scorecardresearch

રવીશ કુમારે પત્રકારત્વનો અભ્યાસ અધવચ્ચેથી છોડ્યો, કુકીંગનો અને કવિતાનો શોખ, જાણો કેમ હટાવી સરનેમ

Ravish Kumar Resign from NDTV : રવીશ કુમારએ નયના દાસગુપ્તા સાથે મેરેજ કર્યા છે. બનેવની 2 દીકરી છે. નયના, મૂળ બંગાળી છે અને પ્રખ્યાત લેડી શ્રી રામ કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર છે.

રવીશ કુમારે પત્રકારત્વનો અભ્યાસ અધવચ્ચેથી છોડ્યો,  કુકીંગનો અને કવિતાનો શોખ, જાણો કેમ હટાવી સરનેમ

રવીશ કુમારએ NDTV માંથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ પોતાની યૂટ્યુબ ચેનલ પર ફોક્સ રાખશે. તેઓ 1996થી NDTV સાથે જોડાયા હતા અને ત્યારથી ચેનલમાં કામ કરી રહ્યા હતા. તેમને ‘રવિશ કી રિપોર્ટ’, ‘ હમ લોગ’, ‘ દેશ ની વાત’, અને પ્રાઈમ ટાઈમ માટે ચર્ચિત છે.

કોણ છે રવીશ કુમાર?

૫ ડિસેમ્બર ૧૯૭૪ માં તેમનો જન્મ મૂળ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લા મોતીહારીમાં થયો હતો. તેમણે શરૂઆતી અભ્યાસ લોયોલો હાઇસ્કૂલ માં થઈ હતી. ત્યાર પછી ગ્રેજ્યુએશન દિલ્લી માંથી કર્યું હતું. ત્યારે શિક્ષકો દ્વારા તેમને પત્રકારિત્વતા કરવાની સલાહ આપી હતી. Outlook માં અપાયેલ ઇન્ટરવ્યૂમાં રવિશ કહે છે કે ભારતીય જનસંચરમાં દાખલો લઇ લીધો છે, પરંતુ કોર્સ પૂરો ન કરી શક્યા.

રવીશ કુમારએ 7 વર્ષ ડેટ કર્યા પછી કર્યા લવ મેરેજ
રવીશ કુમારએ નયના દાસગુપ્તા સાથે મેરેજ કર્યા છે. બનેવની 2 દીકરી છે. નયના, મૂળ બંગાળી છે અને પ્રખ્યાત લેડી શ્રી રામ કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર છે. જેએનયૂથી અભ્યાસ કર્યા પછી નયના અને રવીશની મુલાકાત કોલેજના દિવસોમાં થઇ હતી. 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી મેરેજ કર્યા છે, પરંતુ શરૂઆતમાં રવીશ અને નયનાનો પરિવાર ઇન્ટર કાસ્ટ મેરેજની વિરુદ્ધ હતા, પરંતુ પછી સહમંત થયા હતા.

આ પણ વાંચો: મનિષ સિસોદિયા અને અમિત અરોડાએ બદલ્યા હતા 11 ફોન, સાબિતીને નષ્ટ કરતા રહ્યા- કોર્ટમાં ઇડીનો દાવો

ધોરણ 10માં હટાવી હતી સરનેમ

રવીશ કુમાર જયારે 10માં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે પોતાના નામ માંથી સરનેમ હટાવી લીધી હતી. પછી સરનેમ પાંડેની જગ્યાએ રવીશ કુમાર લીખતા હતા. રવીશએ પોતાના ઇન્ટરવ્યૂમાં તેનું કારણ આપતા જણાવ્યું હતું કે તેમણે પોતાના ગામમાં જાતિગત ભેદભાવને ખુબજ નજીકથી જોયો છે તેથી સરનેમ હટાવવાનો નિર્ણય લીધો હતો.

સવારે 6 વાગે ઉઠી જાય છે, 7 વાગે કામ શરૂ કરે 

રવીશ સવારે 6 વાગે ઉઠી જાય છે, અને 7 વાગ્યાથી લેપટોપ લઈને બેસી જાય છે અને કામ શરૂ કરે છે. કહે છે કે હું સુવા ઈચ્છું છું પણ ઘણી વાર ઊંઘ આવતી નથી. રવીશ કુમારને કવિતાનો સૌથી વધુ શોખ છે. Unfiltered With Samdish ને આપેલ ઇન્ટરવ્યુમાં રવીશ કુમાર કહે છે કે પ્રખ્યાત લેખક કુંવર નારાયણ તેમના સૌથી પ્રિય કવિઓમાંના એક છે. આ સિવાય અનુપમ મિશ્ર, શમસુર રહેમાન ફારૂકી, વિનોદકુમાર શુક્લા પણ મનપસંદ લેખક છે, રવીશની પાસે મારુતિની વિટારા બ્રીજા કાર છે.

આ પણ વાંચો: પંજાબના સીએમ ભગવંત માનના ઘરની બહાર ટ્રેડ યૂનિયનોનું પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

રવીશને કુકીંગનો શોખ 

રવીશ કુમારને જમવાનું બનવાનો શોખ છે, તેઓ કહે છે કે પહેલા તેમને ઘણા ટાઈમ સુધી બહાર રહેવાનું થતું હતું.ઓફિસથી મોદી રાતએ ઘરે આવતા હતા, પરંતુ લોકડાઉન દરમિયાન એક ચાન્સ મળ્યો, નવી રેસિપી શીખવાનો, ઘરના સાથે રહેવાનો, તેમને ચિકન બનવતા શીખ્યા હતા એમાં તેમના મિત્રોએ પણ મદદ કરી હતી, રેસિપી મોકલી હતી, પછી રવીશએ બનાવીને ફોટો મોકલ્યો હતો. રવીશ કુમારને રેમન મેગ્સેસ જેવો પ્રખ્યાત એવાર્ડ પણ મળ્યો હતો.

ધમકીના કારણે રસ્તો બદલીને ચાલવું પડ્યું હતું

રવીશ કુમાર કહે છે કે મને સતત ધમકીઓ મળતી હતી. પહેલા પોતાની જિંદગી આરામથી જીવતો હતો, પરંતુ બંદૂકના ડરથી જીવવું કોને પસંદ છે? મને ધમકીઓ એક ખાસ વર્ગ અને વિચારધારાના લોકો તરફથી મળતી હતી, જે હાલ વધારે પાવરફુલ થઇ ગયા છે. ઘણીવાર એવું પણ થયું છે કે મને વારંવાર સરતો બદલીને ચાલવું પડ્યું હતું. રવીશ કહે છે કે મારતી વધુ મારા પરિવારને તેની કિંમત ચૂકવવી પડી છે, ખાસકરીને બાળકો લોકડાઉન દરમિયાન મેં આ વાત નજીકથી સમજી હતી. કોઈ પણ જગ્યાએ જાઉં છું તો લોકો થી બાળકોના ફોટા લેવા લાગે છે. એ બાળકો પર તેની ખરાબ અસર પડે છે.

NDTV થી ગયા પછી અર્નબ ગોસ્વામી સાથે વાત થઇ નથી

અહીં જણાવી દઈએ કે અર્નબઃ ગોસ્વામી પણ NDTV નો ભાગ હતા, પછી તે નીકળી ગયા હતા. રવીશ કુમાર જણાવે છે કે NDTV છોડ્યાના થોડા દિવસ પછી અર્નબ સાથે વાત માત્ર હાય, હેલો જેવું થતું હતું, પંરતુ ત્યાર પછી વાત થઇ નથી. અર્નબ, ઓક્સફેર્ડ માંથી અભ્યાસ કર્યો હતો.

Web Title: Ravish kumar resign from ndtv biography life style news

Best of Express