PM Narendra Modi Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં મોટી હુંકાર ભરતા કહ્યું કે આ વખતે દેશનો જેવો મિજાજ ચાલી રહ્યો છે, એનડીએનો આંકડો 400ને પાર કરી જશે અને ભાજપ પોતાના દમ પર 370થી વધુ સીટો જીતશે. પીએમ મોદીનું આ નિવેદન ચર્ચામાં આવ્યું છે, તેમના દ્વારા આ પ્રકારનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જે દરેક અર્થમાં મહત્વાકાંક્ષી છે. અત્યાર સુધી આઝાદ ભારતમાં માત્ર રાજીવ ગાંધીની સરકારને જ 400થી વધુ સીટો મળી હતી.
પીએમ મોદીએ કહ્યું – ત્રીજી ટર્મમાં વધુ મોટા વિકાસ કાર્યો કરવામાં આવશે
હવે પીએમ મોદીએ હુંકાર ભરી છે કે આ દેશ એનડીએને 400થી પણ આગળ લઇ જઇ રહ્યો છે, જ્યારે ભાજપને એકલાને 370 બેઠકો મળશે. પીએમે ઘણા પ્રસંગોએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેઓ ત્રીજી ટર્મ માટે પણ પાછા ફરવાના છે, તેમણે સ્પષ્ટ કહ્યું કે તે ત્રીજી ટર્મમાં વધુ મોટા વિકાસ કાર્યો કરવામાં આવશે.
આ પણ વાંચો – લોકસભામાં પીએમ મોદીનો પરિવારવાદ પર પ્રહાર, ‘એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવામાં આવી રહી છે’
પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કર્યો
પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસને સારા વિપક્ષ બનવાની મોટી તક મળી અને 10 વર્ષ ઓછા નથી. પરંતુ 10 વર્ષમાં પણ તે જવાબદારી નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. જ્યારે તેઓ પોતે નિષ્ફળ ગયા ત્યારે વિપક્ષમાં અન્ય આશાસ્પદ લોકો છે તેમને પણ બહાર આવવા દીધા નહીં. એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવાની પ્રક્રિયામાં કોંગ્રેસની દુકાન પર તાળાં મારવાની સ્થિતિ આવી પડી છે.
આ ઉપરાંત પીએમ મોદીએ ઘણા પ્રસંગોએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે દેશ લાંબા સમયથી જે સિદ્ધિઓની રાહ જોઈ રહ્યો હતો, તે તમામ કાર્યોને આપણે બીજી ટર્મમાં પૂર્ણ થયેલા જોયા. આપણે બધાએ 370ની ખતમ થતી જોઇ, નારી શક્તિ વંદન અધિનિયમ બીજી ટર્મમાં કાયદો બન્યો. અંતરિક્ષથી લઈને ઓલિમ્પિક સુધી, સશસ્ત્ર દળોથી લઈને સંસદ સુધી મહિલા સશક્તિના સાર્મથ્ય ગુંજી રહી છે.





