(અદ્રિજા રોયચૌધરી) Sanatan Dharma Meaning And DMK Udhayanidhi Stalin Remark : હાલ સનાતન ધર્મને લઇ મોટો વિવાદ ઉભો થયો છે. ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા “સનાતન ધર્મની તુલના મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના” સાથે કરી છે, જેને ઘણીવાર હિન્દુ ધર્મના પર્યાય તરીકે જોવામાં આવે છે. ભાજપના નેતાઓએ સ્ટાલિનના આ નિવેદન સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો અને પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાએ ઉદયનિધિના નિવેદનને “આપણા ધર્મ” પર હુમલો ગણાવ્યો હતો.
સનાતન ધર્મની ઉત્પત્તિ અને મૂળ
સનાતન ધર્મ એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ “શાશ્વત ધર્મ” અથવા “શાશ્વત કાયદો”, “અચલ, આદરણીય હુકમ”, અથવા “પ્રાચીન અને સતત માર્ગદર્શિકા” તરીકે કરી શકાય છે. પૌરાણિક કથાશાસ્ત્રી અને લેખક દેવદત્ત પટ્ટનાયકે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે “ સનાતન ” શબ્દ , જેનો અર્થ શાશ્વત છે, વેદોમાં તેનો ક્યાં ઉલ્લેખ નથી.
‘સનાતન’ શબ્દ સૌથી પહેલા ક્યા વપરાયો
પટ્ટનાયકે પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘સનાતન’ શબ્દનો ઉપયોગ ભગવદ ગીતામાં થવાનું શરૂ થયું, અને તે આત્માના જ્ઞાનનો સંદર્ભ આપે છે, જે શાશ્વત છે.” તેથી કહી શકાય કે સનાતન ધર્મ એવા શાશ્વત ધર્મનો ઉલ્લેખ કરે છે જે આત્મા અને પુનર્જન્મમાં માને છે.”
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હિંદુ ધર્મ અને ધર્મનો તુલનાત્મક અધ્યયનના પ્રોફેરસ જુલિયસ જે લિપનરે પોતાના વર્ષ 1994માં પ્રકાશિત થયેલા પુસ્તક’હિંદુ: ધેર રિલિજિયસ બિલીફ્સ એન્ડ પ્રેક્ટિસ’ (Hindus: Their Religious Beliefs and Practices)માં લખ્યું છે કે ગીતામાં ‘સનાતન ધર્મ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અર્જુન જ્યારે કૃષ્ણ કહે છે “જ્યારે કુળ દૂષિત થાય છે, ત્યારે કુળના સનાતન-ધર્મનો નાશ થાય છે”.
લિપનેરે નોંધ્યું હતું કે, દ્રૌપદી દ્વારા પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે સભામાં તમામ લોકો મૂક પ્રેક્ષક બની મૌન બેઠા હતા.
પટ્ટનાયકે જણાવ્યુ હતુ કે, સનાતન શબ્દ સામાન્ય રીતે હિંદુ ધર્મ સાથે સંકળાયેલો છે, તેનો ઉપયોગ જૈનો અને બૌદ્ધો દ્વારા પણ કરવામાં આવે છે કારણ કે આ ધર્મો પણ પુનર્જન્મમાં માને છે. “તેનો ઉપયોગ એવા ધર્મો માટે થતો નથી જે એક જ જીવનમાં વિશ્વાસ કરે છે, એટલે કે યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ, જે મધ્ય પૂર્વમાંથી આવે છે,”
તાજેતરમાં જ, ખાસ કરીને 19મી સદીના અંતથી, સનાતન ધર્મનો ઉપયોગ હિંદુ ધર્મને અન્ય ધર્મોથી અલગ ધર્મ તરીકે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ હિંદુ ધર્મમાં ચોક્કસ એકરૂપતાને ઉત્તેજીત કરવા માટે થાય છે.
લિપનેરે નોંધ્યું: “ઘણા હિંદુઓ પોતાને સનાતનવાદી કહે છે, એટલે કે જેઓ શાશ્વત ધર્મનું પાલન કરે છે. પણ…આ શાશ્વત ધર્મ શું છે તે સ્પષ્ટ નથી.”
તેમણે લખ્યું, “મારે હજી સુધી કોઈ સાર્વત્રિક માન્યતાના અર્થમાં હિન્દુ સનાતન-ધર્મ શોધવાનો બાકી છે.” લિપનેરે કહ્યું, આ શક્ય ન હતું, કારણ કે તે ધારે છે કે હિંદુ ધર્મ એક અખંડ પરંપરા છે જેમાં સ્થિર અથવા સાર્વત્રિક સિદ્ધાંત વિશે સંમતિ છે.
19મી સદીમાં સનાતન ધર્મ
ઈતિહાસકાર જ્હોન ઝાવોસે તેમના 2001ના લેખમાં, ‘હિન્દુ પરંપરાનો બચાવ: સંસ્થાનવાદી ભારતમાં રૂઢિચુસ્તતાના પ્રતીક તરીકે સનાતન ધર્મ’ નોંધે છે અને કહે છે કે, આ શબ્દ 19મી સદીના અંતમાં સનાતન ધર્મના પ્રચાર માટે રચાયેલ વિવિધ સભાઓના ઉદભવ સાથે લોકપ્રિય થયો હતો.
તે સમયે સનાતન ધર્મ હિંદુ રૂઢિચુસ્તતાના સંકેત તરીકે સૌથી વધુ લોકપ્રિય રીતે સમજવામાં આવ્યો હતો જે બ્રહ્મ સમાજ અને આર્ય સમાજ જેવા મિશનરીઓ અને સુધારકો દ્વારા શરૂ કરાયેલા સુધારણા આંદોલનનો પડધો હતો.
ઉદાહરણ તરીકે, પંજાબમાં આધુનિક સનાતનવાદી આંદોલનનો શ્રેય પંડિત શ્રધ્ધા રામની કામગીરીને જાહેય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આર્ય સમાજની સ્થાપના કરનાર દયાનંદ સરસ્વતીએ હિંદુ ધર્મને સુધારવાના પ્રયાસો માટે પંજાબનો પ્રવાસ કર્યો ત્યારે શ્રધ્ધા રામે રૂઢિચુસ્તતાને મજબૂત કરવાનુ માટે આહ્વાન કર્યુ હતુ.
આવી જ રીતે 1890ના દાયકામાં પંજાબમાં પંડિત દીનદયાલ શર્માએ આર્ય સમાજના ઉપદેશો વિરુદ્ધ મૂર્તિ પૂજા અથવા મૂર્તિ પૂજા જેવી કેટલીક ધાર્મિક પ્રથાઓનો બચાવ કરવાનું શરૂ કર્યું અને ‘સનાતન ધર્મ સભા’ નામની સંસ્થાની સ્થાપના કરી.
રાષ્ટ્રીય સંગઠન, ‘ભારત ધર્મ મહામંડળ’ કે જે આ સમયગાળા દરમિયાન ઉભું થયું, તેણે તેનો પ્રથમ ઉદ્દેશ્ય “સનાતન ધર્મ અનુસાર હિંદુ ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો” જણાવ્યો હતો. સનાતન શબ્દનો ઉપયોગ હિંદુ મહાસભા દ્વારા હિંદુ ધર્મના સંદર્ભમાં પણ કરવામાં આવ્યો હતો.
સનાતન ધર્મ હિંદુ રૂઢિચુસ્ત છે અને તે સુધારાના વિરોધમાં છે તે વિચાર 19મી સદીના ઉત્તરાર્ધની ભારતની સામાજિક ઓળખમાં જકડાયેલો હતો.
ઝાવોસે તેમના લેખમાં 1891ના પંજાબ સેન્સસ રિપોર્ટને ટાંક્યો હતો જેમાં સેન્સસ સુપરિન્ટેન્ડેન્ટે રૂઢિવાદી હિંદુઓની પોતાને “સનાતન ધર્મીઓ” તરીકે નોંધવાની વૃત્તિની નોંધ લીધી હતી.
“હજી પણ મોટી સંખ્યામાં સનાતન-ધર્મી તરીકે નોંધવામાં કરવામાં આવ્યા હતા, પરંતુ મેં તેમની સંખ્યા નોંધવી યોગ્ય નથી માન્યું: આ શબ્દ ફક્ત સૂચવે છે કે તેઓ ‘જૂની શાળા’ના છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે આર્ય સમાજના અનુયાયીઓ માટે વિરોધાભાસમાં થાય છે. લાહોર શહેરમાં મને પ્રાથમિક ગણતરીની શરૂઆતમાં જાણવા મળ્યું કે આર્ય ન હોય તેવા લગભગ દરેક જણને સનાતન-ધર્મી તરીકે નોંધવામાં આવી રહ્યા છે,” એવું એક અહેવાલમાં જણાવાયું હતું.
ઝવોસે એવો પણ ઉલ્લેખ કર્યો કે, એવું નથી કે સનાતન ધર્મનો પ્રચાર કરતી દરેક સભામાં એક સામાન્ય સિદ્ધાંત હતો જે તેમને રૂઢિવાદી તરીકે અલગ પાડે છે. તેમની વચ્ચે સામાન્ય બાબત એ હતી કે તેઓ સુધારાવાદી વિચારોનો વિરોધ કરે છે.
ઝાવોસે નોંધ્યુ છે કે, “સનાતનીઓએ દયાનંદ અને અન્ય સુધારકોની દલીલોને રદિયો આપવા શ્રદ્ધા રામ જેવા વિદ્વાન વ્યક્તિઓ પર આધાર રાખ્યો હતો.”
આ પણ વાંચો | સનાતન ધર્મના નિવેદન મામલે સ્ટાલિન પર ભાજપનો પ્રહાર, શું INDIA હિન્દુત્વના મુદ્દે ફસાશે?
ઉદાહરણ તરીકે, જ્યારે આર્યોએ હિંદુ સમાજમાં મૂર્તિપૂજા અને બ્રાહ્મણોના સ્થાનની ટીકા કરી હતી, ત્યારે સભાઓએ વળતા જવાબમાં સનાતન ધર્મ પરંપરાના મુખ્ય લક્ષણો તરીકે જાતિ વ્યવસ્થા અને મૂર્તિપૂજાના બચાવમાં દલીલ કરી હતી.





