PM modi Road show : નાસિકમાં રોડ શો બાદ પીએમ મોદી કાલારામ મંદિરમાં કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. પીએમએ નાસિકમાં રોડ શો કર્યો હતો. જેમાં સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા.

Written by Ankit Patel
Updated : January 12, 2024 13:28 IST
PM modi Road show : નાસિકમાં રોડ શો બાદ પીએમ મોદી કાલારામ મંદિરમાં કરી પૂજા અર્ચના
પીએમ મોદીનો નાસિકમાં રોડ શો -photo - ANI

PM modi Road show in Nasik : વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. પીએમએ નાસિકમાં રોડ શો કર્યો હતો. જેમાં સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. વડા પ્રધાને મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ રાજ્યમાં રૂ. 30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું.

તેમણે ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે. તેનું નિર્માણ રૂ. 17,840 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ રૂ. 17,840 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. તે ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે.

અટલ સેતુ આશરે 21.8 કિલોમીટર લાંબો છ લેન પુલ છે, જેમાંથી અંદાજે 16.5 કિલોમીટર સમુદ્ર પર અને અંદાજે 5.5 કિલોમીટર જમીન પર છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીનો સમય પણ ઘટાડશે, એમ નિવેદનમાં જણાવાયું છે. આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધરશે.

આ પણ વાંચોઃ- અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીનું અનુષ્ઠાન, શું કહ્યું? જાણો

પીએમ મોદી આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

નવી મુંબઈમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ‘ઈસ્ટર્ન ફ્રીવેઝ ઓરેન્જ ગેટ’ ને મરીન ડ્રાઈવથી જોડતી રોડ ટનલનો શિલાન્યાસ પણ કરશે. 9.2 કિમી લાંબી ટનલ રૂ. 8,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે અને તે મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નોંધપાત્ર વિકાસ હશે. તેઓ સૂર્ય પ્રાદેશિક પીવાના પાણી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂ. 1,975 કરોડથી વધુના ખર્ચે વિકસિત, આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લાઓને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડશે, જેનાથી અંદાજે 14 લાખ લોકોને ફાયદો થશે.

વડાપ્રધાન મોદી અનેક રેલ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે. તેઓ ‘સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન’ – સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEEPZ) માટે ‘ભારત રત્નમ’ (મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કરશે. તેમાં વિકલાંગ વિદ્યાર્થીઓ સહિત આ ક્ષેત્રના કર્મચારીઓના કૌશલ્ય વિકાસ માટે ખાસ કરીને તાલીમ શાળા હશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ