Rajasthan Elections 2023 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનના દેવગઢમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે રાજસ્થાનના હાલના સીએમ અશોક ગેહલોત સહિત કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા લોકો એવા છે જેમને ભાજપની તાકાતની ખબર નથી, તેઓ વિચારે છે કે જો તમે મોદીને ગાળો આપશો તો તેમની ગાડી ચાલશે. પરંતુ તેમને ખબર નથી કે આ એક એવી પાર્ટી છે જે કાર્યકર્તાઓએ પોતાના લોહી અને પરસેવાથી બનાવી છે. આ પાર્ટી એવી છે કે ચાર પેઢી ખપી ગઈ છે અને એક જ સપના સાથે કે ભારત માતા કી જય. તેમણે કહ્યું કે આ ચૂંટણી માત્ર ધારાસભ્યો, મંત્રી અને મુખ્યમંત્રી બનાવવાની નથી. આ ચૂંટણી વિકસિત ભારત માટે વિકસિત રાજસ્થાનનો મજબૂત પાયો નાખવાની ચૂંટણી છે, તેથી કોંગ્રેસના રાજસ્થાનમાંથી સુપડા સાફ થાય તે જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાજસ્થાનમાં આજ સુધી આનાથી મોટી મહિલા વિરોધી સરકાર ક્યારેય જોઇ નથી.
પીએમ મોદીએ કહ્યું કે સમૃદ્ધ, સુરક્ષિત અને વિકસિત રાજસ્થાન માટે મારા પરિવારના સભ્યો 25 નવેમ્બરના રોજ સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે રાજસ્થાનને અપરાધમાં નંબર વન બનાવ્યું, ભાજપ રાજસ્થાનને રોકાણમાં અગ્રણી બનાવશે. કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં રાજસ્થાનને ટોચ પર પહોંચાડ્યું છે, ભાજપ તમારા રાજ્યને ઉદ્યોગોમાં અગ્રણી બનાવશે. કોંગ્રેસે રાજસ્થાનને પેપર લીકમાં અગ્રણી બનાવ્યું, ભાજપ રાજસ્થાનને શિક્ષણ અને રમતગમતમાં અગ્રણી બનાવશે.
આ પણ વાંચો – રામનવમીના દિવસે રામલલાના માથા પર પડશે સૂર્યના સીધા કિરણો, જાણો કેટલી ખાસ હશે પ્રતિમા
પીએમ મોદીએ કહ્યું કે કાલથી કોંગ્રેસનો શાહી પરિવાર મારી પાછળ પડ્યો છે. રાજેશ પાયલટજી લઇને કોંગ્રેસ નિવેદનો જારી કરી રહી છે, પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે, પરંતુ મારા અસલી પ્રશ્નોના જવાબ આપી રહી નથી. કોંગ્રેસ પૂરી તાકાતથી ખોટું બોલી રહી છે કે કોંગ્રેસના શાહી પરિવારે ક્યારેય રાજેશ પાયલટનું અપમાન કર્યું નથી, પરંતુ હું જે સવાલ ઉઠાવી રહ્યો છું તેનો જવાબ તે આપી રહ્યા નથી.
પીએમ મોદીએ કહ્યું કે આઝાદી બાદ દેશનું સૌથી મોટું કૌભાંડ થયું, તે પણ આપણા દેશના વીર જવાનો માટે ખરીદી કરવાની હતી તેમાં પણ તેમણે કૌભાંડ કર્યું. બોફોર્સ કાંડને દેશ ક્યારેય નહીં ભૂલી શકે. કોંગ્રેસે સબમરીનનું કૌભાંડ કર્યું, હેલિકોપ્ટરમાં કૌભાંડ કર્યું. પાણી હોય, હવા હોય કે જમીન હોય, કોંગ્રેસનો પંજો એક જ કામ કરે છે, ફક્ત લૂંટ.
પીએમે કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આજે ચૂંટણી અભિયાનની અંતિમ સભા દેવગઢમાં યોજાઈ થઇઉ રહી છે. આજે દેવઉઠી એકાદશી પણ છે, આજે તુલસી વિવાહનું પર્વ છે, આજે શ્રી ખાટુ શ્યામજીની જન્મોત્સવનો પાવન પર્વ છે. હું દેશના લોકોને, રાજસ્થાનના લોકોને, 140 કરોડ દેશવાસીઓ તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનમાં આજે ઘણા બધા લગ્નો છે અને આ લગ્નોને કારણે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો હતો જેથી લગ્નમાં કોઈ વિક્ષેપ ન આવે. આમાં રાજસ્થાનની જવાબદારી વધી જાય છે કે તમે સંપૂર્ણ જવાબદારી સાથે મતદાન કરશો. ગત ચૂંટણી કરતા વધારે મતદાન થવું જોઈએ.





