Pre Karva Chauth Party Bhopal: મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજીત એક પ્રી કરવા ચોથ પાર્ટીમાં કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યને ગેસ્ટ બનાવવાને લઈને ભારતીય જનતા પાર્ટી અને કરણી સેનાએ ગુરુવારે (13 ઓક્ટોબર 2022) ભારે વાંધો ઉઠાવ્યો હતો. જેના વિરોધમાં કરણી સેનાએ પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગ્રેટિવ વૂમેન ઓર્ગેનાઈજેશન નામની સંસ્થાને ભોપાલમાં એક પ્રી કરવાચોથ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં રોયલ રાજપુતાના થીમ રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય આરિફ મસૂદને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલો ગરમાયો હતો.
કારણે મસૂદનું કાર્યક્રમમાં આવવું ભારતીય જનતા પાર્ટી અને કરણી સેનાને આંખમાં ખટક્યું હતું. કરણી સેનાએ ગુરુવારે ભોપાલમાં એમપી નગર પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ એફઆઈઆર નોંધવાની માંગણી કરી હતી.
આ પણ વાંચોઃ- બીજેપી પાટીદારોને નફરત કરે છે, ગોળીયો ચલાવી, 14 યુવાનો મર્યા, હજારો જેલમાં ધકેલાયા: ગોપાલ ઈટાલિયા
ભાજપ પ્રવક્તાએ કહ્યું હિન્દુઓ હજી સમય છે જાગી જાઓ
આ મુદ્દા અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નેહા બગ્ગાએ કટાક્ષ કર્યો હતો. તેમણે એકપછી એક ત્રણ ટ્વીટ કર્યા હતા. બગ્ગાએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, સંસ્કૃતિ પરંપરા અને અખંડ સૌભાગ્યના પર્વ કરવાચોથનું આ દ્રશ્ય દુર્ભાગ્યપૂર્ણ છે.
તેમણે કહ્યું કે શું આ દિવસ માટે રાણી પદ્માવતી સહિત હજારો વીરાંગનાઓએ જૌહર કુંડમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી? હિન્દુઓ હજી પણ સમય છે જાગીજાઓ નહીં તો તમારો- આપણો ધર્મ, સંસ્કાર, સભ્યતા આ બધું નષ્ટ કરી દેશે.
આ પણ વાંચોઃ- હેલ્થ મિનિસ્ટર હતો તો ડોક્ટરોના તાવ છોડાવી દેતો હતો, હવે જંગલનો રાજા- તેજ પ્રતાપ યાદવ
આ પોશાક એક પરંપરા અને સાહસની ગાથા છે
એક અન્ય ટ્વીટમાં બગ્ગાએ લખ્યું છે કે તે પહેરવેશમાં પ્રી કરવા ચોથ કરીને આવા હિન્દુ વિરોધી મુસ્લિમ ધારાસભ્યોને આમંત્રીત કરીને હજારો નારીઓનું અપમાન બિલકુલ સહન નહીં કરે. તેમણે વધુમાં લખ્યું છે કે આ પોશાક એક પરંપરા છે. સાહસની ગાથા છે. આ પોશાક આપણા પૂર્વજોનું માન છે. આ પોશાક સનાત સંસ્કૃતિની ઓળખનું અભિમાન છે. આ પોશાક પ્રતિક છે એ સમાજનું જેમણે જીવન પર્યન્ત વિદેશી આક્રમણ કારીઓ સામે લડતા સમયે બલિદાન આપ્યું છે.