4th Vande Bharat Express flagoff: હિમચાલ પ્રેદશના ઉનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે આ ટ્રેન નવી દિલ્હીથી ચંડીગઢ થઈને હિમાચલ પ્રદેશના ઉન થઈને અંબ અંદૌરા સુધી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉનાથી આ ટ્રેનને લીલી ઝંડી આપી છે. રેલવે મંત્રાલય પાસેથી મળેલી જાણકારી અનુસાર ટ્રેન નવી દિલ્હીથી સવારે 5.50 વાગ્યે રવાના થશે. જે ઉના હિમાચલ દિવસે 10.34 કલાકે પહોંચી જશે. ત્યારબાદ 11.05 વાગ્યે પોતાના ગંતવ્ય અંબ અંદોરા પહોંચી જશે.
આ ટ્રેન પરત અંબ અંદૌરાથી બપોરે એક વાગ્યે રવાના થશે અને સાંજે 18.25 વાગ્યે આ ટ્રેન નવી દિલ્હી પહોંચી જશે. આ પહેલા દેશમાં ત્રણ વંદે ભારત ટ્રેનોનું સંચાલન થઈ ચુક્યું છે. આ દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે.
આ પહેલા દેશની પહેલી વંદને ભારત એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હીથી વારાણસી રૂટ ઉપર ચલાવવામાં આવી હતી. બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હીથી કટરા વચ્ચે ચલાવવામાં આવી અને ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગુજરાતના પાટનગર ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે શરુ કરવામાં આવી હતી. જોકે, આ દિવસોમાં ટ્રેક ઉપર ભેંસો આવવાના કારણે ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો.
વંદે ભારત એક્સપ્રેસની વિશેષતા
- વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કઈ કઈ વિશેષતા છે જે અન્ય ટ્રેનોથી અલગ કરે છે.
- વંદે ભારત ટ્રેનમાં જીપીએસ આધારિત ઇન્ફો સિસ્ટમ લાગેલી છે જે ટ્રેનના લોકેશન અંગે જણાવશે.
- આ ટ્રેન સીસીટીવી કેમેરાથી સજ્જ હશે જેથી કરીને તમે સંપૂર્ણ પણે સુરક્ષિત દેખરેખ હેઠળ રહો.
- વંદે ભારત ટ્રેનમાં વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ છે
- વંદે ભારત ટ્રેનમાં ઓટોમેટિક સ્લાઈડિંગ ડોરની સુવિધા છે
- નેક્સ્ટ જનરેશન વાળી વંદે ભારત 2.0 ટ્રેનમાં કવચ (ટ્રેન કોલિજન અવોઈડ્સ સિસ્ટમ)ની સુવિધા છે
- ટ્રેન કવચ કવચ અંતર્ગત ટ્રેનના દરેક કોચમાં 4 ઈમર્જન્સી વિન્ડો આપેલા છે
- વંદે ભારત ટ્રેનમાં ચાર ઇમર્જન્સી વિન્ડોના કારણે સફર કરનાર યાત્રીઓને વધારે સુરક્ષા મળશે.