સંસદના શિયાળુ સત્રનો આજે બુધવારે પ્રથમ દિવસ છે. આ શિયાળુ સત્રનો કાર્યકાળ 17 દિવસ રહેશે. આ શિયાળુ સત્રમાં (Winter Seesion) ભાજપના (BJP) નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સંસદ ભવનમાં 16 નવા બિલ રજૂ કરશે. ત્યારે આ શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા એવી શક્યતા સેવાઇ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મીડિયા સાથે વાતચીત કરશે. શિયાળુ સત્રની કાર્યપ્રણાલી 20 ડિસેમ્બર સુધી ચાલશે. મહત્વનું છે કે, આ વખતે શિયાળુ સત્રને ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) કારણે એક મહિનો મોડુ થયું છે.
આ વખતે શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર આ બિલો રજૂ કરશે
1 આ વખતે શિયાળુ સત્ર અંતર્ગત સંસદ ભવનમાં રજૂ થનારા બિલોમાં વેપાર ચિન્હ (સંશોધન) બિલ, નિયમોનો વિસ્તાર સૂચક કાયદો બિલ, નિરસન સંશોધન બિલ સામેલ છે.
2 લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના મતે શિયાળુ સત્રના પ્રારંભ પહેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરવામાં આવી છે. જે પૈકી વિપક્ષ ખાસ ત્રણ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સરહદ પર ચીનની ધૂસપેઠ, મોંઘવારી, બેરોજગારી અને સ્વતંત્ર સ્થાનો પર થયેલા હુમલા પર જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
3 કોંગ્રેસ સરકાર સાથે વિભિન્ન વિષય પર ચર્ચા કરવાના મૂડમાં છે. જેમાં સર્વોચ્ચ ન્યાયપાલિકા સાથે સરકારનો સંઘર્ષ, સુપ્રીમનો સરકારને કોલેજિયમની ભલામણ સ્વીકારવાનો ઇન્કાર તેમજ સુપ્રીમ દ્વારા ચૂંટણી કમિશ્નર અરૂણ ગોયલની નિમણૂંક બાબતે કરાયેલી ઉતાવળ જેવા મુદ્દાઓ સામેલ છે.
4 અન્ય બિલ જેમકે બહુ રાજ્ય સહકારી સમિતિઓ બિલ, નેશનલ ડેન્ટલ કમિશન બિલ સંસદ ભવનમાં રજૂ કરાશે.આ સાથે સરકારના એજેન્ડામાં એન્ટી મેરીટાઇમ પાઇરેસી બિલનો પણ સમાવેશ થાય છે. આ બિલને 9 ડિસેમ્બર 2019માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતુ.
5 આ શિયાળુ સત્રમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ ગેરહાજર રહે તેવી સંભાવના છે. કારણ કે આ તમામ નેતાઓ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં હાજર છે.આ યાત્રા હવે રાજસ્થાન પહોંચી છે.
6 શિયાળુ સત્રમાં બીજુ જનતા દળએ (BJD) મહિલા અનામત બિલ પાસ કરવાની માંગ કરી છે. જ્યારે શિવસેનાના શિંદે જૂથે વસ્તી નિયંત્રણ બિલ પસાર કરવાની માંગ કરી છે. તો AAP નેતા સંજય સિંહે જૂની પેન્શન યોજના (OPS) અને કૃષિ પેદાશો પર નન્યૂતમ સમર્થન મૂલ્ય (MSP) સુનિશ્ચિત કરનાર કાયદા વિશે ચર્ચાની માંગણી કરી છે.
7 વિપક્ષના સભ્યોએ શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના 17 બિલો રજૂ કરવાના ઇરાદા બાબતે પણ વાંઘો ઉઠાવ્યો છે. આ સિવાય કોંગ્રેસ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, તે સરકારના ત્રણ બિલોનો વિરોધ કરશે. જેને લઇને કોંગ્રેસે નિવેદન આપ્યું હતું કે, વર્તમાનમાં આ બિલને મંજૂર કરી શકાઇ નહીં.
8 શિયાળુ સત્રના પ્રથમ દિવસે તાજેતરમાં જે લોકોનું નિધન થયું છે તેમને શ્રદ્ધાજંલિ અર્પણ કરાશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ જેનું લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ ઓક્ટોબરમાં નિધન થયું હતું. તેમને પણ શ્રદ્ધાજંલિ અર્પણ કરાશે.