દિલ્હી – મુંબઈ સ્પાઇસજેટ ફ્લાઇટમાં કેબિન ક્રૂ સાથે અભદ્ર વ્યવહાર, એર હોસ્ટેસ અને કો-પેસેન્જરની તસવીરો લેવાનો આરોપ

passenger harasses air hostess : એરલાઇન્સે ઘટનાની પુષ્ટી કરી અને કહ્યું કે પેસેન્જરે બાદમં પોતાના ફોનમાંથી તસવીર ડીલિટ કરી દીધી અને પોતાની હરકત માટે જાહેરમાં માફી માગી હતી.

Written by Ankit Patel
August 19, 2023 12:18 IST
દિલ્હી – મુંબઈ સ્પાઇસજેટ ફ્લાઇટમાં કેબિન ક્રૂ સાથે અભદ્ર વ્યવહાર, એર હોસ્ટેસ અને કો-પેસેન્જરની તસવીરો લેવાનો આરોપ
ફ્લાઇટનો વીડિયો - Photo screen grab

Ruckus in Flight : દિલ્હી મુંબઈ સ્પાઇસ જેટ ફ્લાઇટમાં ઉડાન ભરનારા એક પુરુષ પેસેન્જર પર એક મહિલા ફ્લાઇટ એટેન્ડેટ અને એક મહિલા સહયાત્રીને પરેશાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પહેલી લાઇનમાં બેઠેલા વ્યક્તિએ કેબિન ક્રૂની તસવીર લીધી હતી. એરલાઇન્સે ઘટનાની પુષ્ટી કરી અને કહ્યું કે પેસેન્જરે બાદમં પોતાના ફોનમાંથી તસવીર ડીલિટ કરી દીધી અને પોતાની હરકત માટે જાહેરમાં માફી માગી હતી.

એરલાઇન્સના એક પ્રવક્તાએ કહ્યું કે 2 ઓગસ્ટે દિલ્હીથી મુંબઈ જનારી સ્પાઇસજેટની ઉડાન SG157ની પહેલી લાઇનમાં બેઠેલા એક યાત્રીએ ત્યારે કેબિન ક્રૂની તસવીર લીધઈ જ્યારે તે ટેક ઓફ સમયે જંપ સીટ પર બેઠી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ચાલક દળના સભ્યોએ યાત્રીની પૂછપરછ કરી હતી. તેના ફોનમાંથી તસવીર ડીલીટ કરી દીધી હતી. પોતાની હરકત માટે માફી પણ માંગી. યાત્રીએ લેખિતમાં માફીપત્ર પણ આપ્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે ઘટનાનો વીડિયો

આ વચ્ચે ફ્લાઇટની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક યાત્રી મંજૂરી વગર મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટ અને પોતાની મહિલા સહ-યાત્રીની આપત્તિજનક તસવીરો લેવાની કોશિશ કરી રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે જ્યારે તેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી તો એમાંથી વિમાનમાં સવાર મહિલાઓની આપત્તિજનક તસવીરો મળી હતી. જોકે, બાદમાં બધી તસવીરો ડિલીટ કરવામાં આવી હતી.

દિલ્હી મહિલા આયોગે ઘટનાને જાતે ધ્યાનમાં લીધી

દિલ્હી મહિલા આયોગે ઘટનાને જાતે ધ્યાનમાં લીધી હતી. આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે ઉડાનોમાં યૌન શોષણની ફરિયાદ વધી રહી છે. આ અસ્વીકાર્ય છે. આ વિશેષ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવવી જોઈએ. મામલાની ઉંડાણ પૂર્વક તપાસ કરવી જોઇએ.દોષિયોને દંડિ કરવા જોઈએ. ડીજીએસીએને ઉડાનોમાં યૌન શોષણ વિરુદ્ધ જીરો ટોલરેન્સની નીતિ અપનાવવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક કાર્યવાી કરવી જોઈએ.

દિલ્હી પોલીસ, આઈજીઆઈ એરપોર્ટ અને ડીજીસીએને મહિલા આયોગને મોકલી નોટિસ

મહિલા આયોગે આ મામલે દિલ્હી પોલીસ, આઈજીઆઈ એરપોર્ટ અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયને નોટિસ મોકલી હતી. આયોગે દિલ્હી પોલીસ અને ડીજીસીએને 23 ઓગસ્ટ સુધીમાં કાર્યવાહી રિપોર્ટ આપવા માટે કહ્યું છે. મહિલા આયોગે ડીજીસીએને એ પણ પૂછ્યું હતું કે આ મામલો કાર્યસ્થળ પર યૌન ઉત્પીડન અંતર્ગત આંતરિક ફરિયાદ સમિતિ અથવા કોઇ અન્ય સમિતિને મોકલવામાં આવ્યો છે. અત્યારે પોલીસને આ મામલાને લઇને ફરિયાદ કરવામાં આવી નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ