States Governors: 13 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુંક, રમેશ બૈસ બન્યા મહારાષ્ટ્રના ગર્વનર, જાણો ક્યાં રાજ્યમાં કોને રાજયપાલ બનાવવામાં આવ્યા

States Governors : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Droupadi Murmu) મહારાષ્ટ્ર (Maharashtra Governor) સહિત 13 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુંકને મંજૂરી આપી છે. જેમાં મહારાષ્ટ્રમાં ભગત સિંહ કોશ્યારીનું (Bhagat Singh Koshyari) રાજીનામું સ્વીકારી તેમના સ્થાન રમેશ બૈસાને (Ramesh Bais Governor) ગવર્નર બનાવવામાં આવ્યા છે

Written by Ajay Saroya
Updated : February 12, 2023 14:29 IST
States Governors: 13 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુંક, રમેશ બૈસ બન્યા મહારાષ્ટ્રના ગર્વનર, જાણો ક્યાં રાજ્યમાં કોને રાજયપાલ બનાવવામાં આવ્યા
રમેશ બૈસા મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બન્યા (ફોટો - એક્સપ્રેસ ફોટો)

રમેશ બૈસની રવિવાર, 12 ફેબ્રુઆરી, 2023ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવ્યા હતા. રમેશ બૈસે ભગતસિંહ કોશ્યારીનું સ્થાન લીધું છે. એક સત્તાવાર પ્રેસ રિલિઝમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના ગવર્નર પદેથી ભગત સિંહ કોશ્યારીનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેની સાથે જ દેશભરમાં અનેક રાજ્યોના રાજ્યપાલોને બદલવામાં આવ્યા છે.

ફાગુ ચૌહાણ બન્યા મેઘાલયના નવા રાજ્યપાલ

જસ્ટિસ (નિવૃત્ત) એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ એ જે રાજ્યપાલોની નિણુંકની ઘોષણા કરી છે તેમાં આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બિસ્વા ભૂષણ હરિચંદનને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. છત્તીસગઢના રાજ્યપાલ અનુસુયા ઉઇકેની મણિપુરના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મણિપુરના રાજ્યપાલ એલ ગણેશનને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ હવે મેઘાલયના નવા રાજ્યપાલ બન્યા છે. તેવી જ રીતે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને બિહારના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુલાબચંદ કટારિયા બન્યા આસામના રાજ્યપાલ બન્યા

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે રાધા કૃષ્ણન માથુરનું રાજીનામું સ્વીકારી લીધું છે. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા (નિવૃત્ત)ને લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે નિમમુંક કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈકને અરુણાચલ પ્રદેશના ગવર્નર તરીકે, લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમના રાજ્યપાલ તરીકે, સીપી રાધાકૃષ્ણનને ઝારખંડના ગવર્નર તરીકે, ગુલાબચંદ કટારિયાને આસામના ગવર્નર તરીકે અને શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કુલ 13 રાજ્યોના રાજ્યપાલ બદલવામાં આવ્યા

રાષ્ટ્રપતિ ભવને રવિવારે 13 રાજ્યો માટે રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ઉપરાજ્યપાલના પદ પર નિમણૂક માટેના નામોની જાહેરાત કરી હતી. ઉપરોક્ત નિમણૂંકો તેઓ તેમની સંબંધિત કાર્યાલયન કાર્ય સંભાળે તે તારીખથી અમલી ગણાશે. રાષ્ટ્રપતિ ભવનના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ભગત સિંહ કોશ્યારી અને લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે રાધા કૃષ્ણન માથુરનું રાજીનામું સ્વીકારી લીધું છે. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભગતસિંહ કોશ્યારીને વર્ષ 2019 માં મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા કોશ્યરી નૈનીતાલના સાંસદ પણ રહી ચૂક્યા છે.

ક્યા રાજ્યમાં રાજ્યપાલ પદે કોની નિમણુંક કરાઇ

  • લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક હવે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા.
  • લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ સિક્કિમના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
  • સી.પી. રાધાકૃષ્ણન ઝારખંડના રાજ્યપાલ બન્યા.
  • શિવ પ્રતાપ શુક્લા હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ.
  • ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • જસ્ટિસ (નિવૃત્ત) એસ. અબ્દુલ નઝીર આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે.
  • આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બિસ્વા ભૂષણ હરિચંદનને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • હાલમાં છત્તીસગઢના રાજ્યપાલ સુશ્રી અનુસુયા ઉઇકે મણિપુરના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે.
  • મણિપુરના ગવર્નર લા ગણેશન હવે નાગાલેન્ડના ગવર્નર બન્યા.
  • બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ હવે મેઘાલયના રાજ્યપાલ બન્યા
  • હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર બિહારના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે.
  • ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • બ્રિગેડ. (ડૉ.) શ્રી બી.ડી. મિશ્રા (નિવૃત્ત), અરુણાચલ પ્રદેશના રાજ્યપાલને હવે લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ