Ayodhya Ram Mandir : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની તૈયારીઓ ચાલી રહી છે. ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે રામલલાની મૂર્તિ 15 ડિસેમ્બર સુધીમાં બનીને તૈયાર થઈ જશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે ઘણી પ્રખ્યાત હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે. હવે સોશિયલ મીડિયા પર મંદિરના દર્શનને લઈને સતત સવાલો પૂછવામાં આવી રહ્યા છે. અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. આ સાથે અમે એ પણ જણાવવાનો પ્રયાસ કરીશું કે જે લોકો મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે માહિતી આપી છે.
આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાં રહેશે?
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે જો 10,000-15,000 લોકો રાત્રે રહેવા માંગે છે, તો તેમને આશ્રય ક્યાં મળશે? તેમને ખોરાક અને પાણી ક્યાંથી મળશે? આ હેતુ માટે ટ્રસ્ટ એક નવું ટીન-શેડ શહેર સ્થાપિત કરી રહ્યું છે જે ઓછામાં ઓછું ફેબ્રુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ કામ માટે દેશભરમાંથી વિહિપ અને આરએસએસના અનુભવી કાર્યકર્તાઓને બોલાવવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો – ઇન્ફ્રા ડેવલપમેન્ટ મામલે અયોધ્યામાં થઇ રહ્યા છે ઝડપથી પરિવર્તનો
22 જાન્યુઆરીએ કયા લોકોને અયોધ્યા આવવાની મનાઈ ફરમાવવામાં આવી?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મુખ્યમંત્રી, રાજ્યપાલ અને રાજદૂતો સહિત પ્રોટોકોલ હેઠળ આવતા મહાનુભાવોને વિનંતી કરી હતી કે તેઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ અયોધ્યાની મુલાકાત લેવાનું ટાળે, કારણ કે અધિકારીઓ મેગા ઇવેન્ટમાં વ્યસ્ત રહેશે અને ટ્રસ્ટ તેમની સેવા કરી શકશે નહીં.
ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું છે કે પ્રોટોકોલ અને વીઆઇપી સ્ટેટસનો આનંદ માણતા લોકોએ મોટા દિવસે અયોધ્યાની મુલાકાતનું આયોજન ન કરવું જોઈએ. જેથી સમારોહ દરમિયાન કોઈને પણ કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.





