રામ મંદિર : 44 ટ્રેનો, 45 ઝોન, 1 લાખ લોકો, 22 જાન્યુઆરી પછી શું કરશે સંઘ? જાણીલો પ્લાન

Ram Mandir Ayodhya : રામ મંદિર ઉદ્ધાટન બાદ આરએસએસ (RSS) અને વીએચપી (VHP) નો પ્લાન છે કે, 1 લાખ એવા લોકો જેમણે મંદિર માટે કઈંક યોગદાન આપ્યું છે, તેમને સ્પેશ્યલ ટ્રેન (Special Train) દ્વારા દર્શન કરાવવાનો છે.

Written by Kiran Mehta
January 12, 2024 14:46 IST
રામ મંદિર : 44 ટ્રેનો, 45 ઝોન, 1 લાખ લોકો, 22 જાન્યુઆરી પછી શું કરશે સંઘ? જાણીલો પ્લાન
Ram Mandir Pran Pratishtha Ceremony Live Updates : રામ મંદિર અયોધ્યા અને આરએસએસ - વીએચપી પ્લાન

Ram Mandir and RSS, VHP : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં યોજાનાર અભિષેક સમારોહની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પીએમ મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરશે. તો, સંઘ પરિવાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, સમારંભ પછી પણ મંદિર પ્રત્યે લોકોનો ઉત્સાહ ઓછો ન થાય. 22 જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય રામલલા પ્રતિષ્ઠા સમારોહ પછી મંદિર પ્રત્યેનો ઉત્સાહ ઓછો ન થાય તેની ખાતરી કરવા માટે સંઘ પરિવાર દેશભરના આ લોકો માટે અયોધ્યા મંદિરના માર્ગદર્શિત પ્રવાસનું આયોજન કરવા તૈયાર છે.

રામ મંદિરના ઉદ્ઘાટન પછી પણ 27 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરીની વચ્ચે 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો (UT) માંથી એક લાખથી વધુ લોકો રામ મંદિરની મુલાકાતે આવે તે સુનિશ્ચિત કરવા તે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યું છે. રેલવે દ્વારા 44 સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા માટે દોડાવવામાં આવી શકે છે. સંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક લાખ શ્રદ્ધાળુઓમાં એવા લોકોનો સમાવેશ થશે, જેમણે અયોધ્યા રામજન્મભૂમિ અભિયાનમાં ભાગ લેવા સહિત વર્ષોથી મંદિરના નિર્માણમાં વિવિધ રીતે યોગદાન આપ્યું છે.

મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર લોકો પ્રત્યે VHP ની જવાબદારી

VHP પ્રમુખ આલોક કુમારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “VHP ની આ જવાબદારી તે લોકો અને તેમના પરિવારો પ્રત્યે છે, જેમણે મંદિરના નિર્માણમાં બલિદાન આપ્યું છે અથવા કોઈ યોગદાન આપ્યું છે. તેમાં એવા કાર સેવકોનો સમાવેશ થાય છે, જેઓ રથયાત્રાનો ભાગ હતા, એવા લોકો પણ કે જેમણે દેશના વિવિધ ભાગોમાં આંદોલનના સમર્થનમાં કાર્યોનું આયોજન કર્યું હતું. તેમજ તે લોકો, જેમણે રામ મંદિર ફંડમાં (નિર્માણ માટે દાન એકત્રીકરણ અભિયાન દરમિયાન) નોંધપાત્ર નાણાકીય યોગદાન આપ્યું હતું.

શું છે VHP ની યોજના?

આ માટે, VHPએ પહેલાથી જ તેના કાર્યકર્તાઓને દેશભરમાં તૈનાત કરી દીધા છે, જેમને આવા આમંત્રિતોની ઓળખ કરવાની અને તેમની અયોધ્યા મુલાકાતની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. VHP પ્રમુખે માહિતી આપી ks, “સમગ્ર દેશને 45 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ઝોનમાં લગભગ 1,500 થી 2,500 યાત્રાળુઓનો ક્વોટા છે, જેઓ આ યાત્રા કરશે. રેલ્વે મંત્રાલયને આ હેતુ માટે 27 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી વચ્ચે 44 વિશેષ ટ્રેનો ચલાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. “એકવાર યાત્રાળુઓ આવી જશે, તેમના રહેવા, ભોજન અને દર્શનની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ