Pm Narendra Modi In Mahakal Temple: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી શ્રી મહાકાલ લોકના વૈદિક મંત્રો વચ્ચે લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. અદ્ભૂત પરિસરને બનાવવામાં મધ્ય પ્રદેશ સરકાર 421 કરોડ રૂપિયાનું યોગદાન આપશે અને 271 કરોડ રૂપિયા કેન્દ્ર તરફથી આપવામાં આવશે. 21 કરોડ રૂપિયાનો ખર્ચ મંદિર સમિતિ ઉઠાવશે. મહાકાલ લોક કોરિડોર પરિયોજનામાં મંદિર પરિસરમાં લગભગ સાત ગણો વિસ્તાર કરવામાં આવશે. આખી પરિયોજનાનો કુલ ખર્ચ લગભગ 850 કરોડ રૂપિયા છે.
ઉજ્જૈન મહાકાલ મંદિર માટે પ્રખ્યાત છે. એ માન્યતા છે કે ઉજ્જૈનના રાજા મહાકાલ છે. આ સાથે એ માન્યતા પણ જોડાયેલી છે કે કોઇ પીએમ, સીએમ અહીં રાત્રે રોકાશે તો તેમની ખુરશી રહેશે નહીં. મોરારજી દેસાઇ પ્રધાનમંત્રી રહેતા રાત્રે ઉજ્જૈનમાં રોકાયા હતા. સવારે તેમની સરકાર પડી ગઇ હતી. આવી જ ઘટના બીએસ યેદિયુરપ્પા સાથે બની હતી. તેમની ખુરશી ઉજ્જૈનમાં રાત્રી પ્રવાસના થોડા દિવસો પછી ગઇ હતી. જોકે તેને પણ ઉજ્જૈનમાં રાત્રી પ્રવાસ સાથે જોડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – ઉજ્જૈનમાં મહાકાલ મંદિરઃ હિન્દુધર્મમાં આ મંદિરનું વિશેષ મહત્વ કેમ છે?
હાલમાં જ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉજ્જૈનમાં કેબિનેટની બેઠક કરી હતી. તો તેમણે એક ખુરશી પર મહાકાલની તસવીર રાખી હતી અને કહ્યું હતું કે અહીંના રાજા મહાકાલ જ છે.
તમને જણાવી દઈએ કે આ પ્રકારની માન્યતા ઉત્તર પ્રદેશના નોઇડાને લઇને પણ બની હતી. ધારણા હતી કે નોઇડામાં આવનાર સીએમ ફરી મુખ્યમંત્રી બની શકતા નથી. જોકે બીજેપીના યોગી આદિત્યનાથે આ માન્યતાને તોડી નાખી છે. નોઇડા દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલું છે. યૂપીના મુખ્યમંત્રી દિલ્હી આવીને પણ નોઇડા જવાથી બચતા હતા.