Popular Front of India: પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) એ RSS અને BJPની ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે એક ફળ વેચનારને તેના રિપોર્ટર તરીકે નિયુક્ત કર્યો હતો. તાજેતરમાં કેરળમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આ વ્યક્તિ ફળ વેચનાર છે, જેને આરએસએસ સાથે સંબંધિત માહિતી એકત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
NIA સાદિકની પૂછપરછ કરીને અન્ય બાતમીદારો વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે
ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ફળ વેચનારને બીજેપીના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મહેમાનોના નામ વિશે માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલ્લમ જિલ્લામાં યોજાવાનો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ કાર્યક્રમમાં આવનારા કેટલાક મહેમાનો સંસ્થાના નિશાના પર હોઈ શકે છે. 17 જાન્યુઆરીના રોજ, NIAએ કોલ્લમ જિલ્લામાં સર્ચ દરમિયાન મન્નેઝથુથારાના વતની મુહમ્મદ સાદિકની ધરપકડ કરી હતી. સાદિકને બે બાળકો છે. તે હાલમાં કાયદાકીય કસ્ટડીમાં છે અને અન્ય બાતમીદારો વિશે વધુ માહિતી મેળવવા NIA તેની પૂછપરછ કરી રહી છે.
સાદિક 2012થી પીએફઆઈના સંપર્કમાં છે
સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન, NIAને ખબર પડી કે PFI એ ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને તેમના રિપોર્ટર તરીકે રજૂ કરવા માટે ઘણા સ્થાનિક લોકોને કામે લગાડ્યા હતા. સાદિક 2012થી પીએફઆઈના સંપર્કમાં છે. તે સંગઠન સાથે કટ્ટરપંથી બની ગયો. સાદિક ફળ વિક્રેતા તરીકે કામ કરતો હતો અને તેને આરએસએસ અને બીજેપી સાથે સંબંધિત તમામ માહિતી એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું. તેને ખાસ કરીને સંસ્થાના કાર્યક્રમોમાં હાજરી આપતા મહેમાનો વિશે માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તેની પાસેથી આરએસએસના કાર્યક્રમોના પેમ્ફલેટ્સ અને મહેમાનોનુ લીસ્ટ પણ મળી આવ્યું હતુ.
આ પણ વાંચો – Survey: જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો ભાજપ કેટલી બેઠકો જીતે? કોંગ્રેસના ગ્રાફમાં જબરદસ્ત વધારો
NIAના પ્રવક્તાએ કહ્યું કે, PFI ગરીબ યુવાનોને અલગ-અલગ ધર્મો અને જૂથોના સભ્યો વચ્ચે દુશ્મનાવટ કરાવીને લશ્કર અને અન્ય આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.