PM મોદીને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘લિજન ઓફ ઓનર’, આ સન્માન મેળવનાર પ્રથમ વડાપ્રધાન બન્યા

PM Modi France and UAE Visit : પીએમ મોદી હાલમાં ફ્રાન્સ પ્રવાસે છે, તેમને ફ્રાન્સમાં સર્વોચ્ચ નાગરિક સન્માન 'લિજન ઑફ ઓનર' (Legion of Honor award) આપવામાં આવ્યો છે, તેઓ આજે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના ખાસ આમંત્રણ પર તેમાં હાજરી આપવા આવ્યા છે

Written by Kiran Mehta
Updated : July 14, 2023 08:51 IST
PM મોદીને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘લિજન ઓફ ઓનર’, આ સન્માન મેળવનાર પ્રથમ વડાપ્રધાન બન્યા
પીએમ નરેન્દ્ર મોદી પ્રાન્સ પ્રવાસ

PM Modi France and UAE Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લિજન ઑફ ઓનર’ એનાયત કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ વડાપ્રધાન બન્યા છે. આ સન્માન વિશ્વભરમાંથી માત્ર અમુક પસંદગીની વ્યક્તિઓને જ આપવામાં આવ્યું છે. અગાઉ, જે લોકોને આ સન્માન આપવામાં આવ્યું છે, તેમાં સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બુટ્રોસ-ઘાલી, દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, તત્કાલીન પ્રિન્સ ઑફ વેલ્સ, કિંગ ચાર્લ્સ અને જર્મનીના પૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલ વગેરેનો સમાવેશ થાય છે.

આ પહેલા ફ્રાંસ પહોંચતા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાંસ પહોંચતા પીએમ એલિઝાબેથ બોર્ને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું અને બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા.

બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે

PM મોદી આજે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના ખાસ આમંત્રણ પર તેમાં હાજરી આપવા આવ્યા છે. બેસ્ટિલ ડેની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. બેસ્ટિલ ડે ફ્રાંસ માટે કોઈ તહેવારથી ઓછો નથી. આ દિવસ ફ્રેન્ચ ક્રાંતિની એક મોટી ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોChandrayaan-3 Launch| ચંદ્રયાન-3 લોન્ચ : ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકશો? સંપૂર્ણ વિગત અને શિડ્યુલ

પીએમ મોદીના સન્માનમાં ડિનર યોજાયું

ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર એલિસી પેલેસમાં તેમના સન્માનમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં પીએમ મોદીની યજમાની કરી. આ પહેલા પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે, ભારતની ધરતી પણ મોટા પરિવર્તનની સાક્ષી છે. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે નવી આશા અને નવી આશાઓથી ભરેલું છે. આ અપેક્ષા નક્કર પરિણામોમાં ફેરવાઈ રહી છે. ભારત હવે સમસ્યાઓનો કાયમી ઉકેલ શોધી રહ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ