પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો, કહ્યું – પીએમ તેમની સત્તા પાછળ છુપાયેલા છે, લોકો અહંકારી શાસકને જવાબ આપશે

Priyanka Gandhi : રાહુલ હાર્વર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનો ઉલ્લેખ કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપના લાકો તેમને પપ્પુ કહે છે પણ પછી તેમને ખબર પડી કે તે પપ્પુ નથી અને લાખો લોકો તેમની સાથે ભારત જોડો યાત્રામાં ચાલી રહ્યા હતા અને તે ઇમાનદાર છે

March 26, 2023 16:24 IST
પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો, કહ્યું – પીએમ તેમની સત્તા પાછળ છુપાયેલા છે, લોકો અહંકારી શાસકને જવાબ આપશે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Express photo by Tashi Tobgyal)

મનોજ સી જી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે તેમને કાયર અને અહંકારી વ્યક્તિ ગણાવ્યા અને ભારતમાં લોકશાહીના સંવર્ધનમાં તેમના પરિવારના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે લોકો શા માટે સરકાર સામે વિરોધ નથી કરી રહ્યા. રાજઘાટ પર કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહને સંબોધતા પ્રિયંકાએ કહ્યું આ દેશના વડાપ્રધાન કાયર છે. મારા પર કેસ કરો, મને જેલમાં મોકલો. પણ સત્ય તો એ છે કે આ દેશના વડાપ્રધાન કાયર છે. તે પોતાની સત્તા પાછળ છુપાયેલા છે, અહંકારી છે. આ દેશની જૂની પરંપરા છે, હિન્દુ ધર્મની જૂની પરંપરા છે. અહંકારી રાજા કો જનતા જવાબ આપે છે.

પ્રિયંકાએ કહ્યું કે તેના ભાઈ રાહુલ ગાંધી, જેમને શુક્રવારે લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમણે વડા પ્રધાનને માત્ર થોડા પ્રશ્નો પૂછ્યા હતા. તમે જવાબ ના આપી શક્યા. તમે ડરી ગયા. જેઓ ઘમંડી અને તાનાશાહ હોય છે, તેઓ શું કરે છે? જ્યારે તેઓ પ્રશ્નોના જવાબ આપી શકતા નથી ત્યારે તેઓ તેમની શક્તિનો ઉપયોગ કરીને લોકોને વશ કરવાનો પ્રયાસ કરે છે. તેઓ પ્રશ્નો ઉઠાવનારાઓને કચડી નાખવાનો પ્રયાસ કરે છે. શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે? આ આખી સરકાર, મંત્રીઓ, સાંસદો શા માટે તેઓ એક માણસને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ અદાણીમાં શું છે કે તમે તેને આખા દેશની સંપત્તિ આપી રહ્યા છો? તેને બચાવવા માટે દોડધામ કરો છો.

ગાંધી પરિવાર પર વંશવાદની રાજનીતિને આગળ વધારવાના આરોપનો ઉલ્લેખ કરતાં પ્રિયંકાએ કહ્યું કે તો પછી ભગવાન રામ કોણ હતા? તેમણે પોતાના પરિવાર, પોતાની ધરતી પ્રત્યે પોતાનો ધર્મ નિભાવ્યો હતો. શું તે વંશવાદી શાસનને પ્રોત્સાહન આપી રહ્યા હતા? શું પાંડવો વંશવાદી શાસનને પ્રોત્સાહન આપતા હતા? તેઓ તેમના પરિવારના મૂલ્યો માટે લડ્યા. શું આપણને શરમ આવવી જોઈએ કે આપણા પરિવારના સભ્યોએ આ દેશ માટે પોતાનો જીવ આપી દીધો? તેમણે આ ધ્વજ માટે લોહી વહાવ્યું. આ ધરતીમાં તેમનું લોહી છે. આ દેશની લોકશાહી તેમના બલિદાનથી આગળ વધી છે. જેઓ વિચારે છે કે અમારું અપમાન કરીને અમને ડરાવી ધમકાવી શકાય છે. અમે ડરવાના નથી, અમે વધુ મજબૂતાઈથી લડીશું.

રાહુલ હાર્વર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનો ઉલ્લેખ કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપના લાકો તેમને પપ્પુ કહે છે પણ પછી તેમને ખબર પડી કે તે પપ્પુ નથી અને લાખો લોકો તેમની સાથે ભારત જોડો યાત્રામાં ચાલી રહ્યા હતા અને તે ઇમાનદાર છે. તે સામાન્ય લોકોના મુદ્દા સમજે છે. તે ડરી (પીએમ મોદી) ગયા છે કારણ કે રાહુલ ગાંધીએ સંસદમાં એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે જેના જવાબ તેમની પાસે નથી.

આ પણ વાંચો – 2024 સુધીની દોડ: કોંગ્રેસ કોર્ટની અંદર કાયદાની અને બહાર રાજકીય લડાઈ માટે તૈયારી કરી રહી

પ્રિયંકાએ મે 1991માં તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની છેલ્લી યાત્રાને યાદ કરીને તેમના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજીવ ગાંધીના પાર્થિવ દેહને લઈ જતી ગાડી તીન મૂર્તિ ભવનમાંથી બહાર નીકળ્યાની થોડી મિનિટો પછી રાહુલે વાહનમાંથી નીચે ઉતરવાનો આગ્રહ કર્યો. મારી માતાએ તેને કહ્યું કે તે ન ઉતરે ત્યારે સુરક્ષા પણ ચિંતાનો વિષય હતો. પણ તેણે આગ્રહ કર્યો તો મેં મારી માતાને કહ્યું કે તેને નીચે ઉતરવા દો.

રાહુલ વાહનમાંથી નીચે ઉતર્યો અને આર્મી ટ્રકની પાછળ ચાલવા લાગ્યો. તીન મૂર્તિથી અહીં સુધી, તે આકરા તડકામાં પિતાના મૃતદેહની પાછળ ચાલ્યા અને અહીં પહોંચી અંતિમ સંસ્કાર કર્યા હતા. તે ચિત્ર મારા મગજમાં હજી પણ તાજું છે – મારા પિતાનું શરીર રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલું હતું. તે શહીદ પિતાનું સંસદમાં અપમાન થાય છે. તે શહીદના પુત્રને રાષ્ટ્રવિરોધી કહેવાય છે. તમે તેને મીર જાફર કહો છો, તેની માતાનું અપમાન થાય છે. તમારા મંત્રીઓ સંસદમાં મારી માતાનું અપમાન કરે છે.

પ્રિયંકાએ આગળ કહ્યું કે તમારા વડાપ્રધાન સંસદમાં પૂછે છે કે આ પરિવાર નહેરુની અટક કેમ નથી રાખતો. આખા પરિવારનું અપમાન થાય છે, કાશ્મીરી પંડિત સમુદાયના રિવાજોનું અપમાન થાય છે. કાશ્મીરી પંડિતોના રિવાજને અનુસરીને એક પુત્ર તેના પિતાના મૃત્યુ પછી ‘પગડી’ પહેરે છે, તેમના પરિવારની પરંપરાને આગળ ધપાવે છે. પરંતુ તમારી સામે કોઈ કેસ નથી, તમને બે વર્ષની સજા નથી. તમને સંસદમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી. તમને ઘણા વર્ષો સુધી ચૂંટણી લડતા રોકવામાં આવ્યા નથી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે વારંવાર અપમાન કરવા છતાં તેમનો પરિવાર ચૂપ રહ્યો. મારા ભાઈએ શું કર્યું? તેઓ સંસદમાં મોદી પાસે ગયા અને તેમને ગળે લગાવ્યા. તેણે કહ્યું હું તમને નફરત નથી કરતો, મને તમારા પ્રત્યે કોઈ ધિક્કાર નથી, આપણી વિચારધારા જુદી છે પણ આપણી વિચારધારા નફરતની નથી. એક માણસનું કેટલું અપમાન કરશો? શું આ આપણા દેશની પરંપરા છે?

પ્રિયંકાએ કહ્યું કે કોંગ્રેસે ભારતીય લોકશાહીનો પાયો નાખ્યો. કોંગ્રેસે ભારતની આઝાદી માટે લડાઈ લડી અને આજે પણ આપણે દેશની આઝાદી માટે લડી રહ્યા છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે લોકોના મનમાં શું છે અને તેઓ શા માટે વિરોધ નથી કરી રહ્યા તે સમજવામાં અસમર્થ છે. શું તેઓ જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે? શું તમે જોઈ શકતા નથી કે તમારી આખી સંપત્તિ લૂંટાઈ રહી છે? તે એક વ્યક્તિને આપવામાં આવી રહ્યું છે, તે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. આ કોની સંપત્તિ છે? શું આ રાહુલ ગાંધીની સંપત્તિ છે? આ તમારી સંપત્તિ છે. તમારા માટે બનાવેલ PSUs તેમને વેચવામાં આવી રહ્યા છે, એક પછી એક તેમને આપવામાં આવી રહ્યા છે. તમારી રોજગાર આ PSUs, નાના ઉદ્યોગો અને નાના વેપારીઓ પાસેથી મળે છે. કોઈ મોટી અદાણી તમને નોકરી આપી શકે નહીં, તેઓ ફક્ત તમારી નોકરીઓ છીનવી લેશે. તો પછી તમે કેમ સમજી શકતા નથી. તમે ગેસ સિલિન્ડર માટે 1000 રૂપિયા ચૂકવો છો અને અહીં તમારી બધી સંપત્તિ આપવામાં આવી રહી છે?

તેના ભાઈને સમર્થન આપનારા તમામ રાજકીય પક્ષોનો આભાર માનતા પ્રિયંકાએ કહ્યું કે આપણે બધાએ હવે એક થવું પડશે કારણ કે દેશ જોખમમાં છે. દેશની સંપત્તિ એક વ્યક્તિને આપવામાં આવી રહી છે અને તે એક વ્યક્તિને બચાવવા માટે આખી સરકાર ઊભી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ હવે ઓબીસીની વાત કરે છે, શું લલિત મોદી ઓબીસી છે, શું નીરવ મોદી ઓબીસી છે, શું મેહુલ ચોક્સી ઓબીસી છે? તેઓ લોકોના પૈસા લઈને ભાગી ગયા હતા. જો તેઓ ભાગેડુ છે તો તેમની ટીકા થાય તો તમને શા માટે દુઃખ થાય છે? તમે (ભાજપ) તે વ્યક્તિને સજા કરો જે દેશને બચાવવા માટે કામ કરે છે અને દેશને લૂંટનારાઓને વિદેશ મોકલે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ