scorecardresearch

રામનવમી દેશભરમાં ઉજવાણી, મધ્ય પ્રદેશમાં પુજા દરમિયાન દુર્ઘટના, 11ના મોત, ગુજરાત અને બંગાળમાં હિંસા

Violence on ramnavami : મધ્ય પ્રદેશમાં હવન દરમિયાન એક મોટી દુર્ગઠના ઘટી હતી જેમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. બીજી તરફ પશ્વિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં પણ આગચંપીની ઘટનાઓ બની હતી.

ram navami, ram navami news,Violence on ramnavami
રામનવમી પર હિંસા

દેશભરમાં ગુરુવારે ઉત્સાહ અને વિશેષ પૂજા સાથે રામનવમી ઉજવવામાં આવી હતી. પરંતુ મધ્ય પ્રદેશમાં હવન દરમિયાન એક મોટી દુર્ગઠના ઘટી હતી જેમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. બીજી તરફ પશ્વિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં પણ આગચંપીની ઘટનાઓ બની હતી. દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ પોલીસના આદેશની અનાદર કરીને ઝૂલુસ કાઢ્યું હતું. જહાંગીરપુરીમાં ગત વર્ષે હનુમાન જ્યંતિ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ ઉપરાંત ગુજરાતના વડોદરામાં બે સ્થળો ઉપર પથ્થરમારાની ઘટના બની હતી.

રામનવમીના અવરસરે રાષ્ટ્રપ દ્રૌપદી મુર્મૂ, ઉપ રાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ત્યાગ, તપસ્યા, સંયમ અને સંકલ્પ ઉપર આધારિત મર્યાદા પુર્ષોત્તમ ભગવાન રામચંદ્રનું જીવન દરેક યુગમાં માનવતાની પ્રેરણાશક્તિ બની રહેશે.

ઇન્દોરમાં 11ના મોત

એક વરિષ્ઠ અધિકારી અનુસાર ઇન્દોરમાં એક મંદિરમાં રામનવમી ઉપર આયોજીત હવન દરમિયાન પુરાતન વાવની છત ધરાશાયી થઇ હતી. જેમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. બીજી તરફ પશ્વિમ બંગાળના હાવડા શહેરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે ગ્રૂપ વચ્ચે હિંસા થઇ હતી. જેમાં હાવનોને આગ લગાવી દીધી હતી. દુકાનોમાં તોડફોડ થઇ હતી. પોલીસે કહ્યું કે ઘટનામાં અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે દોષિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પશ્વિમ બંગાળમાં અન્ય સ્થળો ઉપર ઢોલોની થાપ તથા જય શ્રી રામના જયઘોષ સાથે રામનવમીને ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓની આગેવાની હેઠળ શોભાયાત્રા નીકળી હતી. હાવડા, ખડગપુર, બેરકપુર, ભદ્રેશ્વર, સિલીગુડી અને આસનસોલમાં નીકળી ગયેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ- ગેંગસ્ટર જયેશ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ ભારતને સોંપાશે, લંડનની અદાલતનો ચુકાદો

મહારાષ્ટ્રમાં બે જૂથ વચ્ચે અથડામણ

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં એક રામ મંદિર પાસે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જોકે, પોલીસે સ્થિને નિયંત્રિત કરવાની કોશિશ કરી હતી. આશરે 500 લોકોની ભીડે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 10 પોલીસ કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓ પ્રમાણે આ ઘટના બુધવારે અને ગુરુવાર દરમિયાન રાત્રે જિલ્લાના કિરાડપુરા વિસ્તારમાં થઇ હતી જ્યાં પ્રસિદ્ધ રામમંદિર છે.

અધિકારીઓએ જણાવ્યું કે ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા અને કેટલીક પ્લાસ્ટિકની ગોળીઓ ચલાવી હતી. તેમણે કહ્યું હતું કે આરોપીઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે આઠ ટીમો બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 31 માર્ચ : એફિલ ટાવર દિવસ, ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઇ ગોપાલ જોશીની જન્મજયંતિ

અયોધ્યામાં વિશેષ રોનક

રામનગરી અયોધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સવારે સરયુ નદીમાં પવિત્ર ડુબકી લગાવી હતી અને બાદમાં કનક ભવન, હનુમાનગઢી અને નાગેશ્વરનાથ સહિત દરેક પ્રમુખ મંદિરોના દર્શન કર્યા હતા. હિન્દુ પંચાગના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીએ ભગવાન રામનો જન્મોત્સવ ઉજવવા માટે ભક્તોની ભારે ભીડ હાજર રહી હતી. અયોધ્યામાં સવાર સવારમાં સૂર્યને અર્ધ્ય આપવાની સાથે રામનવમી પર્વની શરુઆત થઈ હતી. માનવામાં આવે છે કે બપોરના સમયે જ્યારે ભગવાન રામનો જન્મ થયો હતો ત્યારે અયોધ્યામાં દરેક મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી.

ગુજરાતના વડોદરામાં પણ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો

ગુજરાતના વડોદરા શહેરમાં રામનવમીએ બે શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. પહેલી ઘટના ફતેપુરા વિસ્તારમાં બની હતી જ્યારે બીજી ઘટના કુંભરવાડામાં થઈ હતી. પોલીસનું કહેવું છે કે ફતેહપુરાની ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી જ્યારે કુંભરવાડામાં ભીડ દ્વારા પથ્થરમારો કરાતા કેટલાક લોકો ઘાયલ થયા છે.

Web Title: Ram navami celebrations tragedy during puja madhya pradesh vioence in gujarat west bengal

Best of Express