તાજેતરમાં પ્રથમવાર IT પેનલની સંસદીય બેઠકમાં અભિનેતાથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ નિવેદન આપ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ નિવેદન આપ્યું છે કે, તેમના સાથીદાર સભ્યોની ઇંટેલિજેન્સથી તેઓ ખુબ પ્રભાવિત હતા. જ્યારે આઇટી પેનલ અંગે જણાવ્યું હતું કે, તેમનું જ્ઞાન માત્ર મેસેજ મોકલવા તેમજ મેસેજ ડિલીટ કરવા સુધી જ મર્યાદિત છે.
શત્રુઘ્ન સિન્હાના આ નિવેદન પર CPI એમકે રાજ્યસભા સાસંદ જોન બ્રિટાસએ કટાક્ષ કર્યો હતો કે, શત્રુઘ્ન સિન્હાને વ્હોટસેપનો ઉપયોગ કરતા શીખવવામાં આવે. જેને પગલે બેઠકમાં માહોલ થોડી ક્ષણ માટે ગરમ થઇ ગયો હતો. જોકે આ મામલો CPIના કારણે ઠંડો પડી ગયો હતો.
સંસદીય બેઠકમાં માહોલ ત્યારે ઠંડો પડ્યો જ્યારે CPI એમ કે રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસે બેઠકના અંતમાં મંતવ્ય આપ્યો હતો. જોન બ્રિટાસે જણાવ્યું હતું કે તેના કાર્યકાળના અંત સુધીમાં વ્હોટસેપ મેસેજ કરવાનો રીત શીખવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શત્રુઘ્ન સિન્હા પેનલના સભ્ય બન્યા છે. શત્રુઘ્ન સિન્હાએ પશ્વિમ બંગાળના આસનસોલથી ટીએમસી પાર્ટી તરફથી એપ્રિલ માસમાં ચૂંટણી જીતી હતી.
શત્રુઘ્ન સિન્હા હિન્દી ફિલ્મ ઉધોગના પ્રચલિત એક્ટર છે. તેમણે ત્રણ દાયકાઓ સુધી હિન્દી ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું છે.
શત્રુઘ્ન સિન્હાની રાજકીય સફર ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ સાથે થઇ હતી. લગભગ 30 વર્ષ સુધી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસની શરણે ગયા હતા. જે અંતર્ગત તેમને સતત હારનો સામનો કરવો પડ્યો હતો.
આ બાદ તેણે ટીમએસીમાં પ્રવેશ કર્યો હતો. જે અંતર્ગત તેણે આસનસોલ પર 2 લાખ મતોના અંત્તરથી ચૂંટણી જીતી હતી. તે સમયે શત્રુઘ્ન સિન્હાનો મુકાબલો ભાજપના અગ્નિમિત્રા સાથે થયો હતો.
શત્રુઘ્ન સિન્હા અને રાજેશ ખન્ના વચ્ચે ગાઢ મિત્રતા બંધાયેલી હતી. પરંતુ 2019માં શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ તરફથી રાજેશ ખન્ના સામે પેટાચૂંટણી લડી હતી. જે બાદ તેમની મિત્રતામાં વિક્ષેપ આવી ગયો હતો. શત્રુઘ્ન સિન્હાએ એક ઇન્ટવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેના જીવનનો સૌથી મોટો અફસોસ તેના મિત્ર રાજેશ ખન્ના વિરુદ્ધ ચૂંટણી લડવાનો છે. જોકે રાજેશ ખન્નાએ શત્રુઘ્ન સિન્હાને 25 હજાર મતથી હરાવ્યા હતા.