PM modi In Chhattisgarh : આ લોકો મારી કબર ખોદવાની ધમકી આપશે, પરંતુ જે ડરી જાય એ મોદી નથી, રાયપુરમાં પીએમે સાધ્યું કોંગ્રેસ પર નિશાન

PM Modi in Chhattisgarh : પીએમ નરેન્દ્ર મોદી છત્તીસગઢનો એક દિવસના પ્રવાસે છે શુક્રવારે તેઓ છત્તીસગઢના રાયપુર પહોંચ્યા હતા. તેમણે અહીં લગભગ 7600 કરોડ રૂપિયાના ખર્ચના 10 પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું.

Written by Ankit Patel
Updated : July 07, 2023 13:52 IST
PM modi In Chhattisgarh : આ લોકો મારી કબર ખોદવાની ધમકી આપશે, પરંતુ જે ડરી જાય એ મોદી નથી, રાયપુરમાં પીએમે સાધ્યું કોંગ્રેસ પર નિશાન
છત્તીસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢનો એક દિવસના પ્રવાસે છે શુક્રવારે તેઓ છત્તીસગઢના રાયપુર પહોંચ્યા હતા. તેમણે અહીં લગભગ 7600 કરોડ રૂપિયાના ખર્ચના 10 પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને ખબર પડી કે સવારે રેલીમાં આવી રહેલા ત્રણ લોકોના બસ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. જેમનું નિધન થયું છે તેમને શ્રદ્ધાંજલિ આપું છું. જે ઘાયલ થયા છે તેમની દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.

1 – તેમણે કોગ્રેસ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે આ લોકો મારી પાછળ પડ્યા છે, મારી ખબર ખોદવાની ધમકી આપશે. મારા વિરુદ્ધ ષડયંત્ર રચશે પરંતુ તેમને ખબર નથી કે જે ડરી જાય એ મોદી ન હોઈ શકે.

2 – પીએમ મોદીએ કહ્યું કે છત્તીસગઢના વિકાસની સામે પંજોખુબજ મોટો દિવાર બનીને ઊભો થયો છે. આ કોંગ્રેસનો પંજો છે જે તમારી પાસેથી તમારો હક છીનવી રહ્યો છે. આ પંજાએ નક્કી કરી લીધું છે કે તે છત્તીસગઢને લૂંટી લૂંટીને બરબાદ કરી દેશે.

3 – કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે ગંગાજીના ખોટા સમ ખાવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. ગંગાજીની કસમ ખાઇને તેમને એક ઘોષણા પત્ર રજૂ કર્યું હતું જેમાં મોટી મોટી વાતો કરી હતી. પરંતુ આજે એ ઘોષણા પત્રની યાદ અપાવતા જ કોંગ્રેસની યાદશક્તિ જતી રહે છે. છત્તીસગઢમાં 36 વાયદા કર્યા હતા. જે કોંગ્રેસ માટે હતા. તેમાંથી એક એ પણ હતો કે રાજ્યમાં દારુબંધી કરવામાં આવશે. 5 વર્ષ વિતી ગયા પરંતુ સાચું એ છે કે છત્તીસગઢમાં હજારો કરોડનું દારુ કૌભાંડ કરી દીધું છે. આની સંપૂર્ણ જાણકારી અખબારોમાં ભરેલી છે.

4 – વિજય સંકલ્પ મહારેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છત્તીસગઢ એ રાજ્ય છે જેના નિર્માણમાં ભાજપની પ્રમુખ ભૂમિકા રહી છે. ભાજપ છત્તીસગઢના લોકોને સમજે છે. તેમની જરૂરતો જાણે છે. આજે અહીં 7000 કરોડ રૂપિયાથી વધારે પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

5 – વડાપ્રધાને રાયપુરમાં કહ્યું કે જેનું ઇમાન દાગદાર છે તે આજ એક સાથે આવવાની કોશિશ કરી રહ્યા છે. જે એક-બીજાના પાણી પીને એક બીજાના ખોદે છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના દરેક ભ્રષ્ટાચારીને એકવાત કાન ખોલીને સાંભળી લેવી જોઈએ. જો તેઓ ભ્રષ્ટાચારની ગેરંટી છે તો મોદી ભ્રષ્ટાચારની કાર્યવાહીની ગેરંટી છે.

6 – છત્તીસગઢમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માટે છત્તીસગઢ એક એટીએમની જેમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોલ માફિયા, જમીન માફિયા, રેતી માફિયા ન જાણએ કેવા કેવા માફિયા અહીં ફૂલ્યા ફાલ્યા છે. અહીં ગામના મુખીયાથી લઇને તમામ મંત્રીઓ અને અધિકારીઓ સુધી પર કૌભાંડના ગંભીરથી ગંભીર આરોપો લગ્યા છે. આજ છત્તીસગઢ સરકાર, કોંગ્રેસના કરપ્શન અને કુશાસનનું મોડલ બની ચૂકી છે.

આ પણ વાંચોઃ- Maharashtra Politics: ભાજપ – ‘એક તીરથી અનેક નિશાન’, એનસીપી અને ભાજપ લાંબા સમયથી એકબીજા સામે રમત રમી રહ્યા

7- પરિયોજનાઓના ઉદ્ઘાટન પર પીએમ મોદીએ કહ્યું કે આજ છત્તીસગઢ 2-2 ઇકોનોમિક કોરિડોરથી જોડાયેલા છે.રાયપુર-ધનબાદ ઇકોનોમિક કોરિડોર અને રાયપુર – વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કોરિડોર અને આ ક્ષેત્રના ભાગ્ય બદલનાર છે.

8 – છત્તીસગઢના એક દિવસિય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં કેન્દ્રની ભાજપ સરકારની છત્તીસગઢના ધાન કિસાનોને 1 લાખ કરોડ રૂપિયાથી વધારે આપી દીધા છે. આ વર્ષે પણ બધા અનેજ ખેડૂતોને 22 કરોડ રૂપિયાથી વધારે આપ્યા છે.

9 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે હું કહું છું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની કમીશનખોરીની ગેરંટી આપે છે તો કેટલાક લોકો નારાજ થઈ જાય છે. તેઓ મોદીને ખરાબ ખરાબ બોલે છે. તેમની નારાજગી જ પ્રમાણે છે કે અમારી સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે જેમના દામન પર દાગ છે તેઓ આજે એક સાથે આવવાની કોશિશ કરી રહ્યા છે. તેમને લાગે છે કે આવું કરવાથી મોદીને ડરાવી દેશે.

આ પણ વાંચોઃ- Rahul Gandhi defamation case: રાહુલ ગાંધી માનહાની કેસ| બે વર્ષની સજા યથાવત, ગુજરાત હાઈકોર્ટે ન આપી રાહત

10 – ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી વિશેષ વિમાનથી સવારે 10.30 વાગ્યે રાયુપરના સ્વામી વિવેકાનંદ વિમાન મથક પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓનું તેમણે સ્વાગત કર્યું હતું. ભાજપ નેતાઓ પ્રમાણે સ્વાગત બાદ પ્રધાનમંત્રી હેલિકોપ્ટરમાં સવાર થઈને સાયન્સ કોલેજ મેદાન સ્થિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ