RSSએ રાહુલ ગાંધીને આપી સલાહ, દત્તાત્રેય હોસબાલેએ કહ્યું- તે વિપક્ષના પ્રમુખ નેતા, વધારે જવાબદારી બતાવવી જોઈએ

RSS on Rahul Gandhi: સમલૈંગિક વિવાહના સવાલ પર દત્તાતેય હોસબાલેએ કહ્યું કે લગ્ન ફક્ત વિપરિત લિંગના લોકો વચ્ચે થઇ શકે છે. સંઘ સમલૈંગિક વિવાહ પર સરકારના વિચારથી સહમત છે

Written by Ashish Goyal
Updated : March 14, 2023 19:56 IST
RSSએ રાહુલ ગાંધીને આપી સલાહ, દત્તાત્રેય હોસબાલેએ કહ્યું- તે વિપક્ષના પ્રમુખ નેતા, વધારે જવાબદારી બતાવવી જોઈએ
RSSના જનરલ સેક્રેટરી દત્તાતેય હોસબાલે (File)

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ તરફથી રાહુલ ગાંધીને સલાહ આપવામાં આવી છે. RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના અંતિમ દિવસે મીડિયા સાથે વાતચીતમાં સંઘના જનરલ સેક્રેટરી દત્તાતેય હોસબાલેએ કહ્યું કે રાહુલ ગાંધીએ વધારે જવાબદારી દેખાડવી જોઈએ અને વાસ્તવિકતાને બતાવવી જોઈએ.

રાહુલ ગાંધી દ્વારા આરએસએસ પર સતત કરવામાં આવેલા પ્રહારને લઇને મીડિયાના સવાલ પર પ્રતિક્રિયા આપતા દત્તાત્રેય હોસબાલેએ કહ્યું કે મને લાગે છે કે આ વિશે કોમેન્ટ કરવાની કોઇ જરૂર નથી. તે પોતાના રાજનીતિ એજન્ડા પર ચાલે છે. અમારી અને તેમની કોઇ પ્રતિસ્પર્ધા નથી.

તેમણે કહ્યું કે તે સંઘ વિશે બોલે છે, તેના પર હું એટલું જ કહીશ કે કોંગ્રેસના તેમના પૂર્વજોએ સંઘ પર તમામ ટિપ્પણીઓ કરી. દેશના લોકો, દુનિયાના લોકો સંઘને પોતાના અનુભવથી જોઇ રહ્યા છે, શીખી રહ્યા છે. કદાચ તે પણ જાણતા હશે. હું ફક્ત એટલું કહેલા માંગીશ કે વિપક્ષના એક પ્રમુખ રાજનેતા હોવાના કારણે તેમણે વધારે જવાબદારી દેખાડવી જોઈએ અને વાસ્તવિકતાને જોવી જોઇએ.

આ પણ વાંચો – સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે કે ગેરકાયદેસર? સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની એફિડેવિટનો અર્થ શું છે

કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ઇમરજન્સી દરમિયાન હું જેલમાં હતો. જેમણે દેશને જેલમાં બદલી દીધો તે માટે તેમણે ક્યારેય માફી માંગી નથી. શું તેમને લોકતંત્ર વિશે વાત કરવાનો અધિકાર છે, આ જનતાએ નક્કી કરવાનું છે. લોકતંત્ર કેવી રીતે ખતરામાં છે? આખા દેશમાં ચૂંટણી થઇ રહી છે.

દત્તાતેય હોસબાલેએ કહ્યું કે ભારતની તે ઓળખ જે રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર બધા લોકો માટે ગર્વની વાત રહી છે, આજના સમયે દુનિયા સામે પ્રસ્તુત કરવાની છે. આગામી 25 વર્ષોમાં ભારતે ફક્ત આર્થિક રુપથી જ નહીં રમત અને સંસ્કૃતિ જેવા અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ કરવાનો છે.

સમલૈંગિક વિવાહના સવાલ પર તેમણે કહ્યું કે લગ્ન ફક્ત વિપરિત લિંગના લોકો વચ્ચે થઇ શકે છે. સંઘ સમલૈંગિક વિવાહ પર સરકારના વિચારથી સહમત છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ