જયપુરઃ એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ રાજકારણ (Rajasthan crisis) ભારે ગરમાયું છે. રાજસ્થાનમાં ચાર દિવસ પહેલા થયેલી રાજકીય બબાલને બીજેપી પોતાનું હથિયાર બનાવવાના મૂડમાં દેખાઈ રહી છે. પાર્ટીનું માનવું છે કે જે પ્રકારે અશોક ગેહલોત ગ્રૂપના 90 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે જેમાં તેઓ જોઈ રહ્યા છે કે કોર્ટના દરવાજા કેવી રીતે ખટખટાવી શકાય છે. બીજેપીનું માનવું છે કે કાયદાકીય ભાગ પર વિચાર કરીને આખો મુદ્દો કોર્ટમાં કેવી રીતે લઈ જઈ શકાય તેના ઉપર વિચાર કરી રહી છે. જોકે પાર્ટીને લાગે છે કે અત્યારના સમયમાં ચૂંટણી જ સારો વિકલ્પ છે. અધિકારીઓ પણ વિમાસણમાં છે. આવી સ્થિતિમાં તો લોકોના કામ જ ન કરી શકે.
રાજસ્થાન વિધાનસભામાં નેતા વિપક્ષ ગુલાબ ચંદ કટારિયાનું કહેવું છે કે ભાજપના નેતા સાથે બેઠક કરીને આખા મુદ્દા ઉપર વિચાર કરશે કે કોર્ટમાં જવાનો કોઈ રસ્તો છે કે નથી. તેમનું કહેવું છે કે વિપક્ષોના રાજીનામાને કાયદાકીય રીતે પડકારવા છે તો નેતાઓને એકસાથે બેસીને પહેલા ચર્ચા તો કરવી પડશે.
રાજસ્થાન કોંગ્રેસમાં વંટોળ ત્યારે આવ્યું જ્યારે સીએમ ગેહલોતને ગાંધી પરિવાર તરફથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ઉતરવા માટેની વાત મળી. સોનિયા ગાંધી ઈચ્છતા હતી કે તેમના ઉમેદવાર તરીકે ગેહલોત મેદાનમાં ઉતરે. ગહેલોત આ માટે રાજી પણ હતા. પરંતુ શરત એટલી જ હતી કે સીએમ પણ તેઓ જ બન્યા રહે. પરંતુ પેંચ ત્યારે ફસાયો જ્યારે રાહુલ ગાંધીએ એક વ્યક્તિ એક પદની વાતને જરૂરી ગણાવી હતી.
કોંગ્રેસના અધિવેશનમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક નેતા એક સમયમાં એક જ પદ ઉપર જ રહી શકે છે. માત્ર ગાંધી પરિવારના સભ્યોને જ આ નિયમથી છૂટ આપવામાં આવી હતી. સચિન પાયલટે આને મુદ્દો બનાવીને સવાલ ઉઠાવ્યો હતો. જેના પગલે આલાકમાને પોતાના પ્રતિનિધિ જયપુર મોકલી દીધા હતા. પરંતુ ગહેલોત જૂથે જીદ્દી વલણ દેખાડ્યું અને 90 ધારાસભ્યોએ સ્પીકરની સામે જઈને રાજીનામું ધરી દીધું હતું.
શું કહે છે કાયદો?એસેમ્બલીનો નિયમ 173(2) કહે છે કે જો કોઈ સભ્ય સ્પીકરને જાતે જઈને રાજીનામું આપે છે તો તેનો અનુરોધ તે સ્પીકર કરી શકે છે. નિયમ 173 (3) પ્રમાણે જો રાજીનામું મેઈલ કે પોસ્ટથી આવ્યું હોય તો તપાસ કરાવી શકે છે કે તે યોગ્ય છે કે નહીં. 173 (4) પ્રમાણે રાજીનામું આપનાર ધારાસભ્ય ક્યારે પણ રાજીનામાને પાછું ખેંચી શકે છે. ધારાસભ્યને આનો અધિકાર છે.
જોકે, આ મામલે સ્પીકર સીપી જોશીએ રાજીનામાઓ ઉપર કોઈ નિર્ણય લીધો નથી. રાજીનામા વ્યક્તિગત રીતે આપવામાં આવ્યા છે. બીજેપીને આ આખી બબાલમાં પોતાના માટે એક આશા દેખાઈ રહી છે. પાર્ટી માની રહી છે કે અત્યારે ચૂંટણી થાય છે તો તેના માટે ફાયદો છે. કારણ કે સચિન – ગેહલોતના ઝઘડાથી લોકો પણ કોંગ્રેસથી લગભગ કંટાળી ગયા છે. ચૂંટણી પછી થઈ તો ડેમેજ કંટ્રોલ થઈ શકે છે.





