ્યા છે.

તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં

ઘટના સાથે જોડાયેલા આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે. વિઝિટર ગેલેરીમાંથી લોકસભામાં કુદનાર સાગર અને મનોરંજન ડી હાઉસની અંદરથી ઝડપાઈ ગયા હતા. નીલમ અને અમોલ શિંદે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરતી વખતે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. માસ્ટર માઈન્ડ કહેવાતા લલિત ઝાએ આત્મસમર્પણ કર્યું છે. આ કેસમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ