પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેખાશે નારી શક્તિ; થીમથી લઇ બેન્ડ અને જમીનથી આકાશ સુધી બધે જ મહિલા નેતૃત્વ

Republic Day 2024 Women Power In Parade Celebration : આવુ પહેલીવા હશે જ્યારે એક સાથે વાયુસેનાની છ મહિલા ફ્લાઇટર પ્લેન પાયલોટ ફ્લાઇ પોસ્ટનો હિસ્સો બનશે. ફ્લાઇટ લેફ્ટિનેંટ અનન્યા શર્મા અને ફ્લાઇંગ ઓફિસર અસ્મા શેખ ઝાંખીમાં હાજર રહેશે.

Written by Ajay Saroya
January 20, 2024 15:37 IST
પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેખાશે નારી શક્તિ; થીમથી લઇ બેન્ડ અને જમીનથી આકાશ સુધી બધે જ મહિલા નેતૃત્વ
વર્ષ 2023માં નવી દિલ્હીમાં 74મા પ્રજાસત્તાક દિવસના સમારોહ દરમિયાન મહિલા સૈન્ય દળ પરેડ કરી રહ્યા છે. (Express photo by Praveen Khanna)

India Women Amry On Republic Day Parade Celebration: આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણીમાં મહિલાઓને અગ્રીમતા આપવામાં આવશે. રાજધાનીમાં મુખ્ય પરેડ અને સમારંભોમાં મહિલાઓ પર સંપૂર્ણ ફોકસ રહેશે. શુક્રવારે રક્ષા મંત્રાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રક્ષા સચિવ ગિરધર અરમાનેએ 75માં ગણતંત્ર દિવસ પરેડ સમારોહ અને તેનાથી સંબંધિત મુખ્ય આકર્ષણો વિશે ઘણી નવી વાતો જણાવી. તેમણે કહ્યું કે પરેડ સમારોહની મુખ્ય થીમ ‘મહિલા કેન્દ્રીય, વિકસીત ભારત અને ભારત – લોકતંત્ર માત્રુકા’ હશે. પરેડનો કુલ સમયગાળો 90 મિનિટનો હશે.

દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની પરેટ સવારે સાડા 10 વાગે શરૂ થશે. કર્તવ્ય પથ પર પ્રેક્ષકોની કુલ ક્ષમતા 77 હજાર છે. જેમાં જાહેર જનતા માટે લગભગ 42 હજાર બેઠકો રિઝર્વ રાખવામાં આવી છે.

કર્તવ્ય પથ પર કદમતાલ મિલાવશે સંયુક્ત મહિલા દળ

પહેલીવાર ત્રણેય સશસ્ત્ર સેનાના સંયુક્ત મહિલા દળ કર્તવ્ય પથ પર પરેડ દરમિયાન કદમતાલ મિલાવી કુચ કરતા નજરે પડશે. આ ઉપરાંત ફ્રાન્સની 95 સભ્યોની માર્ચિંગ સ્કવોડ અને 33 સભ્યોની બેન્ડ ટુકડી પણ પરેડ સેરેમનીમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ વખતે ગણતંત્ર દિવસ પરેડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

ફ્રાંસના માલવાહક ટેન્કર વિમાન અને રાફેલ વિમાન પણ સામેલ થશે

ફ્લાઇ પોસ્ટમાં ભારતીય વાયુસેનાના વિમાનોની સાથે ફ્રાંસના એક બહુઉદ્દેશીય માલવાહક ટેન્કર વિમાન અને બે રાફેલ લડાકુ વિમાન પણ સામેલ થશે. તે ઉપરાંત કેન્દ્રીય અર્ધ સૈન્યદળોની ટુકડીમાં પણ મહિલાઓની સંખ્યા વધારે જોવા મળશે. પરેડ કરનાર સૈન્ય ટુકડીમાં મોટાભાગે મહિલાઓ હશે અને વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રદર્શિત કરવામાં આવનાર ઝાંખીમાં પણદેશની અડધી વસ્તી ઉપરાંત ભારતની સાંસ્કૃતિક વરાસત, એકતા અને વિકાસની સ્પષ્ટપણે ઝલક જોવા મળશે.

100 મહિલા કલાકારો ભારતીય સંગીતના વાંજીંત્રો સાથે દેખાશે

તેમણે કહ્યું કે, પ્રજાસતાક દિવસના સમારોહની થીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ભારત લોકતંત્રની જનની છે’ના વિચાર પરથી લેવામાં આવી છે. અરમાને જણાવ્યું કે પહેલીવાર 100 મહિલા કલાકારો ભારતીય સંગીતનાં વાજીંત્રો સાથે જોવા મળશે. પરેડની શરૂઆત શંખ, નાદસ્વરમ અને નગારા વડે થશે. તેમણે કહ્યું કે આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે પરેડ સમારોહમાં હાજરી આપશે.

પરેડ સેરેમની નિહાળવા માટે 13 હજાર ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેની પાછળનો ઉદ્દેશ્ય જનભાગીદારી દ્વારા સામાન્ય લોકોને મોટી સંખ્યામાં પરેડ સમારોહનો હિસ્સો બનાવવાનો છે. આ ખાસ મહેમાનો કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ છે. સંરક્ષણ સચિવે કહ્યું કે પરેડ સમારોહમાં કુલ 25 ઝાંખીઓ જોવા મળશે. તેમાંથી 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હશે અને નવ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે સંકળાયેલી હશે. આ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢનો સમાવેશ થાય છે.

પ્રથમ વખત મહિલા ફાઈટર પાઈલટ ‘ફ્લાય પાસ્ટ’નો હિસ્સો બનશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ પર વાયુસેનાની ઝાંખી, પરેડ ટુકડી અને ફ્લાય પાસ્ટ સંપૂર્ણપણે દેશની અડધી વસ્તી એટલે કે મહિલા શક્તિ અને આત્મનિર્ભર ભારતની થીમ પર કેન્દ્રિત રહેશે. ફ્લાયમાં ભાગ લેનાર વાયુસેનાના કુલ 51 એરક્રાફ્ટ (29 ફાઇટર એરક્રાફ્ટ, આઠ કાર્ગો એરક્રાફ્ટ, 13 હેલિકોપ્ટર, એક એન્ટીક એરક્રાફ્ટ, આર્મીના ચાર એરક્રાફ્ટ અને નેવીનું એક એરક્રાફ્ટ)ની ટુકડીમાં 15 મહિલા પાઇલોટનો પણ સમાવેશ કરવામાં આવશે. તેમાંથી છ ફાઈટર એરક્રાફ્ટ પાઈલટ છે.

આ પ્રથમ વખત હશે જ્યારે વાયુસેનાની છ મહિલા ફાઈટર એરક્રાફ્ટ પાઈલટ એક સાથે ફ્લાય પાસ્ટનો હિસ્સો બનશે. ફ્લાઇટ લેફ્ટનન્ટ અનન્યા શર્મા અને ફ્લાઇંગ ઓફિસર અસ્મા શેખ ટેબ્લોમાં હાજર રહેશે. બંને વાયુસેનાના સુખોઈ-30 ફાઈટર એરક્રાફ્ટ પાઈલટ છે.

આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિર ઉપરાંત આ સ્થળે પૂજા – દર્શન કરવા ભક્તોનું ધસારો, જાણો કેમ અને તેનું મહત્વ

વાયુસેનાની પરેડ સૈન્ય ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર ઠાકુર કરશે. તેમની સાથે સ્ક્વોડ્રન લીડર સુમિતા યાદવ, સ્ક્વોડ્રન લીડર પ્રતિતિ આહલુવાલિયા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ કીર્તિ રોહિલ પણ હાજર રહેશે. સ્ક્વોડ્રન લીડર ઠાકુર ફાઇટર કંટ્રોલર છે. સૈન્ય દળની કૂચ ટુકડી ઉપરાંત, અગ્નિવીર વાયુ (મહિલા)ની ત્રિ-સેવા ટુકડી પણ પરેડમાં ભાગ લેશે. 48 અગ્નિવીર વાયુ મહિલાઓ હશે જે આ મહિલા ટીમનો ભાગ હશે. ફ્લાઇટ લેફ્ટનન્ટ સૃષ્ટિ વર્મા ત્રિ-સેવા ટુકડીના વધારાના અધિકારી તરીકે કૂચ કરશે. સ્ક્વોડ્રન લીડર સુમિતા યાદવે ગયા વર્ષે ફ્રાન્સમાં આયોજિત બેસ્ટિલ ડે પરેડ સમારોહમાં પણ ભાગ લીધો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ