પુલિત્ઝર પુરસ્કાર વિજેતા કાશ્મીરી ફોટો જર્નલિસ્ટ સના ઈર્શાદ મટટૂના વિદેશ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. સના ઈર્શાદએ કહ્યું કે ન્યૂયોર્કમાં પુલિત્ઝર પુરસ્કાર લેવા માટે જઈ રહ્યા હતા પરંતુ મને દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ રોકી હતી. સના કહ્યું કે મારી પાસે યુએસના લીગલ વિઝા અને ટિકિટ હતા. તેમ છતાં મને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવાથી રોકી હતી. સનાએ એમના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને વાતની જાણકારી હતી.
એક બીજા ટ્વિટમાં સનાએ લખ્યું કે, ” આ બીજી વખત છે જ્યારે મને કારણ વિના રોકી છે. થોડા મહિના પહેલા પણ આવું થયું હતું. પછી અધિકારીઓનો સંપર્ક કર્યો છતાં મને કોઈ પ્રતિક્રિયા મળી નહીં. પુરસ્કાર સમારોહમાં હાજર થવું મારા માટે મોટો અવસર હતો”. અહી સનાના આરોપો પર પ્રશાસન કે સરકાર તરફથી હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી.
સના ઈર્શાદ મટટૂ સમાચાર એજન્સી રોયટર્સને માટે કામ કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં 2018થી એક સ્વતંત્ર ફોટો જર્નાલિસ્ટના રૂપમાં કામ કરતા સના ઈર્શાદ મટટૂ સમાચાર એજન્સી રોયટર્સની ટીમના ભાગ રૂપેમાં ફીચર ફોટોગ્રાફી શ્રેણીમાં 2022 પુલિત્ઝર પુરસ્કાર વિજેતાઓમાં ના એક છે. મે 2022માં સનાએ રોયટર્સ ફોટોગ્રાફર અદનાન આબીદી, અમિત દવે અને દિવંગત ડેનિસ સિદ્દીકીની સાથે ભારતમાં કોરોના વાયરસ સંકટનું કવરેજ માટે ફીચર ફોટોગ્રાફીમાં પુલિત્ઝર પુરસ્કાર જીત્યો હતો.
જુલાઈ 2022માં પણ દેશ ન છોડવાની સલાહ હતી. અને પહેલા સના ઈર્શાદે 2 જુલાઈ 2022માં કહ્યું હતું કે તેમને દિલ્હીથી પેરિસ માટે જવા માટે રોકી હતી. ફોટો જર્નાલિસ્ટએ કહ્યું કે તેમની પાસે માન્ય ફ્રેન્ચ વિઝા હતા પરંતુ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ દેશ છોડવાની પરવાનગી આપવાની ના પાડી હતી.
તે સેરેન્ડિપિટી આર્લ્સ ગ્રાન્ટ 2020ના 10 વિજેતાઓમાંથી એકના રૂપમાં એક પુસ્તક લોન્ચ અને એક ફોટોગ્રાફી પ્રદર્શની માટે પેરિસ જઈ રહ્યા હતા. કાશ્મીરી ફોટો પત્રકાર સના મટટૂ દક્ષિણ એશિયાની એ 10 ફોટોગ્રાફરોમાં શામેલ છે જેને 2020માં સેરેન્ડિપિટી આર્લ્સ ગ્રાન્ટ મળ્યો હતો.