PM Narendra Modi speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંસદના બજેટ સત્ર દરમિયાન પોતાના ભાષણમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે પોતાના ભાષણની શરૂઆત વિરોધ પક્ષો પર કટાક્ષ સાથે કરી હતી અને કહ્યું છે કે કેટલાક લોકો એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવાની કોશિશ કરી રહ્યા છે.આ સાથે પીએમ મોદીએ ભાજપ પર લાગી રહેલા પરિવારવાદના અંગેના આરોપોનો જવાબ આપ્યો હતો.
અનેક વિપક્ષી પાર્ટીઓ પરિવારવાદને અનુસરી રહી છે – પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવારવાદ પર પ્રહાર કરતા કહ્યું હતું કે દેશમાં અનેક વિપક્ષી પાર્ટીઓ પરિવારવાદને અનુસરી રહી છે. તેમણે કહ્યું કે પરિવારવાદનો અર્થ એ છે કે એક જ પરિવારના કોઇ સદસ્યનું પાર્ટીના ટોચના સ્થાને બેસવું અસલી પરિવારવાદ છે. જણાવી દઈએ કે ઘણી વિપક્ષી પાર્ટીઓએ ભાજપ પર પરિવારવાદનો આરોપ પણ લગાવ્યો હતો. આમાં સૌથી પહેલો ઉલ્લેખ ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહનો હતો. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે ભાજપમાં કોઈ પારિવારિક શાસન નથી. રાજનાથ સિંહના પુત્રનું રાજનીતિમાં હોવું એ કોઇ પ્રકારનો પરિવારવાદ નથી.
આ પણ વાંચો – ચંદીગઢ મેયરની ચૂંટણી પર CJI ચંદ્રચુડે કહ્યું – લોકતંત્રની આ રીતે હત્યા નહીં થવા દઈએ
પીએમ મોદીએ આજે પોતાના ભાષણની શરૂઆતથી જ વિપક્ષ પર હુમલો કર્યો હતો. વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવાની પ્રક્રિયામાં કોંગ્રેસનું બલિદાન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જો કોઇ લોકોના સમર્થનથી કોઇ ઉચ્ચ પદ પર પહોંચે છે, તો તે પરિવારવાદ નથી. તેમણે કહ્યું કે પાર્ટીના તમામ નિર્ણયો એક પરિવાર દ્વારા લેવા એ જ સાચો પરિવારવાદ છે. રાજનાથ સિંહની કોઇ પાર્ટી નથી અને અમિત શાહની પણ કોઈ રાજકીય પાર્ટી નથી.
વિપક્ષની ભૂમિકા નિભાવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે
પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ વિપક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે. મેં હંમેશાં કહ્યું છે કે દેશને સારા વિપક્ષની જરૂર છે. પીએમે કહ્યું કે ઘણા લોકો ચૂંટણી લડવાની હિંમત હારી ગયા છે. ઘણા લોકો સીટ બદલવાની તૈયારીમાં પણ છે. એટલું જ નહીં લોકસભાના ઘણા સભ્યો હવે રાજ્યસભામાં જવા માંગે છે. તેઓ વિપક્ષ તરીકેની જવાબદારીમાં નિષ્ફળ રહ્યા છે.





