રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય અમીન ખાનનું નિવેદન ચર્ચામાં છે. તેમણે હિન્દુ રાષ્ટ્રને લઇને કહ્યું કે એક દિવસ ભારત પણ હિન્દુ રાષ્ટ્ર બની જશે છતા આપણને કોઇ મારશે નહીં. કોંગ્રેસ ધારાસભ્યે દેશમાં સેક્યુલરિઝમને લઇને કહ્યું કે અહીં હવે સેક્યુલરિઝમ રહ્યું નથી.
હિન્દુ ભારતમાં બધાની રક્ષા કરશે – અમીન ખાન
અમીન ખાન ગેહલોત સરકાના આ પહેલાના કાર્યકાળમાં મંત્રી રહી ચૂક્યા છે અને હાલ બાડમેરના શિવથી ધારાસભ્ય છે. રાજસ્થાન વિધાનસભામાં ભારતના હિન્દુ રાષ્ટ્રના મુદ્દા પર ચર્ચા દરમિયાન અમીન ખાને કહ્યું કે અમે તો 31 ઓક્ટોબર 1984 પછી ભારતને ધર્મનિરપેક્ષ દેશ માનતા નથી. આ ધર્મનિરપેક્ષ ફક્ત કાગળોમાં છે. રાજસ્થાનની દરેક સ્કૂલમાં એક સંપ્રદાયની પૂજાથી કાર્યક્રમ થાય છે. આ ધર્મનિરપેક્ષ દેશની મજબૂતીનું નિશાન નથી. આ બધા જાણે છે પણ ડરના કારણે કોઇ બોલતું નથી.
આ પણ વાંચો – ભારત જોડો યાત્રા પછી પ્રથમ ચૂંટણી પરીક્ષામાં રાહુલ ગાંધીને ઝટકો, પૂર્વોત્તરમાં કોંગ્રેસ સફાયા તરફ
આરએસએસ પર ઉઠાવ્યા સવાલ
કોંગેસના ધારાસભ્યે કહ્યું કે જો ભારત હિન્દુ રાષ્ટ્ર બની જશે તો પણ અમને કોઇ મારશે નહીં. અમે હિન્દુ ધર્મને સારી રીતે જાણીએ છીએ, હિન્દુ પણ બીજા માણસની રક્ષા કરશે. અમીન ખાને આરએસએસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આરએસએસ માહોલ ખરાબ કરી રહી રહ્યું છે. આરએસએસ પર આરોપ લગાવતા કહ્યું કે જ્યાં પણ અલ્પસંખ્યક વસ્તી છે ત્યાંની સ્કૂલોમાં શિક્ષક ધ્રુજે છે. સરકારે આ બાબતે નજર રાખવી જોઈએ.
સાફિયા જુબેરે કહ્યું- અમે કૃષ્ણના વંશજ
સદનમાં કોંગ્રેસ ધારાસભ્ય સાફિયા જુબેરે પોતાને અને મેવ સમાજને ભગવાન રામ કૃષ્ણના વંશજ ગણાવ્યા. તેમણે કહ્યું કે ઇતિહાસમાં સામે આવ્યું કે મેવ (મુસ્લિમનો એક જાતિય સમુદાય) તો રામ અને કૃષ્ણના વંશજ છે. ધર્મનું પરિવર્તન થઇ ગયું પણ માણસનું લોહી બદલાયું નથી. અમારા લોકોના લોહી રામ અને કૃષ્ણના જ છે.