Rakul Preet Singh Brother Aman Preet Singh Arrested : બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની પર્સનલ લાઈફ ઠીક નથી ચાલી રહી. આ પહેલા તેમના સસરા વાશુ ભગનાની વિશે સમાચાર સામે આવ્યા હતા કે, આજકાલ તેઓ દેવા સંબંધીત સમસ્યાઓનો સામનો રહ્યા છે અને તેમને પોતાની ઓફિસ વેચવી પડી છે. આ દરમિયાન હવે એક્ટ્રેસના ભાઈ અમન પ્રીત સિંહ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રકુલ પ્રીતના ભાઈ અમનપ્રીતની ધરપકડ કરવામાં આવી છે. અમન પ્રીત સિંહની 2 કરોડના ડ્રગ્સ કોકેન કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
એક તેલુગુ ચેનલના રિપોર્ટ અનુસાર રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહની સાઈબેરાબાદ પોલીસે ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે. રિપોર્ટ અનુસાર અમનપ્રીત કથિત રીતે નાઈજીરિયાના ચાર વ્યક્તિ પાસેથી ડ્રગ્સની ખરીદી કરી રહ્યો હતો.
અહેવાલો અનુસાર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેડલર્સની ધરપકડ કરતા પહેલા પોલીસે તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની કિંમતનું 200 ગ્રામ કોકેઇન જપ્ત કર્યું હતું. તેમાં અમનપ્રીતનું નામ કથિત આરોપી તરીકે લેવામાં આવ્યું છે. આ પહેલા ડ્રગ્સ અને મની લોન્ડ્રિંગ કેસમાં પણ ED દ્વારા અનેક વખત રકુલ પ્રીસ સિંહને સમન્સ ફટકરાવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર હૈદરાબાદ પોલીસે શહેરના બહારના વિસ્તારમાં આવેલા રાજેન્દ્ર નગરમાં એક ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજેન્દ્ર નગર પોલીસ અને એસઓટી (સ્પેશિયલ ઓપરેશન ટીમ)ના આ પર્દાફાશ અભિયાન હેઠળ પ્રખ્યાત અભિનેત્રીના ભાઈ અમનપ્રીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. 2021માં રકુલ પ્રીત સિંહની ઇડી દ્વારા ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસોમાં તેના કથિત સંબંધો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં અભિનેત્રીની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન તેમને પોતાના બેંક સ્ટેટમેન્ટ આપવાનો આદેશ કરાયો હતો.
આ પણ વાંચો | પીએમ મોદીના નામે વધુ એક માઇલસ્ટોન, X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવ્યો
રકુલ પ્રીત સિંહનું વર્કફ્રન્ટ
રકુલ પ્રીત સિંહ ના વર્કફ્રન્ટની વાત કરીયે તો તે અજય દેવગન સાથે ફિલ્મ દે દે પ્યાર દે 2 માં જોવા મળવાની છે. આ ફિલ્મના પ્રથમ પાર્ટમાં પણ અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત અભિનેત્રીના સાઉથમાં પણ ઘણા ફિલ્મ પ્રોજેક્ટ છે.





