વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિરોમણી અકાલીદળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે બુધવારે બપોરે ચંડીગઢ પહોંચ્યા હતા. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત પ્રકાશ સિંહ બાદલના અંતિમ દર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંડીગઢ પહોંચી ગયા છે. આને જોતા ટેક્નિકલ એરપોર્ટની આસપાસ એલર્ટ જાહેર કર્યું હતું. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે 25 એપ્રિલના રોજ 95 વર્ષની વયે નિધન થયું હતું.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સુખબીર બાદલને લખ્યો પત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપવા માટે 12.30 વાગ્યે અકાલી દળની ઓફિસ પહોંચ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સુખબીર બાદલને મોકલવામાં આવેલા એક પત્રમાં પ્રકાશ સિંહ બાદલના દેશ માટે કરેલા યોગદાને યાદ કર્યા હતા.
શિરોમણી અકાલી દળના સંરક્ષકને અકાલી દળ પાર્ટીના કાર્યાલયમાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રકાશ સિંહ બાદલ છેલ્લા અનેક દિવસોથી બીમાર હતા. શ્વાંસ લેવાની તકલીફ પડી રહી હતી. તેમને મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ પ્રકાશ સિંહ બાદલના નિધનને ગણાવ્યું અંગત ખોટ
મંગળવારે પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રકાશ સિંહ બાદલજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. પીએમ મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે “પ્રકાશ સિંહ બાદલજીના નિધનથી અત્યંત દુખ થુયં છે. તેઓ ભારતીય રાજનીતિની એક મહાન હસ્તી હતા અને એક ઉલ્લેખનીય રાજનેતા હતા. જેમણે આપણા દેશ માટે ખુબ જ યોગદાન આપ્યું છે. તેમણે પંજાબની પ્રગતિ માટે અથાગ પરિશ્રમ કર્યું હતું. અને કઠિન સમયમાં રાજ્યનું ધ્યાન રાખ્યું હતું.”
પોતાના બીજા ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે “પ્રકાશ સિંહ બાદલનું જવું મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે.મારી તેમની સાથે અનેક દાયકાઓથી નજીકના સંબંધો રહ્યા છે. તેમની પાસેથી ગણું બધું શીખ્યો છું.અનેક વાતચીત યાદ આવે છે. જેમણે તેમની બુદ્ધિમત્તા હંમેશા જોવા મળી છે. મારી તેમના પરિવાર અને અગણિત પ્રશંસકો પ્રતિ સંવેદના છે.”
ગુરુવારે પોતાના ગામમાં થશે પ્રકાશ સિંહ બાદલના અંતિમ સંસ્કાર
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના ગુરુવારે 27 એપ્રિલે બપોરે એક વાગ્યે તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેમના નિધન બાદ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રકાશ સિંહ બાદને મોહાલી સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં આશરે એક સપ્તાહથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પ્રકાશ બાદલે મંગળવારે રાત્રે આશરે 8 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
2022માં છેલ્લી ચૂંટણી લડ્યા
પ્રકાશ સિંહ બાદલે વર્ષ 2022માં પંજાબ વિધાનસભા માટે પોતાની છેલ્લી ચૂંટણી લડી હતી. પ્રકાશ સિંહ બાદલને આ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષે થયેલી ચૂંટણીમાં પ્રકાશ સિંહ બાદને આમ આદમી પાર્ટીના ગુરમીત સિંહે આશરે 12 હજાર વોટથી હરાવ્યા હતા.