પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – કેસીઆર એનડીએ જોઇન કરવા માંગતા હતા, મેં અટકાવી દીધા

PM Narendra Modi in Telangana : પીએમ મોદીએ રાહુલ ગાંધીના કાસ્ટ સર્વેની માંગ પર કહ્યું કે કોઇપણ કિંમત પર દેશના હિન્દુઓને વિભાજિત કરવા અને ભારતને તબાહ કરવાની ઇચ્છા રાખનારને સફળ થવા દઇશું નહીં

Written by Ashish Goyal
October 03, 2023 23:05 IST
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – કેસીઆર એનડીએ જોઇન કરવા માંગતા હતા, મેં અટકાવી દીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)

PM Narendra Modi in Telangana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેલંગાણાના પ્રવાસે હતા. તેમણે તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના ફેજ 1 ના પ્રથમ 800 મેગાવોટ સહિત તબક્કા સહિત ઘણા વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ નિઝામાબાદમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વંશવાદની રાજનીતિ અને ભ્રષ્ટાચાર પર કોંગ્રેસ અને બીઆરએસ પર પ્રહાર કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે આ વિપક્ષી પાર્ટીઓએ લોકતંત્રને લૂટ તંત્ર બનાવી દીધું છે. પીએમ મોદીએ દાવો કર્યો કે ચંદ્રશેખર રાવ (કેસીઆર) હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી બાદ એનડીએમાં સામેલ થવા માંગતા હતા. પીએમ મોદીએ કહ્યું કે તેમણે મને સમર્થન આપવા પણ કહ્યું હતું. મેં તેમને કહ્યું કે તેમના કામોને કારણે મોદીને તેમની સાથે જોડી શકાય નહીં.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી, બિહાર જાતિ સર્વેક્ષણમાં નીતિશ કુમારે એક સાથે બે નિશાના સાધ્યા, જાણો કેવી રીતે?

રાહુલ ગાંધીના કાસ્ટ સર્વેની માંગ પર પીએમ મોદીએ શું કહ્યું

પીએમ મોદીએ રાહુલ ગાંધીના કાસ્ટ સર્વેની માંગ પર પણ મોટુ નિવેદન આપ્યુ હતું. પીએમ મોદીએ કહ્યું કે કોઇપણ કિંમત પર દેશના હિન્દુઓને વિભાજિત કરવા અને ભારતને તબાહ કરવાની ઇચ્છા રાખનારને સફળ થવા દઇશું નહીં. તેમણે કહ્યું કે તેમના માટે ગરીબ જ સૌથી મોટી જાતિ અને સૌથી મોટી વસ્તી છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં વડાપ્રધાન મોદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીને તેના નેતાઓ નહીં પરંતુ પડદા પાછળ એવા લોકો ચલાવી રહ્યા છે જેમના દેશ વિરોધી તાકાતો સાથે હાથ મિલાવેલા છે.

આ પહેલા બસ્તર જિલ્લાના જગદલપુરમાં ભાજપની ‘પરિવર્તન મહાસંકલ્પ રેલી’ને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર લોકતંત્રને લૂંટ અને લોકતંત્રને પરિવાર વ્યવસ્થામાં ફેરવવાનો આરોપ લગાવ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ