ગુર્જર, જાટ, રાજપૂત અને મીણા, રાજસ્થાનના ચૂંટણી ગણિતને સમજવા માટે આ જાતિઓની જાણકારી જરૂરી

Rajasthan Assembly Election 2023 : રાજસ્થાનની ચૂંટણી ખૂબ જ રસપ્રદ છે, જાતિઓએ તેને વધુ રસપ્રદ બનાવી દીધી છે. ગુર્જર, જાટ, રાજપૂત અને મીણાઓ આ હિન્દી પટ્ટી રાજ્યમાં સૌથી મોટી જાતિઓ છે, જેમની આસપાસ રાજકારણ થાય છે

Written by Ashish Goyal
November 03, 2023 20:33 IST
ગુર્જર, જાટ, રાજપૂત અને મીણા, રાજસ્થાનના ચૂંટણી ગણિતને સમજવા માટે આ જાતિઓની જાણકારી જરૂરી
રાજસ્થાનમાં ગુર્જર, જાટ, રાજપૂત અને મીણા સૌથી મોટી જાતિઓ છે

Rajasthan Assembly Election 2023 : સમયની સાથે દેશનું રાજકારણ ગમે તેટલું આધુનિક બની જાય, વિકાસને વધુ મહત્વ આપવામાં આવે, સ્થાનિક મુદ્દાઓ ઉપર પણ પ્રભુત્વ હોય, પરંતુ તેમ છતાં જાતિઓની બોલબાલા ઓછી થતી નથી. કોઈ પણ પક્ષ માત્ર વિકાસ કે ચહેરાના આધારે ચૂંટણી જીતતો નથી. દરેક પક્ષના સમીકરણ પ્રમાણે જ્ઞાતિ સોશિયલ એન્જિનિયરિંગ કરવું પડે છે. રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં શરૂઆતથી જ જાતિઓનો પ્રભાવ મજબૂત રહ્યો છે. કોંગ્રેસ હોય કે ભાજપ અનેક બેઠકો પર જીત-હાર નક્કી કરનારી જ્ઞાતિઓ જ છે.

આ વખતે રાજસ્થાનમાં ફરી ચૂંટણી નજીક છે ત્યારે બધાનો રસ વધી રહ્યો છે. રાજકીય પંડિત હોય કે ના હોય પરંતુ સૌની નજર આ ચૂંટણી પર છે. હવે દરેક ચૂંટણીના પોતાના સમીકરણો હોય છે, પોતાની જાતિઓ હોય છે. જો તમે પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવા માંગતા હો તો આ બધું જાણવું જરૂરી છે. રાજસ્થાનની ચૂંટણી પણ ખૂબ જ રસપ્રદ છે, જાતિઓએ તેને વધુ રસપ્રદ બનાવી દીધી છે. ગુર્જર, જાટ, રાજપૂત અને મીણાઓ આ હિન્દી પટ્ટી રાજ્યમાં સૌથી મોટી જાતિઓ છે, જેમની આસપાસ રાજકારણ થાય છે. જો તમે એક પછી એક આ જાતિઓ વિશે બધું જ જાણતા હો તો એવું કહેવું ખોટું નહીં હોય કે તમને રાજસ્થાનની ચૂંટણીઓ વિશેની તમામ માહિતી મળી ગઈ છે.

રાજસ્થાનના જાટ મતદારો

જાટ મતદારોને રાજસ્થાનમાં સૌથી પ્રભાવશાળી મતદાતા માનવામાં આવે છે. આ રાજ્યનું રાજકારણ આ વોટબેંકની આસપાસ ઘણું ફરે છે. રાજ્યમાં જાટ મતદારો 10 ટકાની નજીક છે અને 35થી 40 બેઠકો પર હાર-જીત પોતાના દમ પર નક્કી થાય છે. આ એક એવી વોટ બેંક છે જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સરખી રીતે વહેંચાયેલી છે. અહીં પણ શેખાવટી વિસ્તારમાં સૌથી વધુ સક્રિય જાટ મતદાર છે. આ ઉપરાંત જોધપુર, બિકાનેર, બાડમેરમાં પણ જાટ મતદારોને નિર્ણાયક માનવામાં આવે છે. હનુમાનગઢ, ગંગાનગર, ચિત્તોડગઢ, અજમેર જેવા વિસ્તારોમાં આ જ્ઞાતિનું સંપૂર્ણ પ્રભુત્વ છે.

ગત ચૂંટણીમાં 38 જાટ ઉમેદવારો જીત્યા હતા. આમાં ભાજપના 18 અને કોંગ્રેસના 12 ઉમેદવારોએ જીત મેળવી હતી. હવે બેઠકોની દ્રષ્ટિએ જાટ મતદારોનું મહત્વ સમજી લીધું છે પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંને પાસે પણ આવા ઘણા મોટા નેતાઓ છે, જેના કારણે જાટ મત બદલાતા રહે છે. જ્યારે પણ જાટોની વાત આવે છે ત્યારે રાજસ્થાનમાં હનુમાન બેનીવાલનું નામ અવશ્ય બોલાય છે. તેમને જાટના સૌથી પ્રભાવશાળી નેતા ગણી શકાય. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા પરંતુ બાદમાં તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. જોકે કૃષિ કાયદાને કારણે તેમણે ભાજપથી દૂરી બનાવી લીધી હતી. તેઓ સચિન પાયલટની નજીક આવી ગયા છે.

આ પણ વાંચો – છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર

કોંગ્રેસની વાત કરીએ તો તેમાં ગોવિંદ સિંહ ડોટસરા જેવા મોટા જાટ નેતા છે, જે હાલ પ્રદેશ અધ્યક્ષનું પદ પણ સંભાળી રહ્યા છે. ભાજપ પાસે સતીશ પુનિયા જેવા મજબૂત જાટ નેતા પણ છે જે પોતાના દમ પર પાર્ટીના ખાતામાં કેટલીક સીટો લગાવી શકે છે. હાલ પુનિયા વિરોધ પક્ષના નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે, તેમની પાસેથી પાર્ટીએ પ્રદેશ પ્રમુખની ખુરશી છીનવી લીધી હતી તે વાત અલગ છે.

રાજસ્થાનના ગુર્જર મતદારો

હવે જો રાજસ્થાનમાં જાટ મતદારોનું વર્ચસ્વ હોય તો અન્ય ગુર્જરો પણ મોટી સંખ્યામાં પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. આ રાજ્યના રાજકારણની ખૂબી એ છે કે અહીં અનેક જ્ઞાતિઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં કોઈને રાજી કરીને સત્તામાં પાછા ફરવાની અપેક્ષા ન રાખી શકાય. પૂર્વી રાજસ્થાનના વિસ્તારમાં ગુર્જર મતદારો 30થી 35 બેઠકો પર કોઇ પણ ઉમેદવારની જીત નક્કી કરી શકે છે. પરંપરાગત રીતે ગુર્જર સમાજે ભાજપ પ્રત્યે પોતાની વફાદારી દર્શાવી છે. પરંતુ સમય જતાં સચિન પાયલટના કારણે તે વોટબેંકનો કેટલોક હિસ્સો કોંગ્રેસમાં પણ જવા લાગ્યો છે.

રાજસ્થાનની દૌસા, કરૌલી, હિંડન અને ટોંક સીટ પર સૌથી પ્રભાવશાળી ગુર્જર વોટર માનવામાં આવે છે. ભરતપુર, ધોલપુર, ભીલવાડા, બુંદી પણ એવા વિસ્તારો છે જ્યાં ગુર્જર સમુદાય નિર્ણાયક માનવામાં આવે છે. મોટી વાત એ છે કે ભાજપને વફાદાર ગણાતા મતદારોમાં ગત ચૂંટણીમાં તમામ સમીકરણો અકબંધ રહી ગયા હતા. સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી આશા હતી આવી સ્થિતિમાં ગુર્જરોએ કોંગ્રેસને એકમત થઇને મતદાન કર્યું હતું અને ભાજપ સાથે મોટી રાજકીય રમત રમાઈ હતી. નવાઈની વાત એ હતી કે એ ચૂંટણીમાં ભાજપનો એક પણ ગુર્જર ઉમેદવાર જીતી શક્યો ન હતો.

કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટીના સાત ધારાસભ્યો વિધાનસભામાં પહોંચ્યા હતા. બીએસપીના જોગીન્દર સિંહ અવાના પણ જાટ પ્રભુત્વવાળી બેઠક જીતવામાં સફળ રહ્યા હતા.

રાજસ્થાનના રાજપૂત મતદાર

રાજસ્થાનમાં રાજપૂત મતદારો 8 થી 10 ટકાની આસપાસ છે. એવી ઘણી બેઠકો છે જ્યાં તેમની વસ્તી ભલે ઓછી હોય, પરંતુ માત્ર રાજપૂત ઉમેદવાર જ જીતીને વિધાનસભામાં પહોંચે છે. માત્ર આ વલણ એ બતાવવા માટે પૂરતું છે કે ગુર્જર અને જાટ કરતાં ઓછી સંખ્યામાં હોવા છતાં રાજસ્થાનના રાજકારણમાં રાજપૂતોને ક્યારેય અવગણી શકાય નહીં. રાજ્યમાં તેમની વસ્તી લગભગ 8 થી 10 ટકા માનવામાં આવે છે, પરંતુ આના કરતાં વધુ બેઠકોમાં તેમની નિર્ણાયક ભૂમિકા છે. એક આંકડો દર્શાવે છે કે રાજ્યમાં એક યા બીજા સમયે 120 બેઠકો પર રાજપૂત ઉમેદવારો જીતી ચુક્યા છે.

રાજપૂતો લગભગ 30 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવતા હોવા છતાં, આ સમુદાયે છેલ્લી ચૂંટણીમાં ભાજપને જોરદાર ફટકો આપ્યો હતો. એમ કહી શકાય કે પાર્ટીની હારનું સૌથી મોટું કારણ રાજપૂત મતદારો હતા.

રાજસ્થાનના મીણા મતદાર

રાજસ્થાનના પૂર્વ વિસ્તારમાં માત્ર ગુર્જર જ નહીં પરંતુ મીણા સમુદાયનો પણ સારો પ્રભાવ છે. તેને કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં 9 મીણા ઉમેદવારો કોંગ્રેસની ટિકિટ પર જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. ભાજપ તરફથી પાંચ ધારાસભ્યો જીત્યા હતા, જ્યારે ત્રણ અપક્ષો પણ જીતનો ઝંડો ફરકાવવામાં સફળ રહ્યા હતા. નવાઈની વાત એ હતી કે છેલ્લી ચૂંટણીમાં મીણા સમાજના સૌથી મોટા નેતા કિરોણીલાલ મીણાને હારનો સામનો કરવો પડ્યો હતો. જો રાજ્યમાં મીણા અને ગુર્જર સમુદાયના મતોને જોડવામાં આવે તો આ આંકડો 13 ટકા સુધી પહોંચે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ