પીએમ મોદીનો જન્મ ઓબીસીમાં થયો નથી – રાહુલ ગાંધીનો આક્ષેપ; ગુજરાતમાં મોદી જ્ઞાતિ ક્યારે ઓબીસીમાં સામેલ કરાઇ, ભારતમાં ક્યા રાજ્ય અને સમાજમાં આ અટક હોય છે?

Rahul Gandhi On PM Narendra Modi OBC Cast : રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર પર આક્ષેપ કર્યો કે, તેમને જન્મ ઓબીસીમાં થયો નથી. જાન્યુઆરી 2002માં ગુજરાત સરકારે મોઢ ઘાંચી જાતિને ઓબીસીનો દરજ્જો આપવા એક પરિપત્ર જારી કર્યુ હતુ.

Written by Ajay Saroya
February 08, 2024 22:15 IST
પીએમ મોદીનો જન્મ ઓબીસીમાં થયો નથી – રાહુલ ગાંધીનો આક્ષેપ; ગુજરાતમાં મોદી જ્ઞાતિ ક્યારે ઓબીસીમાં સામેલ કરાઇ, ભારતમાં ક્યા રાજ્ય અને સમાજમાં આ અટક હોય છે?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. (Photo : @RahulGandhi / @narendramodi)

(Shyamlal Yadav) | Rahul Gandhi On PM Narendra Modi OBC Cast : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પીએમ મોદીનો જન્મ ઓબીસી જ્ઞાતિમાં નહીં પરંતુ સામાન્ય જ્ઞાતિમાં થયો છે.

ઓડિશાના બેલપહાડમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદે કહ્યું, “સૌથી પહેલા હું તમને કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદીનો જન્થી ઓબીસીમાં થયો નથી. તમને લોકોને ભયંકર રીતે મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છો, નરેન્દ્ર મોદીજીનો જન્મ તેલી જ્ઞાતિ (ઘાંચી જ્ઞાતિ)માં થયો હતો. તેમના સમુદાયને ભાજપ સરકારે વર્ષ 2000માં ઓબીસીનો દરજ્જો આપ્યો હતો. તે સમગ્ર દુનિયામાં ખોટું બોલી રહ્યા છે કે, હું ઓબીસીમાં જન્મ્યો છું

રાહુલ ગાંધી કહે છે કે, નરેન્દ્ર મોદીનો જન્મ ઓબીસી કેટેગરીમાં થયો ન હોવાથી તેઓ પછાત લોકોના અધિકારો અને અધિકારો સાથે ન્યાય નહીં કરે અને જાતિવાર વસ્તી ગણતરી નહીં કરે.

ભાજપે શું જવાબ આપ્યો

ભાજપના નેતા અમિત માલવિયાએ 27 ઓક્ટોબર, 1999ના રોજ જારી કરાયેલા ગેઝેટ દ્વારા રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો હતો. “PM નરેન્દ્ર મોદીની જાતિને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેની 2 વર્ષ પહેલા, 27 ઓક્ટોબર, 1999 ના રોજ OBC તરીકે સૂચિત કરવામાં આવી હતી.”

2014 અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ વડાપ્રધાનની જાતિનો મુદ્દો ગરમાયો હતો. વડાપ્રધાને શોલાપુર (મહારાષ્ટ્ર)માં એક રેલીમાં કહ્યું હતું કે, ‘હું પછાત વર્ગનો હોવાથી મને નિશાન બનાવવામાં આવે છે.’ 2014માં પણ જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ભાજપનું નેતૃત્વ કરી રહ્યા હતા અને સાંસદની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પણ તેમણે પોતાને પછાત વર્ગના ગણાવ્યા હતા અને કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ મોદીએ રાજકીય લાભ લેવા માટે વર્ષ 2002માં તેમની જાતિ (મોઢ ઘાંચી)ને ઓબીસી યાદીમાં સામેલ કરાવી હતી.

pm narendra modi, rahul gandhi
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદી (તસવીર – ફેસબુક)

1999 અને 2002નો શું છે મામલો?

ગુજરાતની 104 જાતિઓને OBCની કેન્દ્રીય યાદીમાં (એન્ટ્રી નંબર 23) સામેલ કરવામાં આવી છે. આ યાદીમાં ‘ઘાંચી (મુસ્લિમ), તેલી, મોઢ ઘાંચી, તેલી-સાહુ, તેલી-રાઠોડનો સમાવેશ થાય છે. આ તમામ સમુદાયો પરંપરાગત રીતે ખાદ્ય તેલ બનાવવા અને વેપાર કરવા માટે જાણીતા છે. પૂર્વીય ઉત્તર પ્રદેશમાં રહેતા આ સમુદાયોના સભ્યો સામાન્ય રીતે ગુપ્તા અટકનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો મોદી અટક પણ વાપરે છે.

આ પછી ઓબીસીની પ્રથમ કેન્દ્રીય યાદી જાહેર કરવામાં આવી હતી. ઓક્ટોબર 1999માં પણ, મુસ્લિમ ઘાંચી સમુદાયને રાજ્ય (ગુજરાત)ના કેટલાક અન્ય સમુદાયો (તેલી, મોઢ ઘાંચી અને માળી) સાથે ઓબીસીની કેન્દ્રીય યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.

આમ, મોઢ ઘાંચી (જે સમુદાયમાંથી વડાપ્રધાન આવે છે) તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તેના લગભગ 18 મહિના પહેલા (27 ઓક્ટોબર, 2001ના રોજ) ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Rahul Gandhi, Bharat Jodo Nyay Yatra
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (ANI)

તો પછી 2002ના પરિપત્રનો દાવો શું છે?

શક્તિસિંહ ગોહિલે 2014માં દાવો કર્યો હતો કે તેમણે આરટીઆઈ (માહિતીનો અધિકાર) દ્વારા જાણકારી મેળવી હતી કે કિમોદ ઘાંચી સમુદાયને 2002માં ગુજરાતમાં ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. હકીકતમાં જાન્યુઆરી 2002માં ગુજરાત સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. પરંતુ, એવું કહેવાય છે કે ટેક્નિકલ ખામીના કારણે આવું કરવું પડ્યું હતું.

બીબીસીના એક રિપોર્ટમાં એક સરકારી અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, જ્યારે ઘાંચી સમુદાયને ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવી હતી ત્યારે તમામ પેટા જાતિઓને પણ આ યાદીમાં સામેલ કરવા જોઈતી હતી. પરંતુ, સંભવતઃ આવું ન હોવાથી, 2002માં ‘મોઢ ઘાંચી’ને ઓબીસીનો દરજ્જો આપવા માટે એક પરિપત્ર જાહેર કરવો પડ્યો હોત.

હિંદુ, મુસ્લિમ અને પારસીમાં પણ મોદી અટક

મોદી અટકનો ઉપયોગ ઘણા સમાજના લોકો કરે છે. તે કોઈ ચોક્કસ સમુદાય અથવા જાતિને પ્રતિબિંબિત કરતું નથી. ગુજરાતમાં હિંદુ, મુસ્લિમ અને પારસીઓ દ્વારા મોદી અટકનો ઉપયોગ કરવામાં આવે છે. મોદી અટકનો ઉપયોગ કરતા લોકો વૈશ્ય (વેપારીઓ), ખારવાસ (પોરબંદરના માછીમારો) અને લોહાણા (વેપારીઓનો સમુદાય) સમુદાયોમાં સરળતાથી જોવા મળે છે.

pariksha pe charcha, pm modi, today live news, પરીક્ષા પે ચર્ચા 2024
પરીક્ષા પે ચર્ચા 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી – photo credit – Narendra modi youtube

મોદી અટક ધરાવતા લોકો ગુજરાત ઉપરાંત ક્યા રાજ્યમાં હોય છે

ગુજરાત ઉપરાંત યુપી અને બિહારમાં પણ મોદી અટક ધરાવતા લોકો વસે છે. આ અટકનો ઉપયોગ મારવાડીઓ દ્વારા પણ વ્યાપકપણે થાય છે, જેઓ અગ્રવાલ સમુદાયમાંથી આવે છે, જેમના વિશે કહેવાય છે કે, તેઓ હરિયાણાના હિસારના અગ્રોહાના હતા અને ત્યાર બાદ હરિયાણાના મહેન્દ્રગઢ અને રાજસ્થાનના ઝુનઝુનુ અને સીકર જેવા જિલ્લાઓમાં ફેલાયું હતું.

આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના સ્થાપક લલિત મોદીના દાદા રાય બહાદુર ગુજરમલ મોદી મહેન્દ્રગઢથી મેરઠમાં સ્થળાંતર થયા, જેનું નામ પાછળથી મોદીનગર રાખવામાં આવ્યું. ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી ગુજરાતના જામનગરનો રહેવાસી છે, જે પરંપરાગત રીતે હીરાનો વેપાર કરે છે. ટાટા સ્ટીલના ભૂતપૂર્વ ચેરમેન રૂસી મોદી અને ફિલ્મ જગતના સોહરાબ મોદી મુંબઈના પારસી હતા.

શું તમામ મોદીને અન્ય પછાત વર્ગ (ઓબીસી) ગણવામાં આવે છે?

જવાબ છે – ના. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત શ્યામલાલ યાદવ, કમલ સૈયદ અને ગોપાલ બી કટેશિયાના એક લેખ મુજબ, બધા ‘મોદી’ ઓબીસી વર્ગ સાથે જોડાયેલા નથી. હકીકતમાં, નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટે બનાવવામાં આવેલી ઓબીસીની કેન્દ્રીય યાદીમાં ‘મોદી’ નામનો કોઈ સમુદાય કે જાતિ નથી.

આ પણ વાંચો | ક્યારે મળ્યું હતું પીએમ મોદીની જાતિને ઓબીસી સ્ટેટસ? કોંગ્રેસ સરકારમાં ડેપ્યુટી સીએમ રહેલા નરહરિ અમીને કર્યો મોટો દાવો

ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સૂચિબદ્ધ બિહારના 136 સમુદાયોમાં કોઈ “મોદી” નથી. જો કે યાદીમાં તૈલી સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ઓબીસી યાદીમાં રાજસ્થાનના 68 સમુદાયોમાં તૈલી સમુદાયનું નામ છે. પરંતુ મોદી નામ સાથે કોઈ સમુદાયનો ઉલ્લેખ નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ