નવા CM ના નામ પર કેમ ભડક્યા હતા બધા ધારાસભ્યો, અશોક ગેહલોતે જણાવ્યું કારણ

અશોક ગેહલોતે કહ્યું - તમે વિચારી શકો છો કે જ્યારે સરકાર આપણે બચાવી હતી ત્યારે 102 લોકો હતો અને હું કેવી રીતે આ લોકોને દગો આપી શકું

અશોક ગેહલોતે કહ્યું - તમે વિચારી શકો છો કે જ્યારે સરકાર આપણે બચાવી હતી ત્યારે 102 લોકો હતો અને હું કેવી રીતે આ લોકોને દગો આપી શકું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Photo- File)

Rajasthan Politics:રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ભલે કોંગેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઇ ગયા હોય પણ રાજસ્થાનમાં રાજનીતિક સંકટ ઓછું થયું નથી. મુખ્યમંત્રી અશોક ગેહલોતના એક નિવેદને ફરીથી રાજનીતિક હલચલ વધારી દીધી છે. અશોક ગેહલોતે કહ્યું કે નવા સીએમના નામ પર જ ધારાસભ્ય કેમ ભડકી ગયા તેનું કારણ શું હતું? જેમણે આપણી સરકાર બચાવી તેને હું દગો આપી શકું નહીં.

Advertisment

અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એવી પરિસ્થિતિ કેમ આવી કે ધારાસભ્ય ભડકી ગયા? જ્યારે આપણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે ધારાસભ્ચોને કહ્યું કે ચાલો એક પ્રસ્તાવ આવ્યો છે તેને પાસ કરવાનો છે તેનો કોઇ કાયદો હોય છે. તેના પર ધારાસભ્યો ભડકી ગયા અને બોલવા લાગ્યા કે અમે રાજીનામું આપી દીધું, અમે આ કરી દીધું. આ પછી પ્રદેશ અધ્યક્ષે ધારાસભ્યોને કહ્યું કે અશોક ગેહલોત ફરી અધ્યક્ષ પદનું ફોર્મ ભરશે નહીં. ધારાસભ્ચોએ કહ્યું કે ના ભરો ફોર્મ.

અશોક ગેહલોતે કહ્યું કે તમે વિચારી શકો છો કે જ્યારે સરકાર આપણે બચાવી હતી ત્યારે 102 લોકો હતો અને હું કેવી રીતે આ લોકોને દગો આપી શકું. ગેહલોતે કહ્યું કે જ્યારે કોઇ મુખ્યમંત્રી બદલે છે ત્યારે મુખ્યમંત્રીની સાથ વાળા 80 થી 90% લોકો તેનો સાથ છોડી દેશે, કારણ કે તેમને મંત્રી બનવાનું હોય છે, તેમને કામ પડે છે. હું તેને ખોટું માનતો નથી પણ જ્યારે અહીં નવા મુખ્યમંત્રી બનાવવાની વાત થઇ તો બધા ભડકી કેમ ગયા? મેં તો આજ સુધી આવું જોયું નથી. ધારાસભ્યોને આટલો બધો ડર શું હતો?