Sanatan Dharma : સનાતન ધર્મ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, સનાતન ધર્મ એ શાશ્વત ફરજોનો સમૂહ છે, જેમાં રાષ્ટ્ર, રાજા, પોતાના માતા-પિતા અને ગુરુઓ પ્રત્યેની ફરજ અને ગરીબોની સંભાળ લેવાનો સમાવેશ થાય છે.
જસ્ટિસ શેષસાઈએ કહ્યું, “અસમાન સમાજવાળા દેશમાં અસ્પૃશ્યતાને સહન કરી શકાય નહીં. ભલે આને ‘સનાતન ધર્મ’ ના સિદ્ધાંતોમાં ક્યાંક અનુમતિ તરીકે જોવામાં આવે છે, તેમ છતાં તેમાં રહેવાની જગ્યા ન હોઈ શકે. બંધારણની કલમ 17 જાહેર કરે છે કે, અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.
જસ્ટિસ શેષસાઈએ આસ-પાસ થઈ રહેલી જોરદાર અને ઘોંઘાટીયા ચર્ચા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે, એક વિચારે જોર પકડી લીધુ છે કે, સનાતન ધર્મ પૂરી રીતે જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાનો છે.
જાણો શું છે કારણ કે મદ્રાસ હાઈકોર્ટને નથી ગમતુ સરકારી અધિકારીઓ ટીવી જોવે, જજ શેષસાઈએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો કે સ્વતંત્ર ભાષણ એ મૂળભૂત અધિકાર છે, તેને અપ્રિય ભાષણમાં રૂપાંતરિત કરવું જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે તે ધર્મની બાબતોની ચિંતા કરે છે. તેમણે આવા ભાષણથી કોઈને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
જસ્ટિસ શેષશાયીએ કહ્યું, “દરેક ધર્મ આસ્થા પર આધારિત છે. તેથી, જ્યારે ધર્મને લગતી બાબતોમાં વાણીની સ્વતંત્રતાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કોઈને દુઃખ ન થાય તેની ખાતરી કરવી જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો, મુક્ત ભાષણ અપ્રિય ભાષણ ન હોઈ શકે.”
આ પણ વાંચો – મણિપુર હાઈકોર્ટમાં ત્રણ મહિનાથી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થઈ રહી નથી, CJI ચંદ્રચુડે આ નામની ભલામણ કરી હતી
તમિલનાડુ સરકારના મંત્રી ઉધયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના પગલે કોર્ટની આ ટિપ્પણી આવી છે. ઉધયનિધિ સ્ટાલિને સનાતનની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે કરી હતી. આ પછી તેને ભારે વિરોધનો સામનો કરવો પડે છે. ભાજપ આ મુદ્દે પ્રહારો કરી રહ્યું છે અને તે સમગ્ર વિપક્ષને નિશાન બનાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેર સભામાં આ મુદ્દાનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.





