PM Modi visit Sydney Australia : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચ્યા છે અને આજે તેઓ સિડનીમાં 20 હજાર ભારતીયોને સંબોધન કરી રહ્યા છે. ભારતીયો સમુદાયને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે, મેં 2014માં વચન આપ્યું હતું કે હવે તમારે ભારતીય વડાપ્રધાન માટે 28 વર્ષ રાહ જોવી પડશે નહીં. મેં એ વચન પૂરું કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, મને એ જોવું ગમે છે કે ઓસ્ટ્રેલિયાના મનમાં ભારતીયો માટે ઘણો પ્રેમ છે. પરંતુ હું કહેવા માંગુ છું કે આ મજબૂત સંબંધનો આધાર મોદી નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ છે જેના કારણે બંને દેશ એકબીજાની સાથે મજબૂતીથી ઉભા છે. આપણે બંને દેશો એકબીજાનું સન્માન કરીએ છીએ, આ માત્ર કૂટનીતિના કારણે નથી થયું, તેની અસલી તાકાત ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો છે.
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં મળતી ભારતીય વાનગીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે હવે ક્રિકેટથી લઈને ભોજન સુધીની દરેક બાબતોએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ભૂમિકા ભજવી છે. આપણા બંને દેશોની રસોઈ કળા અલગ હોઈ શકે છે, પરંતુ માસ્ટરશેફે અમને જોડવાનું કામ કર્યું છે. દિવાળીની રોનકથી આપણે પણ જોડાયેલા છીએ અને હિંદ મહાસાગર પણ આપણને જોડવાનું કામ કરે છે.
સિડનીનું ભારતીયોથી ખીચો ખીચ ભરેલું સભાગૃહ 'મોદી-મોદી' થી ગુંજી ઉઠ્યું
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી આ મેગા ઈવેન્ટમાં પીએમ મોદી અને એન્થોની આલ્બાનીઝે સિડની શહેરનું નામ બદલીને 'લિટલ ઈન્ડિયા' કરી દીધું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસે મંગળવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મેગા કોમ્યુનિટી ઈવેન્ટ દરમિયાન સિડની ઉપનગરનું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કર્યું હતું.
પીએમ મોદીએ મંગળવારે સિડનીમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા કહ્યું કે, ભારત ટૂંક સમયમાં બ્રિસ્બેનમાં એક નવું વાણિજ્ય દૂતાવાસ ખોલશે.
તેમના સંબોધન દરમિયાન, તેમણે “વૈશ્વિક સકારાત્મકના બળ” તરીકે વિશ્વમાં ભારતની ઉપસ્થિતિ પર ભાર મૂક્યો હતો.
“જ્યારે પણ આપત્તિ આવે છે ત્યારે ભારત હંમેશા અન્યની મદદ કરવા માટે તૈયાર છે, ભારતને “લોકશાહીની જનની” તેમજ વૈશ્વિક અર્થતંત્રમાં “પ્રકાશિત સ્થળ” તરીકે પણ બિરદાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે સિડનીમાં કોમ્યુનિટી ઈવેન્ટમાં કહ્યું હતું કે, પીએમ મોદીને એ આવકાર મળ્યો છે જે સુપ્રસિદ્ધ સંગીતકાર બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનની સમકક્ષ છે.