scorecardresearch

PM મોદી આજે ત્રિપુરા અને મેઘાલયના પ્રવાસે, 6800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે

PM Narendra Modi visit Tripura And Meghalaya: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narndra Modi visit) આજે ત્રિપુરા (Tripura) અને મેઘાલયની ( Meghalaya) મુલાકાતે જશે અને ત્યાં 6800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે, અત્રે નોંધનિય છે કે આ બે નોર્થ ઇસ્ટ રાજ્યોમાં (north east states) આગામી વર્ષમાં ચૂંટણીઓ (elections) યોજાવાની છે…

PM મોદી આજે ત્રિપુરા અને મેઘાલયના પ્રવાસે, 6800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, રવિવારેના રોજ ઉત્તરપૂર્વના રાજ્ય ત્રિપુરા અને મેઘાલયની મુલાકાતે જઇ રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નોર્થ ઇસ્ટ સ્ટેટની આજની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી 6,800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ માટે શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. જેમાં હાઉસિંગ, રોડ, એગ્રીકલ્ચર, ટેલિકોમ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી), પર્યટન અને હોસ્પિટાલિટી સહિતના અનેક ક્ષેત્રો સાથે સંબંધિત પ્રોજેક્ટો સામેલ છે. ઉપરાંત તેઓ ઉમસાવલી ખાતે IIM શિલોંગનું ઉદ્ઘાટન પણ કરશે.

પીએમ મોદી બે લાખથી વધુ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમ શરૂ કરશે

PMO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ત્રિપુરા અને મેઘાલય રાજ્યના પ્રવાસે જઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ હાઉસિંગ, રસ્તા, કૃષિ, ટેલિકોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, પર્યટન અને હોસ્પિટાલિટી સહિતના વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. PMOએ માહિતી આપી હતી કે મોદી નોર્થ-ઈસ્ટર્ન કાઉન્સિલની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનમાં પણ ભાગ લેશે અને શિલોંગમાં તેની બેઠકમાં હાજર રહેશે. અગરતલામાં, મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અને ગ્રામીણ હેઠળ બે લાખથી વધુ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમ શરૂ કરશે.

વડાપ્રધાન મોદી એક જાહેર સમારંભમાં રૂ. 2,450 કરોડથી વધારે મૂલ્યના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ રાજ્યમાં ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ શ્રેષ્ઠ બનાવવાના ભાગરૂપે વડાપ્રધાન રાષ્ટ્રને 4G ટાવર સમર્પિત કરશે, જેમાંથી 320થી વધુ પાવર તૈયાર થઈ ગયા છે અને લગભગ 890 ટાવર અંડરકન્સ્ટ્રક્શન છે.

નોર્થ ઇસ્ટમાં ‘હિંદી’નો પ્રચાર-પ્રસાર વધશે, 21 હિન્દી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યો મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં હાઇવે પ્રોજેક્ટ સહિત ઘણી પહેલની પણ શરૂઆત કરશે. વડાપ્રધાન મેઘાલયમાં મશરૂમ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સ્પાન લેબોરેટરી અને મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે, એવું PMOએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં 21 હિન્દી પુસ્તકાલયોનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમ મોદી ત્રિપુરામાં 4,350 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે.

Web Title: Pm narendra modi visit to tripura and meghalaya project inauguration worth of rs 6800 crore befor elections

Best of Express