PM Modi and CM Yogi Sisters Meet in Uttarakhand : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના બહેન એકબીજાને મળ્યા હતા. પીએમ મોદી અને સીએમ યોગીના બહેનના સ્નેહ મિલનનો વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના બહેન વસંતી બેન પતિ હસમુખ સાથે સીએમ યોગીની બહેન શશી દેવીને મળવા પહોંચ્યા હતા.આ મુલાકાતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહેન વસંતી બેન સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.
સીએમ યોગીની બહેનને મળ્યા પીએમ મોદીના બહેન
PM મોદીના બહેન વસંતી બેન શ્રાવણ માસમાં નીલકંઠ ધામમાં ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને પૂજા કરવા માટે ઉત્તરાખંડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે બ્રહ્મપુરીમાં સ્થિત શ્રી રામ તપસ્થલી આશ્રમના મહામંડલેશ્વર સ્વામી દયારામ દાસ મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશના સીએમ યોગીના બહેનને મળવા પણ ગયા હતા.

પીએમ મોદી અને સીએમ યોગીના બહેનના સ્નેહ મિલનનો વીડિયો વાયરલ
પીએમ મોદી અને સીએમ યોગીના બહેનના ઉમળકાભર્યા સ્નેહ મિલનનો વીડિયો બહુ જ વાયરલ થયો છે. બંને મહિલાઓ પ્રેમપૂર્વક એકબીજાને ગળે લાગ્યા હતા અને પરિવારના ખબર-અંતર પૂછ્યા હતા.
એક યુઝરે લખ્યું, “2 બહેનો… એકના ભાઈ PM,, બીજાના CM, PM મોદીના બહેન વસંતી બેન નીલકંઠમાં CM યોગીજીની બહેન શશી દેવીને મળ્યા.” બંનેને પોતાના ભાઈઓ પર ગર્વ છે અને બંનેને પોતાના ભાઈઓ વિશે જ વાત કરવી જોઈએ? બીજાએ લખ્યું, “શું દેશમાં કોઈ નેતાનો પરિવાર આવું જીવન જીવી રહ્યા છે? મોદીજી બે ટર્મ દેશના વડાપ્રધાન છે પરંતુ પરિવારના એકપણ વ્યક્તિએ ક્યારેય રાજકારણનો ફાયદો ઉઠાવ્યો નથી અને આવું જ યોગીજી એ પણ કર્યુ છે.’
એક યુઝરે લખ્યું કે, “બંને પરિવારો વચ્ચે કેવી સાદગી છે? અમને અમારા વડા પ્રધાન અને મુખ્યમંત્રી પર ગર્વ છે! શિશિરે લખ્યું, “યોગી જીની બહેન કોઈની સાથે ફોટો વિડિયો શૂટ નથી કરતા, પરંતુ જ્યારે પીએમ મોદીની બહેનની વાત આવે છે, તો ન કહેવી યોગ્ય નથી.” @Mritunj7272 યુઝરે લખ્યું – ‘કોઇ લાવ લશ્કર નથી? ઓહો, તે મોદીજી અને યોગીજીની બહેનો છે.