scorecardresearch

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષની છેલ્લી મન કી બાત: જી-20 અને અટલજી અંગે વાત કરી, લોકોને સચેત રહેવા કરી અપીલ

PM Modi: અટલ બિહારી વાજપેયી વિશે વડા પ્રધાને કહ્યું, “તેઓ એક મહાન રાજનેતા હતા જેમણે દેશને અસાધારણ નેતૃત્વ આપ્યું હતું.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષની છેલ્લી મન કી બાત: જી-20 અને અટલજી અંગે વાત કરી, લોકોને સચેત રહેવા કરી અપીલ
વડાપ્રધાન મોદી ફાઇલ તસવીર

રવિવારે 25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ તેમના ખાસ રેડિયો કાર્યક્રમ મન કી બાત (PM Modi Last Man ki Baat) માં આ વર્ષનું છેલ્લું સંબોધન કર્યું હતું. જે PMના વિશેષ કાર્યક્રમની 96મી આવૃત્તિ હતી. 13 ડિસેમ્બરે વડાપ્રધાને આ કાર્યક્રમ અંગે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા.

પીએમ મોદીએ મન કી બાતમાં જી-20 (G20) ની અધ્યક્ષતા અંગે પણ વાત કરી હતી. તેમણે આ પ્રસંગને ભારત માટે એક અવસર ગણાવ્યો હતો. વડાપ્રધાને વર્ષનું છેલ્લું સંબોઘન એ સમયે કર્યું છે, જ્યારે પાડોશી દેશ ચીનમાં કોરોનાએ (Corona) ફરી સનસની મચાવી છે. તેનો ખતરો ભારત પર પણ મંડરાઇ રહ્યો છે. આ સ્થિતિમાં પીએમ મોદીએ લોકોને સતર્ક અને સુરક્ષિત રહેવા માટે અનુરોધ કર્યો છે.

તમને જણાવી દઇએ કે, ચીનમાં કોરાનાને કારણે સ્થિતિ ખુબ જ ભયંકર છે. એવામાં જાન્યુઆરીમાં કેસ વધવાની સંભાવના છે.

પીએમ મોદીએ મન કી બાતમાં કરેલી ત્રણ પ્રમુખ વાત

જી-20ની અધ્યક્ષતા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વર્ષે ભારતને G-20 જૂથની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં છેલ્લી વખત પણ આ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે વર્ષ 2023માં આપણે G-20ના ઉત્સાહને નવી ઊંચાઈઓ પર લઈ જવાના છે.

સપ્તાહમાં તેની કોલમમાં લખ્યું કે, જી-20 ભાજપ માટે આગામી વર્ષની રણનીતિ ઘડવા માટેનું સાધન બનશે. જેને પગલે લોકોસભા ચૂંટણી 2024 માટે એક મંચ અને માહોલ તૈયાર કરી શકાઇ. 2023માં જી 20 ભારતની અધ્યક્ષતા થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વગુરુ તરીકે ઊભરી આવશે. આગામી વર્ષે વિદેશ નીતિથી ભાજપની આગામી દિશા નક્કી થશે. વડાપ્રધાન મોદી જી 20ના શિખર સંમેલનને સફળ બનાવવા માટે તમામ પડાકોરોનો સામનો કરી રહ્યા છે.

જી-20 મહત્વપૂર્ણ ચિન્હરૂપ છે. જેની સાંસ્કૃતિક વિરાસત, વિકાસ તેમજ શહેરો સહિત પર્યટન સ્થળોને વિકસિત કરવા માટે સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન બે યોજનાઓનું અમલીકરણ કરાયું છું. ત્યારે આશા છે કે યોજના થકી પર્યટકોને પ્રોત્સાહન મળશે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી જી 20માં અમેરિકા, ચીન સહિત શક્તિશાળી દેશોના વિશ્વ નેતાઓની મેજબાની કરશે.

પીએમ મોદીએ મન કી બાતમાં અટલ બિહારી વાજપેયીની જંયતિ નિમિત્તે કહ્યું કે, તેઓ એક મહાન રાજનેતા હતા. તેમણે દેશને અસાધારણ નેતૃત્વ આપ્યું છે. આ સાથે તેમણે કહ્યું તે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ શિક્ષણ, વિદેશ નીતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત દરેક ક્ષેત્રમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ ગયા.

આ પણ વાંચો: covid-19 : દેશભરની હોસ્પિટલોમાં આજે મોકડ્રીલ, પાંચ પોઈન્ટ્સ સમજો

પીએમ મોદીએ કહ્યું, “મને આનંદ છે કે પુરાવા આધારિત દવાના યુગમાં યોગ અને આયુર્વેદ હવે આધુનિક યુગની કસોટી પર ઊતરે છે. ટાટા મેમોરિયલ સેન્ટર દ્વારા કરવામાં આવેલા ઊંડાણપૂર્વકના સંશોધનમાં જાણવા મળ્યું છે કે યોગ સામે અસરકારક સાબિત થઈ શકે છે. સ્તન કેન્સર. દર્દીઓ માટે ખૂબ અસરકારક. મન કી બાતમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશના લોકોને આયુર્વેદને જીવનનો એક ભાગ બનાવવાનો આગ્રહ કર્યો.

‘મન કી બાત’ દ્વારા આ વર્ષના તેમના છેલ્લા સંબોધનનો અંત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “આગામી વખત આપણે વર્ષ 2023માં મળીશું. હું તમને વર્ષ 2023 માટે શુભેચ્છા પાઠવું છું. આ વર્ષ પણ દેશ માટે ખાસ બની રહે. પીએમ મોદીએ કહ્યું કે, “દેશ નવી ઊંચાઈઓને સ્પર્શતો રહેવો જોઈએ, આપણે સાથે મળીને સંકલ્પ લેવો પડશે અને તેને સાકાર કરવો પડશે.”

Web Title: Prime minister narendra modi last man ki baat this year main topics g20 atal bihari vajpayee

Best of Express