Adani Group : રાહુલ ગાંધીએ કહ્યું- અદાણી મામલા પર સંસદમાં ચર્ચા નથી ઇચ્છતા પીએમ, કઇ શક્તિ છે તેમની પાછળ, દેશને ખબર તો પડે

રાહુલ ગાંધીએ કહ્યું - હું 2-3 વર્ષથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. સરકાર કેમ આ મુદ્દા પર ચર્ચાથી બચી રહી છે?

Written by Ashish Goyal
February 06, 2023 18:21 IST
Adani Group : રાહુલ ગાંધીએ કહ્યું- અદાણી મામલા પર સંસદમાં ચર્ચા નથી ઇચ્છતા પીએમ, કઇ શક્તિ છે તેમની પાછળ, દેશને ખબર તો પડે
ગૌતમ અદાણી મામલામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો

Rahul Gandhi: ગૌતમ અદાણી મામલામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. તેમનું કહેવું છે કે પીએમ નથી ઇચ્છતા કે સંસદમાં આ મામલા પર ચર્ચા થાય. જોકે દેશને એ ખબર પડવી જોઈએ કે અદાણી પાછળ કઇ શક્તિઓ કામ કરી રહી છે. તેમનું કહેવું હતું કે તે 2-3 વર્ષથી અદાણીનો મુદ્દે ઉઠાવી રહ્યા હતા પર સરકાર સાંભળી રહી ન હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર પુરો પ્રયત્ન કરશે કે સંસદમાં અદાણી મુદ્દા પર કોઇ ચર્ચા ના થાય. સરકારે સંસદમાં તેના પર ચર્ચાની મંજૂરી આપવી જોઈએ.

હું 2-3 વર્ષથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું

રાહુલ ગાંધીએ આ દરમિયાન કહ્યું કે હું સરકાર વિશે ઘણા સમયથી બોલી રહ્યો છું કે ‘હમ દો, હમારે દો’. સરકાર ડરેલી છે કે સંસદમાં અદાણી જી પર ચર્ચા ના થઇ જાય. સરકારને આના પર ચર્ચા કરાવવી જોઈએ. તમે લોકો કારણ જાણો જ છો કે આના પર ચર્ચા કેમ ના થાય, હું 2-3 વર્ષથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. રાહુલ ગાંધીએ કહ્યું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. સરકાર કેમ આ મુદ્દા ચર્ચાથી બચી રહી છે?

આ પણ વાંચો – અદાણી અંગે સરકારે મૌન તોડ્યું, LICનું એક્સપોઝર ‘સીમા’ની અંદર

સંસદથી સડક સુધી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

અદાણી વિવાદ પર સરકાર પાસે જવાબ માંગતા વિપક્ષી દળોના સદસ્યોએ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા પર વિરોધ પ્રદર્શન કર્યો હતો. સાંસદોએ “અદાણી-મોદીમાં યારી હૈ, પૈસે કી લૂટ જારી હૈ”, “એલઆઈસી બચાવો” અને “નહી ચલેગી ઔર બેમાની, બસ કરો મોદી-અદાણી” જેવા સુત્રોચ્ચાર વાળા કાર્ડ લીધા હતા. યુવા કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેશભરમાં આ મુદ્દાને લઇને વિરોધ પ્રદર્શન કર્યા હતા.

લોકસભા સાથે રાજ્યસભામાં પણ આ મુદ્દાને લઇને વિપક્ષના સાંસદોએ હંગામો કર્યો હતો. હંગામા વચ્ચે સભાપતિ જગદીપ ધનખડેએ કહ્યું કે તથ્ય એ છે કે તમે બહારી ઉદ્દેશ્યો માટે વિચાર-વિમર્શ માટે આ પસંદ કરો છો આ ઉચિત નથી. હું તમને અપીલ કરું છું કે આ વિચારવાનો સમય છે કે સામાન્ય આદમી શું વિચારી રહ્યો છે. હંગામા પછી સદનની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ