scorecardresearch

દેશભરની મહિલા IAS-IPS ઓફિસરોનું રેમ્પ વોક, બીજેપી નેતા શાઈના NCની ડિઝાઈનર સાડી સાથે કર્યું વોક

Ramp walk IAS IPS IRS women Officer : તમામ મહિલા અધિકારીઓએ શાઇના એનસી (BJP leader Shaina NC) દ્વારા ડિઝાઇન કરાયેલ 54 શૈલીની સાડી (designer saree) ઓ પહેરી હતી

Ramp walk IAS IPS IRS women Officer
આઈએએસ, આઈપીએસ, આઈઆઈએસ ઓફિસરોએ રેમ્પ વોક કર્યું (ફોટો – Twitter/ @ShainaNC)

IAS IPS IRS Women Officer Ramp walk : દિલ્હીમાં એક એવું ફેશન વીક યોજાયું જેમાં દેશની તમામ પ્રખ્યાત મહિલા IAS ઓફિસરોએ રેમ્પ વોક કર્યું. 14 માર્ચે નવી દિલ્હીમાં IAS ઓફિસર્સ એસોસિએશન ઓફ વુમન (IASOWA) દ્વારા આયોજિત ‘વોક ફોર અ કોઝ’ ફેશન શોમાં દેશભરમાંથી IAS, IPS અને IRS સહિત લગભગ 450 મહિલા અધિકારીઓએ રેમ્પ પર વોક કર્યું હતું.

તમામ મહિલા અધિકારીઓએ શાઇના એનસી દ્વારા ડિઝાઇન કરાયેલ 54 શૈલીની સાડીઓ પહેરી હતી, જે ભાજપના પ્રવક્તા પણ છે. કેન્સરના દર્દીઓ માટે ફંડ એકત્ર કરવા માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોક એટલા માટે પણ ખાસ છે કારણ કે, મહિલા અધિકારીઓએ તેને સાડીઓમાં કર્યું હતુ. આ શોનું નામ ‘વોક ફોર અ કોઝ’ રાખવામાં આવ્યું હતું. જેમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી મહિલા IAS અધિકારીઓએ પદયાત્રા કરી હતી. આ ફેશન શોમાંથી એકત્ર થયેલા ફંડમાંથી 20%નો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.

આ ફેશન ઈવેન્ટમાં દેશની જાણીતી મહિલા IAS ઓફિસરમાંથી એક સોનલ ગોયલ પણ લાલ સાડીમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. ફેશન ઈવેન્ટનો તેમનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. IAS સોનલ ગોયલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો અને કેટલાક ફોટો શેર કર્યા છે. ફેશન શોનું આયોજન કરનાર ભાજપ નેતા અને ડિઝાઇનર શાઇના એનસીએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇવેન્ટની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.

આ પણ વાંચોરાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ રજૂ કર્યો વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ, જણાવ્યું કારણ

ટીબીના દર્દીઓ માટે સરકારનો નિક્ષય મિત્ર કાર્યક્રમ

અન્ય એક કાર્યક્રમમાં, દેશભરમાંથી 71,000 થી વધુ વ્યક્તિઓ સરકારના નિક્ષય મિત્ર કાર્યક્રમ હેઠળ માસિક પોષણ કીટ આપીને લગભગ 10 લાખ ટીબી દર્દીઓને સહાય કરવા આગળ આવ્યા છે. ટીબીના દર્દીઓને પૂરતું પોષણ મળી રહે તે માટે આ કાર્યક્રમ નવેમ્બર 2022માં શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટીબીના દર્દીઓને સરકાર દ્વારા રોકડ લાભ પણ આપવામાં આવતો હતો. ‘ટીબી મુક્ત ભારત’ તરફ સરકારની આ એક પહેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ દેશભરમાં રોગ વિશે જાગૃતિ ફેલાવતી 75 ટ્રકોને લીલી ઝંડી બતાવી હતી.

Web Title: Ramp walk ias ips irs officer in india iasowa bjp leader shaina nc designer saree

Best of Express