rpf jawan shoots 4 persons in train : ગુજરાતથી મુંબઈ જઇ રહેલી ટ્રેનમાં આજે સોમવારે વહેલી સવારે 5 વાગ્યાના અસરામાં ચાલુ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટનાના પગલે એક એએસઆઇ સહિત ચાર મુસાફરોના મોત નીપજ્યા છે. આરપીએફ જવાન ઉપર ફાયરિંગનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાને સોમવારે મહારાષ્ટ્રમાં પાલઘર રેલ્વે સ્ટેશન (મુંબઈથી લગભગ 100 કિમી દૂર) નજીક ટ્રેનમાં સવાર ચાર વ્યક્તિઓને ગોળી મારી દીધી હતી. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે , જવાને તેના સ્વચાલિત હથિયારથી ફાયરિંગ કર્યું હતું, જેમાં અન્ય આરપીએફ જવાન અને ટ્રેનના ત્રણ મુસાફરો માર્યા ગયા હતા . ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચી ગઈ છે, અને ઘાયલોને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આરપીએફના બે જવાન વચ્ચે થયો હતો ઝઘડો
મળતી માહિતી પ્રમાણે જયપુરથી મુંબઇ જઈ રહેલી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફના બે જવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેના પગલે આરપીએફના કોન્સ્ટેબલનું અંધાધુધ ફાયરિંગ કર્યું હતું. જેના પગલે આરપીએફના જવાન સહિત ત્રણ મુસાફરોના મોત નીપજ્યા હતા. ફાયરિંગ કરનાર આરપીએફના જવાનની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
ફાયરિંગ કરનાર આરપીએફ જવાનની ધરપકડ
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ટ્રેન જયપુરથી મુંબઇ જઇ રહી હતી ત્યારે મુંબઇથી લગભગ 100 કિલોમિટર દૂર પાલઘર પર ટ્રેનના બી-5 કોચમાં આરપીએફ જવાને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક જવાન સહિત ત્રણ મુસાફરના મોત નીપજ્યા હતા. ટ્રેન મુંબઇ આવ્યા બાદ આરપીએફ જવાનની ધરપકડ કરવામાં આવી હતી. અને પોલીસની ટીમ દ્વારા વધુ તપાસ હાથધરવામાં આવી છે.