સોમવારથી બે દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન થયું છે. જેમાં ભાજપે વડાપ્રધાન મોદી (PM Modi) ની અંગત રીતે છબી ખરાબ કે તેને નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ (કોંગ્રેસ) પર નકારાત્મક ઝુંબેશ ચલાવવાનો ગંભીર આરોપ લગાવતા રાજકીય ઠરાવ રજૂ કર્યો હતો. આ સંદર્ભે બીજેપીએ એવો દાવો કર્યો હતો કે, “મુદ્દો નકારી કાઢ્યો સર્વોચ્ચ કોર્ટનો જવાબ”
આ રાજકીય ઠરાવ પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામ(Nirmala sitharaman) ને પોતાનો મંતવ્ય આપતા કહ્યું હતું કે, કોર્ટે આ મુદ્દાઓ પર સાનુકૂળ ચૂકાદો આપ્યો છે. મહત્વનું છે કે, વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે નુકસાન પહોંચાડવા માટે નકારાત્મક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં પીએમ મોદી પ્રત્યે અપમાનજનક ભાષા અને અભદ્ર ટિપ્પણીનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે આ મામલા પર કાનૂની પ્રતિસાદ કે પછી પ્રિક્રિયા કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એ પછી ભલે રાફેલ મુદ્દો હોય, નોટબંધી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અથવા તો આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત કે યુનિયન ફાઇનાન્સ બ્રીફિંગનો હોય.
નિર્મલા સીતારામને પોતાના નિવેદનમાં એ પણ કહ્યું કે, દેશની ભલાઇ માટે પીએમ મોદીના ઇરાદા અને મંશાની પુષ્ટિ થઇ છે, તેમની મંશા સાફ થઇ ગઇ છે. આ સાથે સીતારામને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ઇમાનદાર નેતામા રૂપમાં દેખાય છે જે દેશ અને જનતાની સેવા માટે સમર્પિત છે.
તો કેન્દ્રીય કાયદા મંત્રી અને અરુણાચલ પ્રદેશના પક્ષના નેતા કિરેન રિજિજૂ દ્વારા રજૂ કરવામાં આવેલા રાજકીય પ્રસ્તાવ અને ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌ તથા રાજ્યના મુખ્યમંત્રી ગોવિંદ કરજોલએ પણ પીએમ મોદીની ભારતની વૈશ્વિક મંચ પર પ્રતિષ્ઠા વધારવા માટે સરાહના કરી હતી.
ગુજરાત વિધાનસભામાં પક્ષની જીતની પ્રશંસા કરતા અને “સત્તા વિરોધીને સત્તા તરફેણમાં ફેરવતા ઠરાવમાં જણાવ્યું હતું કે, પરિણામોની આગામી ચૂંટણીઓ પર ચોક્કસથી અસર પડશે. તેમજ બીજેપીએ ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોમાંથી મોટાભાગની બેઠકો જીતી છે.
બીજી તરફ નિર્મલા સીતારામને કહ્યું કે, પીએમ મોદી ‘મન કી બાત’ જેવા બિનરાજકીય મંચ દ્વારા સામાન્ય લોકો અને સરકાર વચ્ચે સેતુ બાંધવામાં સફળ રહ્યા છે. તેણે તિરંગા યાત્રા અભિયાન અને કાસી તમિલ સંગમમની સફળતાને બિરદાવી. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કારણોને આગળ વધારવામાં વડાપ્રધાનની ભૂમિકા સુસંગત રહી છે અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવામાં તેમની ભૂમિકા પ્રશંસનીય છે.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
રાજકીય ઠરાવમાં ભાજપ અઘ્યક્ષ જે.પી.નડ્ડાના પક્ષમાં યોગદાનની પણ સરાહના કરવામાં આવી હતી. આ સંદર્ભે નિર્મલા સીતારામને એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, જે.પી.નડ્ડાના કાર્યકાળના વિસ્તરણ અંગે હજુ સુધી બેઠકમાં ચર્ચા થઇ નથી, જ્યારે નડ્ડાનો કાર્યકાળ મહિનાના અંતમાં સમાપ્ત થાય છે. આવામાં તેમને એક વર્ષનું વિસ્તરણ મળવાની ધારણા છે.