પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનને લઈને મચ્યો હોબાળો, ન્યૂ યર સેલિબ્રેશન અંગે આવું આપ્યું સ્ટેટમેન્ટ, કહ્યું "આ સંસ્કાર આપણા ન હોઈ શકે"

Sadhvi pragya thakur : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર (Sadhvi pragya thakur)સામે શિવમોગામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. શિવમોગા જિલ્લા કોંગ્રેસ સમિતિના એચએસ સુંદરેશની ફરિયાદના આધારે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પ્રજ્ઞા ઠાકુર સામે IPC કલમ 153A, 153B, 268, 295A, 198, 504 અને 508 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Sadhvi pragya thakur : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર (Sadhvi pragya thakur)સામે શિવમોગામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. શિવમોગા જિલ્લા કોંગ્રેસ સમિતિના એચએસ સુંદરેશની ફરિયાદના આધારે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પ્રજ્ઞા ઠાકુર સામે IPC કલમ 153A, 153B, 268, 295A, 198, 504 અને 508 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Sadhvi pragya thakur given statement on new year celebration

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ન્યુ યર સેલિબ્રેશન અંગે આપ્યું નિવેદન(Photo: ANI)

Pragya Thakur: બીજેપી સંસદ (BJP MP) પ્રજ્ઞા ઠાકુર (Pragya Thakur) એ 31 ડિસેમ્બરની રાત્રે પીયને પાર્ટી કરતા લોકો અંગે સ્ટેટમેન્ટ આપ્યું છે.સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, "લોકોની સવાર પાર્ટી કર્યા પછી થાય છે, એ લોકો શું નવીનતા જોશે."

Advertisment

શું કહ્યું પ્રજ્ઞા ઠાકુરે:

નવા વર્ષના સ્વાગત માટે દેશભરમાં લોકો દેશભરમાં સેલિબ્રેશન કરતા હોઈ છે ત્યારે બધા પોતાની રીતે નવા વર્ષનું વેલકમ કરવા માટે શનિવારની રાત્રે સેલિબ્રેટ કરી રહ્યા હતા. ન્યૂ યરના સ્વગત માટે લોકો ક્લ્બ અને બારમાં પણ ખીચોખીચ જોવા મળ્યા હતા. આ અંગે સાધ્વી પ્રજ્ઞાએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે " 31 ડિસેમ્બરની રાત્રે દારૂ પીને પાર્ટીમાં ડાન્સ કરતા લોકોની સવાર બીજા દિવસે બપોરે થાય છે, એ શું નવીનતા છે. આવી પશ્ચિમી સભ્યતાનું અનુકરણ કરવાના સંસ્કાર અમે ધરાવતા નથી.

આ પણ વાંચો: નાગપુરમાં RSS હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે


પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તેમનું વધુ એક નિવેદન ચર્ચામાં છે. કર્ણાટકના શિવમોગામાં હિંદુ જાગરણ વેદિકના દક્ષિણ ઝોનના વાર્ષિક સંમેલનમાં બોલતી વખતે તેમણે સમુદાયને તેમની છરીઓ ધારદાર રાખવાનું આહવાન કર્યું હતું. તેણે કહ્યું, “તમારા શસ્ત્રો રાખો અને જો બીજું કંઈ નહીં, તો ઓછામાં ઓછા શાકભાજીની છરીઓ તો ધારદાર રાખો. ખબર નહીં શું પરિસ્થિતિ ઊભી થશે. દરેક વ્યક્તિને સ્વરક્ષણનો અધિકાર છે.જો કોઈ આપણા ઘરમાં ઘૂસીને આપણા પર હુમલો કરે છે, તો તેનો યોગ્ય જવાબ આપવાનો આપણો અધિકાર છે.

આ પણ વાંચો: આઠ વર્ષમાં 13,000 કરોડ ખર્ચાયા, છતાં ગંગામાં હજુ ગંદકી

તેમના નિવેદન પર હોબાળો મચી ગયો હતો. તેની સામે શિવમોગામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. શિવમોગા જિલ્લા કોંગ્રેસ સમિતિના એચએસ સુંદરેશની ફરિયાદના આધારે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પ્રજ્ઞા ઠાકુર સામે IPC કલમ 153A, 153B, 268, 295A, 198, 504 અને 508 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Advertisment

આ દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ એમ પણ કહ્યું, “તે લોકોમાં જેહાદની પરંપરા છે, જો તેઓ કંઈ ન કરે તો તેઓ લવ જેહાદ કરે છે. જો તેઓ પ્રેમ કરે તો પણ તેમાં જેહાદ કરે છે. આપણે (હિંદુઓ) ભગવાનને પ્રેમ કરીએ છીએ, એક સન્યાસી તેના ભગવાનને પ્રેમ કરે છે.

દેશ ભાજપ