નયોનિકા બોઝ, સદફ મોડક : આ કન્ટેનરોની એક વસાહત છે – કુલ 42 લોકો – દરેકના ‘ઘરનાં વડા’ નામની નેમપ્લેટ છે. કન્ટેનર નંબર 23 વર્ષા સુરેશ પારધીનું છે. છ વર્ષની વર્ષા અહીં તેની નાની બહેનો વિદિશા (4) અને ઉર્મિલા (3) સાથે રહે છે.
આમાંના ઘણા કન્ટેનર – 42 માંથી ઓછામાં ઓછા 13 – હવે ઇર્શાલવાડીના અનાથોનું ઘર છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઇર્શાલવાડી ગામમાં 19 જુલાઈના રોજ વિનાશક ભૂસ્ખલનને કારણે 84 રહેવાસીઓના મોત થયા પછી, જિલ્લા વહીવટીતંત્રએ બચી ગયેલા લોકો – તેમાંથી ઘણા બાળકો કે જેઓ દુર્ઘટના સમયે રાત્રે ઘરથી દૂર હતા – તેમને નજીકના કેમ્પમાં ખસેડવાનું નક્કી કર્યું. ચોક ગામ.
એક મહિના પછી, ધ સન્ડે એક્સપ્રેસ તેમના કામચલાઉ ઘરોની મુલાકાત લે છે – વાદળી અને સફેદ કન્ટેનર, દરેકમાં ખાટલો-પલંગ, પાણી શુદ્ધિકરણ, ગેસ સ્ટવ, કબાટ અને પ્લાન્ટર પણ છે.
વર્ષા અને તેની બે નાની બહેનો 20 કિલોમીટર દૂર પનવેલ નજીક તેમના મામાને મળવા જઈ રહ્યા હતા, જ્યારે ભૂસ્ખલન થયું, જેમાં તેમના માતા-પિતા સુરેશ અને યોગિતા અને તેમની સૌથી નાની બહેન સેલી, જે ત્રણ મહિનાની હતી, માર્યા ગયા.

વર્ષાના આજી (દાદી) કમલી મહાદુ પારધી, જેઓ તેમના પુત્ર મંગલુ સાથે કન્ટેનર નંબર 21માં રહે છે, કહે છે કે, બાળકો દિવસ આંગણવાડીમાં વિતાવે છે અથવા તેમના કાકાના ફોન પર વિડિયો જોવામાં વિતાવે છે. કમલી બા કહે છે, “જ્યારે અમે અહીં આવ્યા ત્યારે, અમે આ કન્ટેનરની દિવાલો પર તેના માતા-પિતા અને બહેનની કેટલીક તસવીરો ચોંટાડી દીધી હતી. પરંતુ બાળકો તેમના માતા-પિતા વિશે પૂછતા રડતા રહ્યા. તેથી અમે અત્યારે તસવીરો દૂર કરી દીધી છે.” તેના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી ઉપરાંત, કમલીએ તેના પતિ મહાદુ અને ભાભીને પણ ભૂસ્ખલનમાં ગુમાવ્યા છે.
વિનાશ અને પરિણામ
મુંબઈથી લગભગ 60 કિમી દૂર, ઈર્શાલવાડી ગામ, જે ઈર્શાલગઢ કિલ્લા તરફ જતી ટેકરી પર સ્થિત છે, જ્યાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન પ્રવાસીઓ મુલાકાત લે છે. પરંતુ 19 જુલાઇનો વરસાદ ખાસ કરીને વિનાશક સાબિત થયો – લગભગ સવારે 10.45 વાગ્યે, ભૂસ્ખલનથી 44 ઘરોવાળા ગામના મોટાભાગનો વિસ્તાર અને 200 થી વધુની વસ્તી ધરાવતા અન્ય ઘણા ગામોનો મોટાભાગ નાશ પામ્યો.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની આગેવાની હેઠળના સર્ચ ઓપરેશનમાં 27 જુલાઈ સુધીમાં 27 મૃતદેહો મળી આવ્યા હતા. ઓપરેશનને અટકાવવામાં આવ્યું હતું કારણ કે, શોધ માટે જરૂરી ભારે મશીનરી ગામ તરફ ટેકરી ઉપર લઈ જઈ શકાય તેમ ન હતી.
દુર્ઘટનામાં બચી ગયેલા બાળકોમાં એવા બાળકોનો પણ સમાવેશ થાય છે કે, જેઓ 20 કિમી દૂર ચિકલ અથવા પનવેલમાં રહેણાંક આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા હતા, કારણ કે ઇર્શાલવાડી ગામમાં પોતાની શાળા નથી.

લગભગ 138 બચી ગયેલા લોકોને રહેવા માટે, વહીવટીતંત્રે લગભગ 4 કિમી દૂર ચોક ગામમાં જમીનના ટુકડા પર એક કામચલાઉ કેમ્પ સ્થાપ્યો છે, જ્યાં પહેલા પેટ્રોલ પંપ હતો. 42 કન્ટેનર સાથે ઉતાવળમાં સ્થાપિત કેમ્પમાં પોલીસ, મહેસૂલ વહીવટી સ્ટાફ, એક તબીબી કેન્દ્ર, એક સામુદાયિક રસોડું, એક આંગણવાડી અને પુરવઠો સંગ્રહ કરવા માટે અલગ સુવિધાઓ છે.
વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇર્શાલવાડીના બચી ગયેલા લોકોને ટાઉન પ્લાનિંગ ઓથોરિટી, સિડકો દ્વારા બાંધવામાં આવતા કાયમી મકાનોમાં સ્થળાંતર કરીને છ મહિનાની અંદર પુનર્વસન કરવાની યોજના છે.
જિલ્લા કલેક્ટર યોગેશ મ્હાસેએ જણાવ્યું હતું કે, વળતર પૂરું પાડવું, સગીર બાળકોની કાયદેસરની કસ્ટડી તેમની સંભાળ લેવા ઇચ્છુક સંબંધીઓને આપવા અને બાળકો જલ્દીથી શાળામાં પાછા ફરે તેવી ખાતરી કરવા સહિતની વિવિધ પ્રક્રિયાઓ ચાલી રહી છે. જિલ્લા સત્તાવાળાઓ પણ બચી ગયેલા લોકોને બેંક ખાતા ખોલવામાં અને ભૂસ્ખલનમાં ખોવાયેલા દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરવાની પ્રક્રિયામાં છે.
‘PUBG એ અમારો જીવ બચાવ્યો’
ઓછામાં ઓછું એક ગ્રુપ એવું હતું કે, જે તે રાત્રે ઇર્શાલવાડીમાં નહોતું તેટલું નસીબદાર હતું – લગભગ 10 છોકરાઓનું એક ગ્રુપ જેઓ ગામની એક ખંડેર હાલતની શાળામાં PUBG રમવા માટે ભેગા થયા હતા, જેમ કે તેઓ લગભગ દરેક બીજી રાત્રે અહીં પબજી રમવા જતા હતા. જૂની શાળાની ઇમારત એ કેટલીક ઇમારતોમાંની એક હતી, જે ભૂસ્ખલનમાં નુકશાન નથી પામી.
ચોકમાં કન્ટેનરમાં રહેતા છોકરાઓનું આ ગ્રુપ, હવે તેમનો મોટાભાગનો સમય PUBG રમવામાં વિતાવે છે. “આ રમતે અમારો જીવ બચાવ્યો,” 22 વર્ષીય અશોક મધુ ભૂતમ્બરા કહે છે, જેણે તેના માતા-પિતા સહિત તેના પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા હતા.

આ છોકરાઓ, જેમાંથી મોટા ભાગનાએ શાળા છોડી દીધી હતી, તેઓ તેમના માતા-પિતાને કુટુંબના ખેતરોમાં મદદ કરતા હતા, તો હવે તેમના દિવસો ખૂબ જ અલગ દેખાય છે.
દરરોજ સવારે, અશોક અને અન્ય લોકો 24 વર્ષીય પર્વત પિલ્યા પારધીના કન્ટેનર નંબર 40 પર ભેગા થાય છે અને PUBG રમવામાં કલાકો વિતાવે છે. અન્ય લોકો તેમના ફોન પર ચોંટેલા બેસે છે, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ વિડીયો જુએ છે. અશોક કહે છે, “ક્યારેક સાંજે અમે ફૂટબોલ કે વોલીબોલ રમીએ છીએ.”
અશોક તેના મિત્રોમાં સ્પષ્ટ “PUBG લીડર” છે. તેની ગેમિંગ સ્પીડ વધારવા માટે ‘થમ્બ સ્લીવ્ઝ’ પહેરીને – જેને ચોકમાં સ્થાનિક બજારમાં “આંગળીઓ” તરીકે વેચવામાં આવે છે – અશોક કાગળની શીટ પર “કેમેરા સંવેદનશીલતા” પર નોંધ લખવા માટે જ રોકાય છે.
22 વર્ષીય કહે છે કે, તે તેના PUBG જુસ્સાને કંઈક વધુ ગંભીર વસ્તુમાં ફેરવવાની આશા રાખે છે. કદાચ “કદાચ ગેમિંગ સ્ટ્રીમર”. ગયા અઠવાડિયે અશોકે ગેમિંગ યુટ્યુબ ચેનલ શરૂ કરી.
“તે ખૂબ સારો છે. તે અમને રમતને વધુ સારી રીતે કેવી રીતે રમી શકાય, તે શીખવી રહ્યો છે,” 14 વર્ષીય ભરત રાઘો ડોરે કહે છે, જેમણે દુર્ઘટનામાં તેના માતા-પિતા અને ભાઈ ગુમાવ્યા છે.
સામુદાયિક રસોડામાં નાસ્તો, લંચ, ચા અને રાત્રિભોજન પીરસવામાં આવે છે, પર્વત જેવા મોટાભાગના કન્ટેનરમાં રસોઈની જગ્યા મોટે ભાગે બિનઉપયોગી રહે છે. “અમારે રસોઇ કરવી છે, પણ આતા કૌન શિકવાનર અમલા (હવે અમને કોણ શીખવશે?). મારી માતા મારી સાથે નથી,” 23 વર્ષીય પ્રવીણ પાંડુરંગ પારધી કહે છે, જેઓ તેમના પરિવારમાં એકમાત્ર જીવિત છે – તેણે તેના માતા-પિતા અને એક ભાઈ ગુમાવ્યો છે.
જ્યારે PUBG પ્રવીણને તેના દિવસોની ખાલીપામાંથી રાહત આપે છે, તે કાર મિકેનિક બનવાનું સપનું જુએ છે. “મને ઓટોમોબાઈલ ગમે છે. અમારા માટે રોજગારની તકો વિશે માહિતી એકત્ર કરવા તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમારી મુલાકાતે આવ્યા ત્યારે મેં કહ્યું કે, મારે મિકેનિકલ તાલીમનો કોર્સ કરવો છે.
પરંતુ દુર્ઘટનાના ઘા હજુ પણ તાજા છે, જેમાં ઘણા લોકો સંઘર્ષ કરી રહ્યા છે.
20 વર્ષિય કિસન રવીન્દ્ર વાઘ, જે તે રાત્રે ખંડેર ગાલતવાળી શાળામાં PUBG રમી રહ્યો હતો, કહે છે કે તે હવે આ ગેમ રમી શકશે નહીં. આ દુર્ઘટનામાં તેણે તેના માતા-પિતાને ગુમાવ્યા. કિસન કહે છે, “હું YouTube પર વિડિયો જોતો રહું છું, પણ તે દિવસથી મેં PUBG રમ્યું નથી.”
કિસનના પિતરાઈ ભાઈ સકારામ વાઘનું કહેવું છે કે, 20 વર્ષીય કિસન પોતાનો મોટાભાગનો સમય કન્ટેનરમાં કેદમાં વિતાવે છે. તે કહે છે, “પહેલાં, તે ખાતો પણ ન હતો અને અમારામાંથી કોઈની સાથે વાત પણ કરતો ન હતો. હવે, તે ધીમે ધીમે દુખમાંથી બહાર આવી રહ્યો છે અને તેણે તેના મિત્રો સાથે ફરવાનું શરૂ કર્યું છે.”
કિસન કહે છે, “મેં કેટલાક કામચલાઉ કામ માટે સાઇન અપ કર્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરીશ.
પરિવારની ખોટનો સામનો કરવા માટે સંઘર્ષ
અધિકારીઓનું કહેવું છે કે, સગીર વયના બાળકો છે, જેઓ તેમના પરિવારની ખોટનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
કન્ટેનર નંબર 11 એ છે, જ્યાં 16 વર્ષીય વામન ભાઉ ભૂતંબારા તેના ભાઈ-બહેન, 14 વર્ષની જોડિયા વનીતા અને રંજના સાથે રહે છે. ત્રણેય બાળકો માનગાંવમાં આશ્રમ શાળામાં હતા, ત્યારે ભૂસ્ખલન થયું, જેમાં તેમના માતા-પિતા અને ભાઈ-બહેનો માર્યા ગયા.
જ્યારે વામન તેના મિત્રો સાથે અન્ય કેટલાક કન્ટેનરમાં ફરે છે, ત્યારે બહેનો નંબર 11 ની અંદર રહે છે, માત્ર નજીકના કન્ટેનરમાં રહેલા તેમના મામાને મળવા બહાર આવે છે.
વનિતા કહે છે કે, “અમે અમારી (આશ્રમ) શાળામાં છીએ, ત્યારથી અમારા કોઈ મિત્રો નથી. અમે રજાના દિવસોમાં જ ઇર્શાલવાડી અમારા ઘરે આવતા. અમારા મોટાભાગના મિત્રો શાળામાં છે. અમે શાળાએ જવા માટે રાહ જોઈ શકતા નથી.”
વનિતાના કાકી કહે છે કે, “તેઓ જલ્દી શાળાએ પાછા જઈ શકે અને તેમના મિત્રો સાથે રહી શકે તો સારું રહેશે. જલદી તેમને તેમની બેંક પાસબુક મળશે અને અન્ય તમામ કાગળ કામ પૂર્ણ થઈ જશે, તે તેની શાળામાં પાછા જશે.”
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, જિલ્લા વહીવટીતંત્રના ડોકટરોએ જણાવ્યું હતું કે, ઘણા નાના બાળકો ખાસ કરીને દુર્ઘટના પછીના શરૂઆતના દિવસોમાં વાત કરવાનો કે ખાવાનો પણ ઇનકાર કરતા હોવાથી, તેઓ શિબિરમાં નિયમિત કાઉન્સેલિંગ સત્રો પણ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો – Himachal Disaster : કાલકા-શિમલા રોડ પર ભૂસ્ખલન, રેલવે ટ્રેકને નુકસાન : હાઈવે નિર્માણ સામે સવાલો, અને જવાબદાર કારણો
14 વર્ષની રાધિકા પપ્પુ પારધી અને તેની બહેનો મોનિકા (10), અને માધુરી (3), એ 19 જુલાઈએ તેમના માતા-પિતાને ગુમાવ્યા હતા. જ્યારે તેના એક સંબંધી માધુરીને બચાવવામાં સફળ રહ્યા, રાધિકા અને મોનિકા નસીબદાર હતા, કારણ કે તેઓ તેમના મામાના ઘરે રાત રોકાવા ગયા હતા. માનગાંવમાં તેની શાળાની નજીક.
બહેનો હવે કન્ટેનર નંબર 4 માં રહે છે. આ દુર્ઘટના અને તેના પર અચાનક આવી ગયેલી જવાબદારીએ રાધિકાને એક દુર્લભ આત્મવિશ્વાસ આપ્યો છે.
“હું મારો મોટાભાગનો સમય મારી બહેનો સાથે વિતાવું છું, પણ મને અન્ય કન્ટેનરમાં કાકા-કાકી સાથે વાત કરવાનું પણ ગમે છે. મારી બેંક પાસબુક મળતાં જ હું શાળાએ પાછી આવીશ,” રાધિકા કહે છે કે, તેણી તેની બહેન માધુરી તરફ નજર કરે છે, અને ગોળ-ગોળ દોડ્યા બાદ, તેના કન્ટેનરની બહારના નળ પાસે જાય છે અને તેને ખુલ્લો છોડી દે છે. “અરે, બસ કરો બાબા. તુઝે કપડે ઓલે હોનાર (તરા કપડા ભીના થઈ જશે),” રાધિકા તેની નાની બહેન તરફ દોડે છે અને બુમ પાડે છે.