Ratan Tata Disease: ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાના નિધનથી આખા દેશમાં શોકનો માહોલ છે. રતન ટાટા માત્ર એક બિઝનેસમેન જ ન હતા પરંતુ તેઓ એક શાનદાર વ્યક્તિના માલિક પણ હતા. દેશના દેરક ઘરમાં ટાટાનું મીઠું, દાળ અથવા કંઈક ને કંઈક તો જોવા મળી જ જશે. રતન ટાટા વિશે કહેવામાં આવે છે કે તેમણે હંમેશા ભારતના લોકોની જરૂરીયાતના હિસાબે વેપાર કર્યો. રતન ટાટાની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ઠીક નહોતી. મુંબઈના પ્રખ્યાત બ્રિચ કેંડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રતન ટાટાને લો બીપીની બીમારી હતી. જેના કારણે તેમની તબિયત બગડવા લાગી હતી. હાર્ટ રોગના વિશેષજ્ઞ ડો. શારૂખ ગોલવાલાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી.
ડોક્ટર્સના લાખ પ્રયત્નો બાદ પણ રતન ટાટાના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો આવી રહ્યો નહોતો. ઉંમર સાથે ઉભરતી સમસ્યાઓએ સ્થિતિને વધુ ઝટીલ બનાવી દીધી. પ્રાપ્ત માહિતી અનુસાર, રતન ટાટા લો બ્લડ પ્રેશરના કારણે થતી હાઈપોટંશન બીમારીથી પીડિત હતા. જેના કારણે તેમના શરીરના ઘણા અંગો ધીરે-ધીરે કામ કરવાનું બંધ કરી દીધુ હતું. તેમને ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થવા લાગી હતી. વૃદ્ધો માટે આ ગંભીર સમસ્યા બની જાય છે.
લો બીપી કેટલું ખતરનાક?
જો તમારૂં બ્લડ પ્રેશર 90/60 થી ઓછું હોય છે તો ડોક્ટર તેને લો બીપી માને છે. ઉંમર વધવાની સાથે લો બીપી અને હાઈ બીપી બંનેમાં જોખમ વધી શકે છે. લો બીપી થવા પર વૃદ્ધ લોકોમાં હાર્ટ, મગજ અને બીજા અંગોમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. અચાનકથી બીપી લો થવા પર મગજમાં લોહી અને ઓક્સિજનની સપ્લાઈ ઓછી થવા લાગે છે. આવામાં ચક્કર આવવા, માથું દુખવું અને ક્યારેક-ક્યારેક બેભાન થવાની સમસ્યા આવી શકે છે.
આ પણ વાંચો: સુરત મુલાકાત દરમિયાન જ રતન ટાટાએ કહ્યુ હતું – લોકો તેમને કેવી રીતે યાદ રાખશે તો ગમશે
લો બ્લડ પ્રેશરની સારવાર શું છે?
જે લોકોને લો બીપીની સમસ્યા રહે છે તેમણે રાહ જોયા વિના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ સિવાય ખાન-પાન અને લાઈફસ્ટાઈલમાં પણ થોડા બદલાવ કરવા જોઈએ.
- વધારે મીઠું (Salt)વાળી વસ્તુઓ ખાવી.
- વધુ પ્રમાણમાં લિક્વિડ લેવું.
- દારુ અને સિગરેટથી દૂર રહેવું.
- વાયરલ બીમારીઓમાં વધારે પ્રમાણમાં તરલ પદાર્થનું સેવન કરવું.
- નિયમિત કસરત કરવી.
- સીધા ઉભા રહેતા પહલા પગ અને ઘૂંટણમાં થોડું સ્ટ્રેચ કરવું.
- પથારીમાંથી ઉભા થતા પહેલા મદદ લેવી.
- ભારે સામાન ઉંચકવાનું ટાળવું.
- શૌચાલયમાં જોર ન લગાવશો.
- લાંબા સમય સુધી એક જગ્યા પર ઉભા રહેવું નહીં.
- વધારે સમય સુધી ગરમ પાણીના સંપર્કમાં ન રહેવું.
- ઓછી માત્રામાં અને જલ્દી-જલ્દી જમવું.
- કાર્બોહાઈડ્રેડનું સેવન ઓછું કરવું.
- જમી લીધા બાદ આરામ જરૂરથી કરવો.





