વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની સૌથી મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. તેઓ એક સાથે પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. જેમાં બે ટ્રેનોને મધ્ય પ્રદેશથી લીલી ઝંડી આપશે. બાકીની ત્રણ ટ્રેનો ગોવા, બિહાર અને ઝારખંડથી શરુ કરાવશે. જેના માટે ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ ટ્રેનોને લીલીઝંડી આપશે. ભારત પાસે આ સમય બુલેટ ટ્રેન તો નથી પરંતુ આ સ્વદેશી ટ્રેનનું નેટવર્ક ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે.
પાંચ વંદે ભારત ક્યાં ક્યાંથી ચાલશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાની કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ, ખજુરાહો-ભોપાલ-ઇન્દોર વંદેભારત એક્સપ્રેસ, ઘારવાડ-બેંગ્લુરુ વંદેભાર એક્સપ્રેસ, મડગાંવ-મુંબઈ વંદેભારત એક્સપ્રેસ, હટિયા-પટના વંદેભારત ટ્રેનની ભેટ આપવા જઇ રહ્યા છે. અહીં પણ ગોવા, બિહાર અને ઝારખંડને પોતાની પહેલી વંદેભારત ટ્રેન મળી રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનોને લીલીઝંડી દેખાડશે ત્યારે વંદેભારત ટ્રેનોની કુલ સંખ્યા 27 પર પહોંચી જશે.
વંદે ભારતની કેવી રીતે શરુઆત થઈ, કુલ કેટલી ટ્રેનો?
ઉલ્લેખનીય છે કે દેશને વંદે ભારત ટ્રેન 15 ફેબ્રુઆરી 2019ના દિવસે મળી હતી. આ ટ્રેનને વારાણસીથી નવી દિલ્હી વચ્ચે ચલાવવામાં આવી હતી. ત્યારબાદ આ સુપરફાસ્ટ ટ્રેનનો સિલસિલો એવી રીતે શરુ થયો કે ચાર વર્ષની અંદર આ ટ્રેનની સંખ્યા 27એ પહોંચી ગઈ છે. આ ટ્રેનની ગતિ 160 કિલોમિટર પ્રતિ કલાક છે. પરંતુ તેની મહત્તમ ગતિ 220 કિલોમિટર પ્રતિ કલાક થઈ ગઈ છે. સરકાર જે પ્લાનથી આગળ વધી રહી છે તેને જોતા આ પ્લાનમાં વધારો જોવા મળી શકે છે.
કયા કયા રાજ્યો સુધી પહોંચી ચુકી છે વંદેભારત
- નવી દિલ્હી-વારાણસી
- નવી દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા
- ગાંધીનગરથી મુંબઈ
- દિલ્હીથી અંબ અંદૌરા
- ચેન્નઈથી મૈસૂર
- નાગપુરથી બિલાસપુર
- હાવડાથી ન્યૂ જલપાઇગુડી
- વિશાખાપટ્ટનમથી સિકંદરાબાદ
- મુંબઈથી સોલાપુર
- મુંબઈથી શિરડી
- કમલાપતિ રેલવે સ્ટેશનથી દિલ્હીના હજરત નિજામુદ્દીન
- સિકંદરાબાદથી તિરુપતિ
- ચેન્નઇથી કોયંબતૂર
બીજી ટ્રેનોથી અલગ કેવી રીતે છે વંદે ભારત?
વંદેભારત ટ્રેન સંપૂર્ણ સ્વદેશી ટ્રેન છે.જેનું એન્જીન અહીં બને છે. કોચ પણ અહીં બને છે. આ ટ્રેનમાં અનેક એવી સુવિધાઓ છે જે બીજી ટ્રેનોમાં મળતી નથી. જીપીએસ સિસ્ટમથી તમે તમારી લોકેશન અને ટ્રેનની લોકેશન ટ્રેક કરી શકો છો. એવી ટેક્નોલોજીનો ઉપોયગ ઝડપથી ગતિ પડે છે અને એટલી જ સ્પીડમાં બ્રેક પણ લગાવી શકાય છે. ઝડપી સ્પીડ અને સમય રહેતા બ્રેકની ટેક્નોલોજીના કારણે અન્ય ટ્રેનોની તુલનાએ મુસાફરીનું અંતર ઝડપથી કાપે છે. આ ઉપરાંત જે પ્રકારે મેટ્રોમાં ઓટોમેટિક દરવાજા રહે છે તેવી જ સુવિધા આ ટ્રેનમાં પણ છે. જ્યાં સુધી દરવાજા બંધ ન થાય ત્યાં સુધી ટ્રેન ઉપડતી નથી. એટલે કે યાત્રીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સરકારનો આગળનો શું પ્લાન છે?
ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં વંદે ભારતની સ્લીપર ટ્રેન પણ આવનારી છે. આ ટ્રેનમાં યાત્રીઓ આરામથી ઉંઘતા મુસાફરી કરી શકશે. ચેન્નઇમાં એ ટ્રેનને બનાવવામાં અત્યારે તેજીથી કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત સરકાર એક મહત્વાકાંક્ષી યોજનાઓ પણ બનાવી રહી છે. આ યોજના અંતર્ગત 2027 સુધી 478 વંદેભાર ટ્રેન ચલાવવાની તૈયારી છે.





