રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : અશોક ગેહલોત વિ. વસુંધરા રાજે વચ્ચેની લડાઈ નથી? શું છે બંને સામે અલગ-અલગ પડકારો છે, આ ત્રણ મોટા મુદ્દા રહેશે

Rajasthan Elections 2023 : એવું માનવામાં આવે છે કે સાઇડલાઇન હોવા છતાં વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપના સૌથી શક્તિશાળી નેતા છે. બીજી તરફ 72 વર્ષની ઉંમરમાં પણ કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમને પડકાર ફેંકતા જોવા મળે છે

Written by Ashish Goyal
October 18, 2023 23:11 IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : અશોક ગેહલોત વિ. વસુંધરા રાજે વચ્ચેની લડાઈ નથી? શું છે બંને સામે અલગ-અલગ પડકારો છે, આ ત્રણ મોટા મુદ્દા રહેશે
વસુંધરા રાજે અને અશોક ગેહલોત (File/Express)

Rajasthan Assembly Elections 2023 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 25 નવેમ્બરે મતદાન થવાનું છે. ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે અને કોંગ્રેસની અંદર મંથન ચાલી રહ્યું છે. 5.2 કરોડ મતદારો તેમની નવી સરકારને પસંદ કરવા માટે તૈયાર છે. એક તરફ અશોક ગેહલોત પોતાની યોજનાઓના સહારે આશા રાખી રહ્યા છે કે તેઓ રાજ્યની જૂની રાજકીય પરંપરાને તોડી નાખશે જેમાં એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસનો ચલણ છે, જ્યારે ભાજપ મુખ્યમંત્રીનો ચહેરો આગળ કર્યા વિના મેદાનમાં છે.

2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વસુંધરા રાજે સિંધિયાની આગેવાની હેઠળની ભાજપ સરકારને હરાવીને 200 સભ્યોના ગૃહમાં 100 બેઠકો સાથે સત્તા મેળવી હતી. અગાઉ 2013ની વિધાનસભામાં ભાજપને 163 બેઠકો સાથે ભવ્ય જીત મળી હતી અને વસુંધરા રાજે મુખ્યમંત્રી બન્યા હતા.

મોટા મુદ્દા શું હશે?

રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને સતત પરીક્ષા પેપર લીક થવાના મુખ્ય મુદ્દાઓ વર્તમાન ગેહલોત સરકારની કસોટી કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું ભાજપ આ મુદ્દાઓનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી શકશે કે નહીં? વસુંધરા રાજે ભાજપ માટે મુશ્કેલ પ્રશ્ન છે. તે ભાજપ રાજસ્થાનના સૌથી ઊંચા નેતા છે. રાજપૂત સમુદાયમાં તેમનો પ્રભાવ છે પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે ભાજપે તેમને સાઈડલાઈન કર્યા છે અને ભાજપને આનો ભોગ બનવું પડી શકે છે.

અશોક ગેહલોત અને વસુંધરા રાજે?

એવું માનવામાં આવે છે કે સાઇડલાઇન હોવા છતાં વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપના સૌથી શક્તિશાળી નેતા છે. બીજી તરફ 72 વર્ષની ઉંમરમાં પણ કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમને પડકાર ફેંકતા જોવા મળે છે.

જોકે આ માત્ર બે ઉમેદવારો વચ્ચેની સીધી લડાઈ નથી. બંને નેતાઓ પોતપોતાના પક્ષોમાં પણ હરીફ છે. જ્યારે અશોક ગેહલોત પાસે 46 વર્ષીય સચિન પાયલટની ચિંતા છે, જ્યારે વસુંધરા રાજેને 52 વર્ષીય દિયા કુમારીની ચિંતા કરવાની જરૂર છે કારણ કે એવી અટકળો છે કે ભાજપ પાર્ટી તેમને વસુંધરા રાજેની જગ્યાએ મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો – મધ્ય પ્રદેશમાં ‘સેક્યુલર’ કોંગ્રેસ નહીં, કમલનાથનું હિન્દુત્વ ચાલશે, ઉમેદવારોની યાદી અને વચન પત્રે જણાવી રણનીતિ

રાજસ્થાનમાં આ મુદ્દાઓ પર રહેશે ભાર

1. રાજસ્થાનમાં પરીક્ષાના પેપર લીક થવા લગભગ સામાન્ય બની ગયું છે. એકલા આ કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછા 14 એવા કિસ્સા બન્યા છે જ્યારે પરીક્ષાના પેપર લીક થયા હતા, જેનાથી અંદાજે 1 કરોડ યુવાનોને અસર થઈ હતી. રાજસ્થાનમાં 48.92 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે અને નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે, તેથી તેમનો ગુસ્સો કોંગ્રેસ માટે મોંઘો સાબિત થઈ શકે છે.

2. રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વારંવાર થતી સમસ્યા છે. આ જુલાઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનમાં મહિલાઓ પર યૌન શોષણ સંબંધિત કુલ 33,000 કેસ છે, પરંતુ ગાંધી પરિવાર મૌન છે. વસુંધરા રાજેએ દાવો કર્યો છે કે મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ ગુનાઓ રાજસ્થાનમાં થયા છે, જ્યાં માત્ર 54 મહિનામાં ઘણી ઘટનાઓ બની છે. આ વખતે રાજ્યમાં 2.51 કરોડ મહિલા મતદારો છે.

3. કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી ન કરવાને કારણે કોંગ્રેસ નેતા સચિન પાયલટને ભૂખ હડતાળ પર બેસવું પડ્યું, આ મુદ્દો પણ ઘણો મહત્વનો છે. જયપુરના બંને મેયરને તેમના પતિ લાંચના કેસમાં સંડોવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભાજપે રાજસ્થાન સરકારની ફ્રી રાશન કિટ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. અહીં એવું માની શકાય કે રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર પણ એક મુદ્દો બની શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ