/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/Rahul-Gandhi-Latest-News-1.jpg)
અરવિંદ કેજરીવાલે કહ્યું - રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવવા યોગ્ય નથી (ફોટો - અરવિંદ કેજરીવાલ ટ્વીટર)
Rahul Gandhi Latest News: સુરત જિલ્લાની જિલ્લા અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, બિન-ભાજપ નેતાઓ અને પક્ષો પર કાર્યવાહી કરીને તેમને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ સાથે અમારો મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવવા યોગ્ય નથી. સવાલ પૂછવાનું કામ જનતા અને વિપક્ષનું છે. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ, નિર્ણય સાથે અસંમત છીએ.
સજા બાદ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના શબ્દોને ટ્વીટ કરીને કહ્યું, “મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે. રાહુલ ગાંધીની સજા પર, તેમની બહેન પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું, "ડરી ગયેલી સત્તાની પૂરી મશીનરી સામ, દામ, દંડ, ભેદનો પ્રયોગ કરી રાહુલ ગાંધીના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. મારો ભાઈ ક્યારેય ડર્યો નથી અને ક્યારેય ડરશ પણ નહિ. સત્ય બોલતા જીવ્યા છે, સત્ય બોલતા રહીશું. દેશના લોકોનો અવાજ બુલંદ કરતા રહીશું. સત્યની શક્તિ અને કરોડો દેશવાસીઓનો પ્રેમ તેમની સાથે છે.
કાયદામાં વિશ્વાસ રાખનારા લોકો છીએ, અમે કાયદા મુજબ લડીશું
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ મીડિયાને કહ્યું કે, આજે ન્યાયતંત્ર પર દબાણ છે… રાહુલ ગાંધીની જે ટિપ્પણીઓ છે, આવી રાજકીય ટિપ્પણીઓ ચાલતી રહે છે. આવી ટીપ્પણીઓ અટલજી, અડવાણીજીએ અનેક વખત કરી હશે. પરંતુ અગાઉ આ રીતે કેસ નોંધાતા ન હતા. અમને વિશ્વાસ છે કે, આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો - રાહુલ ગાંધી માનહાની કેસ : શું છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી
'જેવું બીજ વાવવામાં આવે, તેવો છોડ ઉગે છે'
રાહુલ ગાંધીના વાક્ય પર પ્રતિક્રિયા આપતા બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે, 'જેવું બીજ વાવવામાં આવે, તેવો છોડ ઉગે છે'. તેમણે કહ્યું, “તત્કાલીન પીએમ મનમોહન સિંહ જી અને શરદ યાદવ અને અન્ય લોકોએ સાથે મળીને કાયદામાં સુધારો કર્યો હતો, જેમાં સજા 2 વર્ષ નહીં પરંતુ 5 વર્ષની હોય તો સંસદની સદસ્યતા ખતમ થઈ જવી જોઈએ અને તેમણે તે બિલને જનતાની સામે ફાડી નાખ્યું હતુ. આજે મને એ જ દિવસ યાદ આવી રહ્યો છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us