કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની શૈક્ષણિક લાયકાત અંગે સતત પ્રહાર થઇ રહ્યા છે, NCP વડા શરદ પવારે રવિવારે પૂછ્યું કે શા માટે વ્યક્તિઓની શૈક્ષણિક ડિગ્રીનો ઉપયોગ દેશમાં રાજકીય મુદ્દાઓ તરીકે કરવામાં આવે છે.
તેમને ANI માં ક્વોટ કર્યું હતું કે,“દેશમાં જ્યારે આપણે બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા અને મોંઘવારીનો સામનો કરી રહ્યા છીએ ત્યારે શું કોઈની શૈક્ષણિક ડિગ્રી રાજકીય મુદ્દો હોવો જોઈએ? આજે ધર્મ અને જાતિના નામે લોકોમાં મતભેદો ઉભા કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે પાક નાશ પામ્યો છે. આ મુદ્દાઓ પર ચર્ચા જરૂરી છે.”
30 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટમાં કહ્યું હતું કે, શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમ કેટલા શિક્ષિત છે? તેઓ કોર્ટમાં તેની ડિગ્રી બતાવવાના વિરોધમાં હતા. શા માટે? તેની ડિગ્રી જોવાની માંગણી કરનારાને દંડ થાય? શું થઇ રહ્યું છે? અભણ અથવા ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીઓ પર આરટીઆઈ અરજી માટે ગુજરાત હાઈકોર્ટે તેમને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેના જવાબમાં આ વાત હતી.
આ પણ વાંચો: જમશેદપુરમાં હિંસાઃ ધાર્મિક ઝંડાના અપમાન બાદ આગચંપી, પથ્થરમારો, કલમ 144 લાગુ, પોલીસે ફરિયાદ નોંધી
અગાઉ, પવારે વિપક્ષ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને ગૌતમ અદાણીના બચાવમાં આવ્યા હતા, જો કે, અદાણી જૂથ છેતરપિંડી અને સ્ટોક મેનીપ્યુલેશનના આરોપોનો સામનો કરી રહ્યું છે.
પવારના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું કે, “આશ્ચર્ય છે કે કોંગ્રેસ, ઉદ્ધવ સેના અથવા AAPના કોઈ નેતા હવે તેમના પર ફરી હુમલો કરશે અને અપશબ્દો બોલશે! તો હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે તેઓ ગુજરાત હાઈકોર્ટ અને તેમના પોતાના સહયોગીનું પણ સાંભળશે!”
આ પણ વાંચો: હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-3, ગનર રમેશ જોગલ – તોપચી તાલીમનો પહેલો દિવસ
તેમણે ઉમેર્યું હતું કે હતું કે, “અમારે કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા લોકોની ભ્રષ્ટાચારની ડિગ્રી વિશે વાત કરવાની જરૂર છે જેના પર અદાલતોએ ઘણીવાર ચુકાદા આપ્યા છે.”