ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડે બુધવારે નવી દિલ્હીમાં પત્રકારિતામાં સૌથી પ્રતિષ્ઠિત રામનાથ ગોયન્કા એવોર્ડ આપ્યા હતા. કોરાના મહામારીના કારણે ત્રણ વર્ષ પછી રામનાથ ગોયન્કા એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે રામનાથ ગોયન્કા એક્સીલેંસ ઇન જર્નલિઝમ એવોર્ડ્સ સેરેમનીમાં 2019 અને 2020ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
2019ના પુરુસ્કારના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી હતી પણ કોરોના મહામારીના કારણે તેમને વ્યક્ગિત રુપથી સન્માનિત કરી શકાયા ન હતા. આ વર્ષે કુલ મળીને બે વર્ષના 43 વિજેતાઓને પુરુસ્કાર આપવામાં આવ્યા હતા.
રામનાથ ગોયન્કા એવોર્ડ્સ દરમિયાન ઇન્ડિયન એક્સપ્રેસના પ્રધાન સંપાદક રાજકમલ ઝા એ આપેલું ભાષણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. રાજકમલે સુપીમ કોર્ટની મહત્વતાની વાત કરી, પત્રકારોની આઝાદીની વાત કરી હતી અને પત્રકારોની આઝાદીથી લોકતંત્ર પર શું અસર રડે છે તેની વાત કરી હતી.
ભાષણની શરૂઆતમાં રાજકમલે ઝા એ કહ્યું હતું કે આ આપણું સૌભાગ્ય છે કે આપણી સાથે માનનીય ચીફ જસ્ટિસ ઉપસ્થિત છે અને સીલબંધ કવરમાં કશું જ નથી. આ વોટ ઓફ થેંક્સ છે. પણ આપણે જે સમયમાં રહી રહ્યા છીએ હું કહેવા માંગીશ કે કોઇ વોટ થશે નહીં. અહીં ફક્ત થેંક્સ થશે.
સીલબંધ કવરની ટિપ્પણીનો ઇશારો સીજેઆઈના હાલના નિવેદન પર હતો. CJI ચંદ્રચુડ હાલમાં જ કોર્ટમાં આપવામાં આવતા સીલબંધ કવરના ઉપયોગ પર ભડક્યા હતા. OROP મામલામાં એટોર્ની જનરલે તેમને સીલબંધ કવર આપ્યું તો તેમણે તેને લેવાથી ઇન્કાર કર્યો હતો.
રાજકમલે આઝાદ મીડિયા માટે CJIના નજરની પ્રશંસા કરી અને કહ્યું કે વર્ષોથી સુપ્રીમ કોર્ટ પત્રકારિતા માટે ધ્રુવ તારા બન્યું રહ્યું છે.
રામનાથ ગોયન્કા એવોર્ડ્સ મેળવનાર વિજેતાઓની યાદી
હિન્દી 2019
પ્રિન્ટ – આનંદ ચૌધરી, દૈનિક ભાસ્કર
બ્રોડકાસ્ટ – સુશીલ મહાપાત્રા
ક્ષેત્રીય ભાષા 2019
પ્રિન્ટ – અનિકેત વસંત સાઠે, લોકસત્તા
બ્રોડકાસ્ટ – સુનીલ બેબી, મીડિયા વન ટીવી
હિન્દી 2020
પ્રિન્ટ – જ્યોતિ યાદવ અને બિસ્મિ તાસ્કિન
બ્રોડકાસ્ટ – આશુતોષ મિશ્રા, આજ તક

ક્ષેત્રીય ભાષા 2020
પ્રિન્ટ – લક્ષ્મી એમ અને રોજ મારિયા વિંસેન્ટ, માતૃભૂમિ ડોટ કોમ
બ્રોડકાસ્ટ – શ્રીકાંત બાંગલે, બીબીસી ન્યૂઝ, મરાઠી
પોલિટિક્સ એન્ડ ગર્વમેન્ટ કેટેગરી 2019
પ્રિન્ટ – ધીરજ મિશ્રા, ધ વાયર
બ્રોડકાસ્ટ – સિમી પાશા, ધ વાયર
રિપોર્ટિંગ ઓન પોલિટિક્સ એન્ડ ગર્વમેન્ટ 2020
બ્રોડકાસ્ટ – બિપાશા મુખર્જી, ઇન્ડિયા ટુડે ટીવી
આ પણ વાંચો – રામનાથ ગોયન્કા એવોર્ડ્સમાં CJI ચંદ્રચુડે કહ્યું – ‘દેશમાં લોકશાહી યથાવત્ રાખવા માટે પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ’
અનકવરિંગ ઇન્ડિયા ઇનવિજિબલ 2019
પ્રિન્ટ – શિવ સહાય સિંહ, ધ હિન્દુ
બ્રોડકાસ્ટ – ત્રિદિપ કે મંડલ, ધ ક્વિન્ટ
અનકવરિંગ ઇન્ડિયા ઇનવિજિબલ 2020
પ્રિન્ટ – થોમસન રોયટર્સ
બ્રોડકાસ્ટ – સંજય નંદન, એબીપી નેટવર્ક
એનવાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી રિપોર્ટિંગ 2019
પ્રિન્ટ – ટીમ પરી
બ્રોડકાસ્ટ – ટીમ, સ્ક્રોલ ડોટ ઇન
એનવાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી 2020
પ્રિન્ટ – મનીષ મિશ્રા, અમર ઉજાલા
બ્રોડકાસ્ટ – ફે ડી સૂજા અને અરુણ રંગાસ્વામી, ફ્રી મીડિયા ઇન્ટરએક્ટિવ
બિઝનેસ એન્ડ ઇકોનોમિક જર્નલિઝમ 2019
પ્રિન્ટ – સુમંત બેનર્જી, બિઝનેસ ટૂડે
બ્રોડકાસ્ટ – આયુષી જિંદલ, ઇન્ડિયા ટુડે ટીવી
બિઝનેસ એન્ડ ઇકોનોમિક જર્નલિઝમ 2020
પ્રિન્ટ – ઓમકાર ખાંડેકર, એચટી-મિંટ
ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ 2019
પ્રિન્ટ – કુનૈન શરીફ એમ, ઇન્ડિયન એક્સપ્રેસ
બ્રોડકાસ્ટ – એસ મહેશ કુમાર, મનોરમા ન્યૂઝ
ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ 2020
પ્રિન્ટ – તનુશ્રી પાંડે, ઇન્ડિયા ટૂડે
બ્રોડકાસ્ટ – મિલન શર્મા, ઇન્ડિયા ટૂડે ટીવી
ફોરેન કોરસપોંડેંટ કવરિંગ ઇન્ડિયા 2020
જોએના સ્લેટર, ધ વોશિંગ્ટન પોસ્ટ
સ્પોર્ટ્સ જર્નલિઝમ 2019
પ્રિન્ટ – નિહાલી કોશી, ઇન્ડિયન એક્સપ્રેસ
બ્રોડકાસ્ટ – ટીમ ન્યૂઝ એક્સ
સ્પોર્ટ્સ જર્નલિઝમ 2020
પ્રિન્ટ – મિહિર વસાવડા, ઇન્ડિયન એક્સપ્રેસ
બ્રોડકાસ્ટ – અજય સિંહ, એનડીટીવી ઇન્ડિયા

રિપોર્ટિંટ ઓન આર્ટ્સ, કલ્ચર એન્ડ એન્ટરટેનમેન્ટ 2020
પ્રિન્ટ – તોરા અગવાલ
સિવિક જર્નલિઝમ 2019
પ્રિન્ટ – ચૈતન્ય મરપકવાર, મુંબઈ મિરર
સિવિક જર્નલિઝમ 2020
પ્રિન્ટ – શેખ અતીક અહમદ, ઇન્ડિયન એક્સપ્રેસ
ફોટો જર્નલિઝમ 2019
જીશાન અકબર લતીફ, ધ કૈરવન
ફોટો જર્નલિઝમ 2020
તરુણ રાવત, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
બુક્સ (નોન ફિક્શન) 2019
અરુણ મોહન કુમાર, પેંગ્વિન રૈંડમ હાઉસ, ઇન્ડિયા
બુક્સ (નોન ફિક્શન )2020
ત્રિપુદમન સિંહ, પેંગ્વિન રૈંડમ હાઉસ, ઇન્ડિયા