Rajasthan Assembly Election 2023 : 1000 થી પણ ઓછા મતથી થઈ હાર-જીત, કોંગ્રેસ-ભાજપ બંને માટે આ બેઠકો પર સમીકરણો ઘડાય તે જરૂરી

Rajasthan Assembly Election 2023 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 10 બેઠકો એવી છે, જ્યાં છેલ્લી ચૂંટણીમાં ખુબ ઓછા માર્જિનથી હાર જીત થઈ હતી. અહીં ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) બંનેની તેના પર નજર છે.

Written by Kiran Mehta
Updated : October 29, 2023 00:13 IST
Rajasthan Assembly Election 2023 : 1000 થી પણ ઓછા મતથી થઈ હાર-જીત, કોંગ્રેસ-ભાજપ બંને માટે આ બેઠકો પર સમીકરણો ઘડાય તે જરૂરી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023

Rajasthan Election 2023 : રાજસ્થાન ચૂંટણીને લઈને રાજ્યમાં ઉત્તેજના વધી ગઈ છે, આ સમયે કોણ આગળ છે અને કોણ પાછળ, તે શોધવું પણ મોટો પડકાર છે. જાણકારોનું માનવું છે કે, આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો કપરો રહેવાનો છે. મોટી વાત એ છે કે, ગત વખતે પણ એવું માનવામાં આવતું હતું કે, કોંગ્રેસની લહેર હશે અને મજબૂત બહુમતી સાથે સરકાર આવશે. પરંતુ વાસ્તવિક આંકડાઓમાં ભાજપે પણ સંપૂર્ણ લડત આપી હતી અને તેથી જ એવી ઘણી પરિસ્થિતિઓ હતી, જ્યાં જીત અને હારનો તફાવત માત્ર 1000 મતથી ઓછો હતો.

100 મત અહીંથી ત્યાં ગયા, તો રમત બદલાઈ જશે!

એક આંકડા એવા પણ છે કે, ગત વખતે કોંગ્રેસને પોતાના દમ પર સરકાર બનાવવાની તક મળી ન હતી. તેમના ખાતામાં 100 સીટો ગઈ હતી, જેનો અર્થ છે કે તેમાં બહુમતથી એક બેઠક ઓછી હતી. જો કેટલીક વિધાનસભા બેઠક પર 100 મતદારોએ પણ પોતાનો મત બદલ્યો હોત તો, કોંગ્રેસ નહીં પણ ભાજપ સત્તામાં આવી હોત. આ કારણથી આ સ્પર્ધાને ખૂબ જ અઘરી માનવામાં આવી રહી હતી અને ફરી એકવાર આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ભાજપ બંનેની નજર એ 10 બેઠકો પર છે, જ્યાં છેલ્લી ચૂંટણીમાં જીતનું માર્જિન 1000 થી પણ ઓછું હતું.

10 બેઠકો જ્યાં પરિણામ ગમે ત્યારે બદલાઈ શકે છે

ભીલવાડા જિલ્લાની આસિંદ બેઠકે છેલ્લી ચૂંટણીમાં અજાયબી સર્જી હતી. ભાજપના જબ્બર સિંહ સાંખલાએ કોંગ્રેસના ઉમેદવાર મનીષ મેવાડાને માત્ર 154 મતોથી હરાવ્યા હતા. મોટી વાત એ છે કે, ભાજપે આ સીટ પર સતત ત્રણ વખત જીત મેળવી છે. 2008, 2013 અને 2018 ની ચૂંટણીમાં ભાજપે આ સીટ કબજે કરી હતી. પરંતુ છેલ્લી સ્પર્ધા ઘણી કપરી બની હતી. વાસ્તવમાં, ત્યારે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના મનસુખ સિંહે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું અને તેમના પક્ષમાં ઘણા મતો જીત્યા હતા અને તેના કારણે જીતનું માર્જિન માત્ર 154 રહ્યું હતું. હવે ફરી એકવાર ભાજપે આ બેઠક પરથી જબ્બારસિંહ સાંખલા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસ-ભાજપ વચ્ચે આકરી હરીફાઈમાં કોણ આગળ?

હવે આસિંદમાંથી ભાજપ જીત્યું હતું તો બીજી તરફ મારવાડ સીટ પર જીતનું માર્જીન માત્ર 251 વોટથી નક્કી થયું હતું. આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ખુશવીર સિંહે ભાજપના ઉમેદવાર કેશરામ ચૌધરીને 251 મતોથી હરાવ્યા હતા. આ શ્રેણીમાં ભાજપના ધર્મેન્દ્ર કુમાર પીલીબંગા સીટ માત્ર 278 વોટથી જીતી શક્યા હતા. ત્યારે કોંગ્રેસના વિનય કુમારને નજીકની હરીફાઈમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો2024 Election: ‘બે કલાકમાં સરકાર બનાવતાની સાથે જ…’, રાહુલ ગાંધીની જાતિ ગણતરી અંગેની જાહેરાતે રાજકીય રમત બદલી નાખી

ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, છેલ્લી વખત બુંદી, ફતેહપુર, પોકરણ, દંતરામગઢ, ખેત્રી અને સિવાનામાં જીતનું માર્જિન પણ 1000 થી ઓછું હતું. આવી 9 બેઠકોમાંથી ભાજપને 4 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી હતી અને અપક્ષો એક બેઠક મેળવી શક્યા હતા. મતલબ કે, જો ચાર બેઠકો પણ બદલાઈ હોત તો ચૂંટણીની રમત સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોત.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ